ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે તેની પત્ની રિતિકા અને તેના સાળા કુણાલ સજદેહ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ત્રણેય ફિલ્મ ‘ગુડ ન્યૂઝ’ના ગીત ‘લાલ ઘાઘરા’ પર શાનદાર ડાન્સ કરતા જોવા મળે છે. હિટમેન રોહિત શર્માની આ સ્ટાઈલ ક્રિકેટ ચાહકોને પસંદ આવી રહી છે. આ વાયરલ વીડિયોને જોરદાર શેર કરવામાં આવી રહ્યો છે.રોહિત શર્માએ હાલમાં ટીમ ઈન્ડિયામાંથી થોડા દિવસો માટે રજા લીધી છે. તેણે આ બ્રેક તેની પત્ની રિતિકાના ભાઈ કુણાલના લગ્ન માટે લીધો છે.
આ લગ્નની લગભગ દરેક વિધિમાં તે જોવા મળ્યો છે. છેલ્લા થોડા દિવસથી સતત તેના ફોટો સામે આવી રહ્યા છે. હાલમાં આ હિટમેનનો ડાન્સ ભાઈ-ભાભીના લગ્નમાં ચર્ચામાં છે.
જો કે તેના ડાન્સ વીડિયોએ ક્રિકેટ પ્રેમીઓને ગુસ્સે થયા છે. જેમણે તેને ‘મહત્વપૂર્ણ મેચ છોડવા’ બદલ ટ્રોલ કર્યો છે. લોકો ટ્વિટ કરી કહી રહ્યા છે કે, ‘ના તો બેટિંગ આતી ના હી ડાન્સકુણાલના લગ્નના કારણે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સિરીઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. તેના સ્થાને હાર્દિક પંડ્યા આ મેચમાં ટીમ ઈન્ડિયાની આગેવાની કરી રહ્યો છે. જો કે આ સીરીઝની બીજી અને ત્રીજી મેચમાં માત્ર રોહિત શર્મા જ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે.
Rohit Sharma’s dance at his brother-in-law’s marriage. pic.twitter.com/TTqalgeQH2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2023
માનવામાં આવે છે કે, રોહિત શર્મા સીધો વિશાખાપટ્ટનમમાં ટીમ સાથે જોડાશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાવાની છે.આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાનારી છે. ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી. જેમાં નિયમીત કેપ્ટન રોહિત શર્મા ઉપલબ્ધ રહી શક્યો નહોતો. જેથી હાર્દિક પંડ્યાએ ટીમ ઈન્ડિયાનુ સુકાન સંભાળ્યુ હતુ. વિશાખાપટ્ટનમમાં રોહિત શર્મા પરત ફરવા સાથે ટીમની આગેવાની સંભાળશે.
સિરીઝની પ્રથમ મેચ ભારતે જીતી લેતા 1-0 થી સરસાઈ મેળવી છે. હવે બીજી વનડે મેચ જીતીને સિરીઝ પોતાને નામે કરવાનો ઈરાદો ટીમ ઈન્ડિયાનો રહેશે. જોકે બીજી વનડેમાં વરસાદ મજા બગાડી શકે છે. વિશાખાપટ્ટનમના વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે.