IPL 2025 : મહાન મેથ્યૂ હેડે આ ક્રિકેટરને ગણાવ્યો યુવા ધોની, જાણો કોણ છે આ ખેલાડી
મેથ્યુ હેડન IPL 2025 દરમિયાન એક ખેલાડીમાં યુવા ધોની જોવા મળ્યો છે. હેડને આડકતરી રીતે આ ખેલાડીને આગામી ધોની કહ્યો છે. તો ચાલો જાણીએ કોણ છે આ યુવા ધોની.

આઈપીએલ 2025માં નવા ખેલાડીઓ પણ પોતાની તાકાત દેખાડી રહ્યા છે. તેમજ તેની મોટી છાપ છોડી રહ્યા છે.આમાંથી એકને મેથ્યુ હેડને યુવા ધોની કહ્યો છે. તો ચાલો જાણીએ ક્યા ખેલાડીને યુવા ધોની કહ્યો છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટનો ભાગ રહેલા ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન તેમની કોમેન્ટ્રી અને નિવેદનો માટે જાણીતો છે. હેડન, જે હવે કોમેન્ટ્રી કરવામાં વ્યસ્ત છે, તેણે બીજું એક રસપ્રદ નિવેદન આપ્યું છે.

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારતીય ક્રિકેટરમાંથી એક છે, જેની તુલના કોઈ પણ સાથે કરતા પહેલા 100 વખત વિચારવું પડે છે. ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરમાં માત્ર બેટિંગ અને વિકેટકીપિંગથી ધમાલ મચાવી નથી પરંતુ કેપ્ટનશીપથી દુનિયાનું દિલ જીતી લીધું છે. તેની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસીના મુખ્ય ખિતાબ પોતાને નામ કર્યા છે.

આઈપીએલ પ્રીમિયર લીગમાં પણ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વખત ચેમ્પિયન બનાવી છે. આ વચ્ચે પૂર્વ મહાન ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર અને કોમેન્ટર મેથ્યુ હેડે આઈપીએલ 2025માં રમી રહેલા એક ખેલાડીને ધોની કહ્યો છે.

જે ખેલાડીને મેથ્યુ હેડને ધોની કહ્યોછે તે પંજાબ કિંગ્સની ટીમમાંથી રમે છે. 24 વર્ષીય ઓપનર અને વિકેટકીપર પ્રભસિમરન સિંહ હેડનના મતે યુવા ધોની છે.

પંજાબ કિંગ્સે આઈપીએલ 2025ના મેગા ઓક્શનમાં માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જેમાં એક 5,5 કરોડમાં રિટેન કરેલો શશાંક સિંહ અને બીજો 4 કરોડ રુપિયામાં રિટેન કરેલો પ્રભસિમરન સિંહ હતો.હવે આઈપીએલ 2025માં પ્રભસિમરન સિંહે 11 મેચમાં 170.03ની સ્ટ્રાઈક રેટથી 437 રન બનાવી ચૂક્યો છે. જેમાં 4 અડધી સદી પણ સામેલ છે.
IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો



























































