AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border 2 Star Cast Fees: બોર્ડર 2નો સૌથી મોંઘો અભિનેતા છે સની દેઓલ,જાણો વરુણ અને અન્ય સ્ટારને કેટલો ચાર્જ મળ્યો

Border 2 Star Cast Fees in Gujarati : 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં બોર્ડર 2 રિલીઝ થવા જઈ રહી છે. સની દેઓલની ફિલ્મને જેપી દત્તા અને તેની દીકરી નિધિ દત્તાએ સાથે મળી પ્રોડ્યુસ કરી છે.

Border 2 Star Cast Fees: બોર્ડર 2નો સૌથી મોંઘો અભિનેતા છે સની દેઓલ,જાણો વરુણ અને અન્ય સ્ટારને કેટલો ચાર્જ મળ્યો
| Updated on: Dec 21, 2025 | 6:55 PM
Share

બોર્ડર 2 સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ છે.ધમાકેદાર ટીઝર બાદ હવે ચાહકોમાં ફિલ્મને લઈ ઉત્સાહ વધ્યો છે. એક રિપોર્ટ મુજબ ચાલો જાણીએ ક્યા સ્ટારને બોર્ડર 2 માટે કેટલો ચાર્જ મળ્યો છે.

સની દેઓલ

સની દેઓલની જો વાત કરીએ તો ગદર 2 પછી તે મોટા પડદા પર પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. આ માટે તે બોર્ડર 2માં સૌથી મોંઘો અભિનેતા પણ છે. બોલિવુડના એક રિપોર્ટ મુજબ સની દેઓલે બોર્ડર 2 માટે 50 કરોડ રુપિયાનો મોટો ચાર્જ લીધો છે.

વરુણ ધવન

સની દેઓલની સાથે વરુણ ધવન પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મમાં તે પરમવીર ચક્ર વિજેતા મેજર હોશિયાર સિંહ દહિયાના પાત્રમાં જોવા મળશે. જેના માટે તેમને 8 થી 10 કરોડનો ચાર્જ લીધો છે.

દિલજીત દોસાંઝ

પંજાબી સુપરસ્ટાર અને સિંગર દિલજીત દોસાંઝ પણ આ પ્રોજેક્ટનો ભાગ છે, અને ચાહકો તેમને શહીદ નિર્મલજીત સિંહ સેખોનનું પાત્ર ભજવતા જોવા માટે ઉત્સુક છે, અને તેમણે આ ભૂમિકા માટે 4 થી 5 કરોડ રૂપિયા ફી લીધી હોવાનું કહેવાય છે. જોકે, સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી, જે ફિલ્મની સ્ટાર કાસ્ટનો પણ ભાગ છે, તેની ફી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

પરમવીર ચીમા

પરમવીર ચીમા ફિલ્મ બોર્ડર 2થી મોટા પડદા પર પોતાની ફિલ્મી કરિયરની શરુઆત કરશે. જેને એક રિપોર્ટ અનુસાર 50-80 લાખ રુપિયા ચાર્જ મળ્યો છે.અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સની દેઓલ લેફ્ટિનેટ કર્નલ ફતેહ સિંહ કાલેની ભૂમિકામાં જોવા મળશે. મેજર હોશિયાર સિંહ દહિયાના રુપમાં વરુણ ધવન જોવા મળશે અને દિલજીત દોસાંઝ એફજી, ઓફ્ર ,નિર્મલ જીત સિંહ સેખો પીવીસીની ભૂમિકામાં જોવા મળશે.અહાન શેટ્ટી લેફ્ટિનેટ કમાન્ડર જોસેફ પિયસ અલ્ફ્રેની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મમાં મેધા રાણા અને મોના સિંહ પણ છે. આ ફિલ્મ એક રિયલ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">