હેતની હેલી વરસવા માટે કેટલો સમય જોવી પડશે રાહ? અંબાલાલ પટેલે કરી આગાહી, જુઓ વીડિયો
હાલમાં વરસાદનું જોર નબળું પડ્યું છે. હાલ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ ન થવાને લઈ વરસાદ નથી આવી રહ્યો. ફરીથી નવી સિસ્ટમ સક્રિય થવાને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેઓએ બતાવ્યું છે કે, ક્યારથી વરસાદનું જોર ફરીથી રાજ્યમાં સર્જાશે.
રાજ્યમાં વરસાદની સિસ્ટમ નબળી પડી છે. હવામાન વિભાગે આ મહત્વની જાણકારી આપી છે કે, સિસ્ટમ હાલમાં નબળી પડી છે. આગામી સપ્તાહથી ફરીથી વરસાદ સાર્વત્રિક વરસી શકે છે. એટલે કે આગામી 15 જુલાઈથી રાજ્યમાં સારો વરસાદ નોંધાઈ શકે છે. એટલે કે આગામી સપ્તાહ સુધી રાહ જોવી પડી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે, આગામી 15 જુલાઈથી રાજ્યમાં સારો વરસાદ વરસી શકે છે. તો 17 જુલાઈથી વરસાદનું જોર વધશે અને હેતની હેલી ગુજરાતમાં આવશે. હાલ બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ ન થવાને લઈ વરસાદ નથી આવી રહ્યો. અંબાલાલ પટેલે શું કરી છે આગાહી, જુઓ.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતના ડેમ-જળાશયોમાં નવા પાણી નહીં આવતા ચિંતા, ધરોઈ, સીપુ અને દાંતીવાડાની જાણો સ્થિતિ
Published on: Jul 09, 2024 02:01 PM
Latest Videos