AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

24 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ISROનું બ્લુબર્ડ બ્લોક-2 મિશન, કોમ્યુનિકેશન સેટેલાઇટ આજે લોન્ચ કરવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2025 | 9:02 AM
Share

આજે 24 ડિસેમ્બરને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

24 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ISROનું બ્લુબર્ડ બ્લોક-2 મિશન, કોમ્યુનિકેશન સેટેલાઇટ આજે લોન્ચ કરવામાં આવશે

LIVE NEWS & UPDATES

  • 24 Dec 2025 09:02 AM (IST)

    ઇસરોનું મહત્વાકાંક્ષી મિશન બ્લુબર્ડ બ્લોક-2 લોન્ચ

    બ્લુબર્ડ બ્લોક-2 સેટેલાઇટ લો અર્થ ઓર્બિટમાં લોન્ચ કરાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો કોમર્શિયલ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. તેનો ધ્યેય વિશિષ્ટ ઉપકરણોની જરૂર વગર મોબાઇલ સ્માર્ટફોન પર સીધી અવકાશ-આધારિત બ્રોડબેન્ડ સેવાઓ પ્રદાન કરવાનો છે. આનો અર્થ એ છે કે યુઝર્સ કોઈપણ સ્થાને તેમના સ્માર્ટફોનથી હાઇ-સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.આ ઉપગ્રહ નવી પેઢીની ટૅક્નોલૉજી પર આધારિત છે.

  • 24 Dec 2025 08:58 AM (IST)

    રાજકોટમાં ચાલુ ટ્રેને જામનગરના નિવૃત્ત ASI પર હુમલો કરીને રિવોલ્વરની લૂંટ

    રાજકોટમાં ચાલતી ટ્રેનમાં લૂંટ અને હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. જામનગરના નિવૃત્ત ASI ધર્મેન્દ્રસિંહ જાડેજા પર ચાર હિન્દી ભાષી બુકાનીધારી શખ્સોએ જીવલેણ હુમલો કરી પરવાનાવાળી રિવોલ્વર અને બે મોબાઇલ ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા. નિવૃત્ત ASI જામનગરથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ધ્રોલથી પડધરી વચ્ચે ચાલતી ટ્રેનમાં અચાનક બબાલ સર્જાઈ હતી. આરોપીઓએ ફાયર સેફ્ટીના બાટલા વડે તેમના પર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાના પગલે ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત હાલતમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં RPF દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

  • 24 Dec 2025 07:37 AM (IST)

    US રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આદેશ: ભારતમાં યુએસ એમ્બેસી ત્રણ દિવસ માટે બંધ રહેશે

    દેશની રાજધાની દિલ્હીમાં યુએસ એમ્બેસી અને કોન્સ્યુલેટ ત્રણ દિવસ માટે બંધ રહેશે. યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ મુજબ 24 થી 26 ડિસેમ્બર સુધી નિયમિત સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. કામ સંપૂર્ણપણે સ્થગિત રહેશે. આ આદેશ હેઠળ, આ તારીખો પર ફેડરલ સરકારના એક્ઝિક્યુટિવ વિભાગો અને એજન્સીઓ બંધ રાખવામાં આવી છે. આ આદેશ ક્રિસમસને કારણે હોવાનું માનવામાં આવે છે.

  • 24 Dec 2025 07:20 AM (IST)

    તુર્કીયેમાં એક મોટી વિમાન દુર્ઘટનામાં લશ્કરી વડા સહિત પાંચ લોકોના મોત

    તુર્કીમાં એક મોટી વિમાન દુર્ઘટનાથી વ્યાપક ગભરાટ ફેલાયો છે. દેશના લશ્કરી વડા મુહમ્મદ અલી અહેમદ અલ-હદ્દાદ સહિત પાંચ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

  • 24 Dec 2025 07:19 AM (IST)

    બ્લુબર્ડ બ્લોક-2 મિશન, કોમ્યુનિકેશન સેટેલાઇટ આજે લોન્ચ થશે

    ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) એ એક નવા યુએસ કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ISRO બુધવારે સવારે 8:54 વાગ્યે તેનું રોકેટ, LVM3-M6 લોન્ચ કરશે. આ રોકેટ બ્લુબર્ડ બ્લોક-2 નામના ઉપગ્રહને અવકાશમાં મોકલશે. આ ઐતિહાસિક મિશન આગામી પેઢીના કોમ્યુનિકેશન સેટેલાઇટને તૈનાત કરશે જે વિશ્વભરના સ્માર્ટફોન પર સીધા હાઇ-સ્પીડ સેલ્યુલર બ્રોડબેન્ડ સેવા પહોંચાડવા માટે રચાયેલ છે.

આજે 24 ડિસેમ્બરને  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Dec 24,2025 7:18 AM

g clip-path="url(#clip0_868_265)">