ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યુલ

અત્યાર સુધીના ICC વર્લ્ડકપ વિજેતા ટીમના બધા જ કેપ્ટનની એક પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેપ્ટન પોતાની જીતની સફર વિશે વર્ણન કરશે. ત્યારબાદ BCCI વર્લ્ડ કપ વિજેતા ટીમના બધા કેપ્ટનનું સન્માન કરશે. આ ઉપરાંત દર્શકોના મનોરંજન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. બોલિવૂડના મ્યૂઝિક કમ્પોઝર પ્રીતમ 500 ડાન્સર્સ સાથે લાઈવ પરફોર્મન્સ આપશે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે, જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યુલ
Air Show
Follow Us:
| Updated on: Nov 25, 2023 | 2:40 PM

અમદાવાદમાં આવતીકાલે એટલે કે, 19 નવેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશ્વ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. આ ફાઈનલ મેચને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જુદા-જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ લોકોને હંમેશા માટે યાદ રહે તે માટે 4 તબક્કામાં ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમની શરૂઆત સૂર્યકિરણ ટીમના 9 વિમાનના એર શોમાં સાથે કરવામાં આવશે.

વર્લ્ડ કપ વિજેતા ટીમના બધા કેપ્ટનનું સન્માન કરશે

આ સાથે જ અત્યાર સુધીના ICC વર્લ્ડકપ વિજેતા ટીમના બધા જ કેપ્ટનની એક પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેપ્ટન પોતાની જીતની સફર વિશે વર્ણન કરશે. ત્યારબાદ BCCI વર્લ્ડ કપ વિજેતા ટીમના બધા કેપ્ટનનું સન્માન કરશે. આ ઉપરાંત દર્શકોના મનોરંજન માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. બોલિવૂડના મ્યૂઝિક કમ્પોઝર પ્રીતમ 500 ડાન્સર્સ સાથે લાઈવ પરફોર્મન્સ આપશે.

સલમાન ખાન ખૂબ જ લગ્ઝરી લાઈફ જીવે છે, જુઓ ફોટો
B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો

લાઈટ અને લેઝર શો પણ રજૂ કરવામાં આવશે

આ ડાન્સનો કાર્યક્રમ સાંજે 5:30 કલાકે 15 મિનિટે રજૂ કરવામાં આવશે. ડાન્સ પરફોર્મન્સમાં દેવા-દેવા, કેસરિયા, લેહરા દો, નગાડા, દંગલ વગેરે ગીતો પર રજૂઆત કરવામાં આવશે. ફાઈનલ મેચની બીજી ઈનિંગના ડ્રીંક્સ બ્રેક દરમિયાન 90 સેકન્ડનો લાઈટ અને લેઝર શો પણ રજૂ કરવામાં આવશે. યુકેની કંપની દ્વારા રજૂ થનારા આ લાઈટ અને લેસર શો દરમિયાન સ્ટેડિયમની છત જુદા-જુદા રંગની દેખાશે. આ સાથે જ આદિત્ય ગઢવી પણ પરફોર્મન્સ આપશે.

આ પણ વાંચો : વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને રાજકોટમાં વિશેષ આયોજન, ક્રિકેટ સ્ટેડિયમમાં મૂકાશે મોટી એલઈડી સ્ક્રીન

આ ઉપરાંત 1200 ડ્રોનની મદદથી આકાશમાં વર્લ્ડકપ ટ્રોફી અને વિજેતા ચેમ્પિયન્સનું બોર્ડ બનાવવામાં આવશે. મેચના પરિણામ સાથે ભવ્ય આતશબાજી પણ યોજાશે. ભારત-ઓસ્ટ્રેલિયા મેચ પૂર્વે અમદાવાદી યુવાઓ પણ પર્ફોમન્સ કરશે. 500 યુવાનોની ટીમ ફાઈનલ મેચ પહેલા ગરબા રમશે. આ ગરબા બોલિવૂડ ગીત સાથે મિક્સ કરીને તૈયાર કરાયા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">