જાણો ક્રિકેટ મેચમાં વિકેટકીપર દ્વારા પહેરવામાં આવતા ગ્લોબ્સની કીંમત, કેવા હોય છે ગ્લોબ્સ
વિકેટકીપરના ગ્લોબ્સમાં આગળના ભાગેથી સીધા હોય છે જે બોલને પકડવા માટે ખાસ બનાવેલા હોય છે, જે હાથની આંગળીઓ અને હથેળીઓને બોલને વાગવાથી બચાવી શકે છે અને હાથને રક્ષણ પુરૂ પાડે છે. સામાન્ય રીતે, ગ્લોબ્સની પકડવાની સપાટી રબરની બનેલી હોય છે અને તેમાં કેટલીક ટ્રેક્શન વધારતી વિશેષતાઓ હોય છે.

વિકેટકીપરના હાથમાં પહેરવામાં આવતા ગ્લોબ્સનો ક્રિકેટમાં ઉપયોગ કરવામાં આવે છે, અને તેને બોલને પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, જેમાં બોલર દ્વારા ફેકવામાં આવેલી બોલને વિકેટકીપર ગ્લોબ્સ દ્વારા પકડે છે, બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલા શોર્ટને પણ પકડવા માટે વિકેટકીપર ગ્લોબ્સનો ઉપયોગ કરે છે. જો કોઈ ફિલ્ડર દડો સ્ટમ્પ તરફ ફેકે છે તો તેને પકડવા માટે પણ વિકેટકીપર ગ્લોબ્સનો ઉપયોગ કરે છે.
ગ્લોબ્સની પકડવાની સપાટી રબર
વિકેટકીપરના ગ્લોબ્સમાં આગળના ભાગેથી સીધા હોય છે જે બોલને પકડવા માટે ખાસ બનાવેલા હોય છે, જે હાથની આંગળીઓ અને હથેળીઓને બોલને વાગવાથી બચાવી શકે છે અને હાથને રક્ષણ પુરૂ પાડે છે. સામાન્ય રીતે, ગ્લોબ્સની પકડવાની સપાટી રબરની બનેલી હોય છે અને તેમાં કેટલીક ટ્રેક્શન વધારતી વિશેષતાઓ હોય છે.
આંગળીઓને ઈજાથી બચાવવા માટે
ગ્લોબ્સના વચ્ચેના ભાગ અલગ અલગ કલરના પણ હોય છે. બોલને હાથ પર વાગવાથી બચાવવા માટે ગ્લોબ્સની વચ્ચે સોફ્ટ પેડિંગ મુકવામાં આવે છે. કાંડાની જગ્યાને આવરી લેવા માટે ગ્લોબ્સના તે ભાગ પર ગાદીની પરત લગાવવામાં આવે છે. ગ્લોબ્સનો પાછળનો ભાગ, જે બોલના સંપર્કમાં આવવા માટે નથી, તે ચામડાનો બનેલો છે અને ગ્લોબ્સ અંદર, રબરના અંગૂઠાનો ઉપયોગ બોલની અસરને કારણે આંગળીઓને ઈજાથી બચાવવા માટે થાય છે.
નિયમ 40.2 મુજબ જે વિકેટકીપરના ગ્લોવ્ઝની વિશિષ્ટતાઓ સાથે સંબધીત છે, તે જણાવે છે કે: જો વિકેટકીપર ગ્લોવ્ઝ પહેરે છે, તો તેની આંગળીઓ વચ્ચે અને અંગૂઠાના સિવાય કોઈ વેબિંગ હોવું જોઈએ નહીં. દાખલ કરેલ છે.
વિકેટકીપરના ગ્લવ કોઈ પહેરે તો
જો ફિલ્ડર ફિલ્ડિંગ કરતી વખતે વિકેટકીપરના ગ્લોવ પહેર્યો હતો. ફિલ્ડિંગના નિયમો અનુસાર, જો કોઈ ફિલ્ડર આવું કરે છે તો તેને ગેરકાયદેસર ગણવામાં આવે છે. ટીમને આ ભૂલનો ભોગ બનવું પડ્યું અને સામે વાળી ટીમને પાંચ રન વધારાના આપવામાં આવે છે.
મહત્વનું છે કે સામાન્ય રીતે ગ્લોબ્સની કીંમત 1300થી લઈ 2000 રૂપિયા સુધીની હોય શકે છે, જ્યારે ગ્લોબ્સમાં અંગુઠા અને અંગુઠાની નજીકની આંગળી સાથે તે ફીટ કરેલી આવે છે.