Turkey Earthquake : કાટમાળ નીચે 55 કલાક દટાયેલ રહ્યો, ખાસ પ્લાન બનાવીને બચાવ્યો જીવ, જુઓ Video

TV9 GUJARATI

|

Updated on: Feb 08, 2023 | 1:09 PM

Turkey earthquake rescue and relief operations : તુર્કીમાં આવેલા ભૂકંપથી મૃત્યુઆંક 8,000ને વટાવી ગયો છે. દરેક જીવ બચાવવા માટે રેસ્ક્યુ ટીમ 24 કલાક કામ કરી રહી છે. છેલ્લા બે દિવસથી એક માસુમ બાળક કાટમાળના ઢગલા નીચે દટાયેલો હતો. બાળકને બચાવવા માટે બચાવ અને રાહત ટીમ દ્વારા એક ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને તેને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યો.

Turkey Earthquake : કાટમાળ નીચે 55 કલાક દટાયેલ રહ્યો, ખાસ પ્લાન બનાવીને બચાવ્યો જીવ, જુઓ Video
Child trapped under debris
Follow us

જીવન અને મરણ ઉપરવાળાના હાથની વાત છે. આ વાત સૌ કોઈએ સાંભળી હશે. વિનાશક ભૂંકપથી તારાજ થયેલા તુર્કી આ વાતનો અનુભવ સૌ કોઈને થઈ રહ્યો છે. ભૂકંપ આવ્યાના ત્રણ દિવસ બાદ પણ અનેક લોકો કાટમાળમાં જીવતા હોવાના પુરાવા મળી રહ્યાં છે. તોતીગ કાટમાળની નીચે પાણી-ખોરાક વીના સતત ત્રણ દિવસ સુધી જીવતા રહેવુ એ પણ એક ચમત્કાર જ છે. આવા અનેક હ્રદયસ્પર્શી કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યાં છે.

તુર્કીમાં ભૂકંપથી મૃત્યુઆંક 8,000 ની નજીક પહોચ્યો છે. તુર્કી-સીરિયામાં સોમવારે સવારે આવેલા વિનાશક ભૂકંપથી બધું તબાહ થઈ ગયું. બચાવ ટુકડીઓ દરેકનો જીવ બચાવી રહી છે. એક સમય એવો આવ્યો જ્યારે રેસ્ક્યુ ટીમના એક સભ્યએ દૂરથી માસૂમ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો. એ અવાજ કાટમાળની અંદરથી આવી રહ્યો હતો. સીરિયાના અલેપ્પો શહેરમાં એક માસૂમ બાળકને બચાવવાનું મિશન અહીંથી શરૂ થાય છે.

તુર્કી અને સીરિયામાં ભૂકંપના બે દિવસ બાદ પણ બાળકના રડવાનો અવાજે હૃદયને હચમચાવી નાખ્યું છે. બચાવ ટુકડીઓ પણ ઘણી વખત ભાવુક થઈ રહી છે. એવા ઘણા બાળકો છે જેઓ તેમના માતા-પિતાને શોધી રહ્યા છે, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા છે. ઘણા માતા-પિતા તેમના બાળકોને શોધી રહ્યા છે, એવું લાગે છે કે તેઓ ક્યાં તો ગુમ થયા છે અથવા તેઓ હવે આ દુનિયામાં નથી. વિનાશક ભૂકંપ કાટમાળમાં ફેરવાયેલ ઈમારતના ઢગલામાંથી રડતા બાળકને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અન્ય બચાવકર્તાએ વીડિયો બનાવ્યો. આમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે કેવી રીતે એક બચાવકર્મી કાટમાળમાં હાથ નાખીને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે.

રેસ્ક્યુ ટીમે કાટમાળ હટાવ્યો

બચાવ કાર્યકર્તાઓને સ્થાનિક લોકોએ જણાવ્યું કે, બાળક અલેપ્પોના જિન્દેઈરમાં તેમના ઘરના કાટમાળ નીચે દટાયેલું છે. સીરિયાનું આ સ્થળ ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. સીરિયન સિવિલ ડિફેન્સ ફોર્સને વરસાદથી ભીના થયેલા અને અંધારા કાટમાળમાં બાળકની હાજરીનો અહેસાસ થયો. આ પછી, કેટલાક લોકોએ તેને ખૂબ જ કાળજીપૂર્વક બહાર કાઢવા માટે આસપાસમાંથી કાટમાળ હટાવ્યો. કામ ઝડપથી થઈ શક્યું ન હતું. કારણ કે જો કોઈ ભારે પથ્થર ગબડે અને બાળકનું મૃત્યુ થઈ જાય તેવી ભીતિ પણ હતી. બચાવ દળની ટીમના એક સભ્ય, કાટમાળમાં દટાયેલ અને જીવતા રહેલા એ બાળકને શોધી કાઢે છે જેનો અડધો ભાગ ઇંટો અને કાટમાળ નીચે ફસાયેલો છે. તેનું માથું લોહીથી લથબથ દેખાઈ રહ્યું છે.

બાળકને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું

ઘણા લોકો તેને બચાવવા માટે પ્રયત્નશીલ થઈ જાય છે. એક સભ્ય કાટમાળની અંદર હાથ નાખીને બાળકની નાડી તપાસે છે. તે જીવિત હોવાની ખાતરી થાય છે. કાટમાળના ઢગલામાંથી શરીરનો એક માત્ર ભાગ દેખાઈ રહ્યો છે. બાળક કાટમાળના મોટા ટુકડા નીચે ફસાઈ ગયું છે. બચાવકર્મીઓ તેમના હાથમાંથી મોજા ઉતારે છે અને કાટમાળ સાફ કરવાનું ચાલુ રાખે છે. જેમ જેમ દરેક પથ્થર એક બાદ એક હટાવવામાં આવે છે તેમ તેમ દબાયેલા બાળકનો અવાજ મોટો થતો જાય છે. તેના રડવાનો અવાજ વધુ જોરથી આવવા લાગ્યો. તેને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati