મુક્તજીવન સ્વામીબાપા પ્રાગટય ધામ ખેડા ખાતે કાર્તિક પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, જુઓ વીડિયો

હિન્દુઓના નવા વર્ષની શરૂઆત દેવ દિવાળી તહેવારથી કરવામાં આવે છે. દેવ દિવાળી કાર્તિક પૂર્ણિમાના દિવસે આવે છે જે દિવાળીના 15 મા દિવસ પછી ઉજવાય છે. દેવ દિવાળીનો તહેવાર પૌરાણિક કથાઓ ઉપરથી ઉજવાય છે. દિવાળી એ સ્વચ્છતા, પ્રકાશ, આનંદ અને ઉત્સાહનું મહાપર્વ છે અને તેના અંતિમ ચરણમાં ‘દેવદિવાળી’ એ જાણે આ મહાપર્વના સમાપન રૂપે ઉજવાય છે!

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2023 | 7:12 PM

દેવ દિવાળીના દિવસે અનેક પવિત્ર કામ કરવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને દીપદાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. એવું કહેવાય છે કે આ દિવસે કાશીના ગંગા ઘાટ પર દેવતા દિવાળી મનાવવા આવે છે. આ માટે દેવ દિવાળીના દિવસે કાશીના ગંગા નદીના ઘાટને દીવાઓથી સજાવવામાં આવે છે.

દેવ દીપાવલી દરમિયાન, ઘરોના આગળના દરવાજા પર તેલના દીવા અને રંગીન ડિઝાઇનથી સજાવવામાં આવે છે. રાત્રે ફટાકડા સળગાવવામાં આવે છે અને ઘરની બહાર લેમ્પ્સ મૂકવામાં આવે છે. લોકો દેવદિવાળીનો તહેવાર ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવે છે.

આપણી પરંપરા અને સંસ્કૃતિને જાળવવાની જવાબદારી આપણી જ છે. માટે પરંપરાગત તહેવારો અને ઉત્સવોની માત્ર ઉજવણી કરી તેની મજા લેવાને બદલે આજની પેઢીને એ તમામ ઉજવણી પાછળનું મહત્ત્વ પણ સમજાવવામાં આવે તો તેઓ પશ્ચિમી સંસ્કૃતિની પાછળ ઘેલા થવાને બદલે આપણી સંસ્કૃતિને પસંદ કરશે અને આપણી સંસ્કૃતિ બચાવી શકાશે.

સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશ પરંપરાના ચતુર્થ વારસદાર સનાતનધર્મસમ્રાટ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપાની પ્રાગટ્ય ભૂમિ ખેડામાં વિક્રમ સંવત 2080 ના કાર્તિક સુદ પૂનમની ઉજવણી પરમોલ્લાસભેર કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો : દેવદિવાળીને લઈ ખેડબ્રહ્માં અંબાજી મંદિરે ભક્તોની ભીડ, 56 ભોગ અન્નકૂટ ધરાવાયો, જુઓ

સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ તથા જીવનપ્રાણ અબજી બાપાની વાતોની સમૂહ પારાયણની મહાપૂજા, રાયણ વાંચન, કીર્તન ભક્તિ, નાન વડીલોના પ્રવચન, સંતવાણી તથા પરમ પૂજય આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ, મહાપ્રસાદ સહિતના અનેકવિધ આધ્યાત્મ સભર કાર્યક્રમો યોજાયો હતો.

જરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">