હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના અચ્છે દિન શરૂ, આ સરકારી કંપનીએ એક વર્ષમાં આપ્યું 72 ટકાથી વધારે રિટર્ન
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે HAL ના શેર ગુરુવાર, 30 નવેમ્બરના રોજ સતત ચોથા સત્રમાં 52 વીકના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. આજે રક્ષા મંત્રાલયના અધિકારીઓએ હજારો કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટ અંગે નિર્ણય લેવા માટે મીટિંગ કરી હતી. તેના કારણે આજે શેરના ભાવમાં 28.50 રૂપિયાનો વધારો થયો છે.

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો HAL ના શેરે 11.55 ટકાનું રિટર્ન આપ્યું છે. જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે 245.50 રૂપિયા થાય છે.

HAL ના શેરમાં છેલ્લા 1 માસમાં 549.20 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં 30.13 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરે ઈન્વેસ્ટર્સને 831.52 રૂપિયાનું વળતર આપ્યું છે. શેર 6 માસમાં 53.98 ટકા વધ્યો હતો.

જે ઈન્વેસ્ટરે 1 વર્ષ પહેલા હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરમાં રોકાણ કર્યું હતું તેઓને હાલ 72.16 ટકાનું રિટર્ન મળ્યું છે. કંપનીએ 1 વર્ષ દરમિયાન 994.20 રૂપિયાનું વળતર આપ્યું છે.