Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભામાં મનાવ્યો રંગોત્સવ, પરિસરમાં ઉડી અબીલ-ગુલાલની છોળો, જુઓ Video

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભામાં મનાવ્યો રંગોત્સવ, પરિસરમાં ઉડી અબીલ-ગુલાલની છોળો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2025 | 1:21 PM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યો અને મંત્રીઓ સાથે હોળીનો ઉત્સવ ઊજવ્યો. વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી દરમિયાન અબીલ-ગુલાલની છોળો ઉડી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓ પણ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા હતા.

વનવાસી બંધુઓની થીમ સાથે રંગોત્સવ

આ વર્ષે રંગોત્સવ ખાસ બનાવવામાં આવ્યો હતો, કારણ કે તે વનવાસી બંધુઓની થીમ પર આધારિત હતો. ગુજરાતમાં આદિવાસી સમાજ માટે હોળી અને ધૂળેટી એક મહત્વનો તહેવાર છે. આ જ સંદર્ભમાં, ડાંગ દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું, જ્યાં પરંપરાગત રીતિ-રિવાજો સાથે રંગોત્સવ ઊજવાયો.

CMએ સૌ સાથે મનાવ્યો ઉત્સવ

CM ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્યો અને ઉપસ્થિત મહેમાનો સાથે રંગોનો તહેવાર ઉજવ્યો, એકબીજાને રંગ લગાવ્યા અને ઉજવણીનો આનંદ માણ્યો. આ પ્રસંગે સૌએ એકતા અને ભાઈચારા જળવાઈ રહે તેવો સંદેશો આપ્યો. રાજ્યમાં લોકો શાંતિ અને સુખ-સમૃદ્ધિ સાથે તહેવાર ઉજવે તેવી શુભેચ્છાઓ પણ આપી.

ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો સાથે હોળી-ધૂળેટીની ઉજવણી શાનદાર રીતે થતી હોય છે, જેમાં લોકોને પરંપરાગત ઉત્સાહ અને ઉમંગ જોવા મળતા હોય છે.

g clip-path="url(#clip0_868_265)">