Rajkot : પાકિસ્તાન મુરદાબાદ નારા સાથે વિધર્મી યુવકને પોલીસના રિક્રન્સ્ટ્રશન દરમિયાન લોકો મારવા દોડયા
રાજકોટમાં પોલીસ આજે આવાસ યોજના ખાતે આચરેલા ગુનાની ઘટનાના રિકન્સ્ટ્રકશન માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે જ સોસાયટીના રહિશો એકઠા થઇ ગયા હતા અને પાકિસ્તાન મુરદાબાદ અને હિન્દુસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા.
ગુજરાતના રાજકોટમાં (Rajkot)મુંજકામાં આવેલી શ્યામા પ્રસાદ મુખર્જી આવાસ યોજનાના વોટ્સઅપ ગ્રુપમાં શિવાજી જયંતિના(Shivaji Jayanti)દિવસે શિવાજી મહારાજ પર ટિપ્પણી કરનાર સોહિન મોર નામના શખ્સને પોલીસે(Police) પકડી પાડ્યો છે.પોલીસ આજે આવાસ યોજના ખાતે આચરેલા ગુનાની ઘટનાના રિકન્સ્ટ્રકશન માટે લઇ જવામાં આવ્યો હતો.જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે જ સોસાયટીના રહિશો એકઠા થઇ ગયા હતા અને પાકિસ્તાન મુરદાબાદ અને હિન્દુસ્તાન જીંદાબાદના નારા લાગ્યા હતા.સોસાયટીના રહીશોએ આવી કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકોને સોસાયટીમાંથી બહાર કાઢી મુકવાની માંગ કરી હતી.પોલીસ જ્યારે રિકન્સ્ટ્રકશન કરીને તેને પરત પોલીસ સ્ટેશન લઇ જઇ રહ્યા હતા ત્યારે લોકો તેને મારવા માટે પાછળ દોડ્યા હતા જો કે પોલીસે સુઝબુઝથી તેને પોલીસ વેનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.
યુવકની કટ્ટરવાદી માનસિકતા , તપાસ થવી જોઇએ-સોસાયટીના રહિશો
આ અંગે સોસાયટીના રહીશોએ ભારે રોષ સાથે કહ્યું હતું કે સોહિન મોર કટ્ટરવાદી માનસિકતા ઘરાવે છે.આવા લોકોની ઉંડી તપાસ થવી જોઇએ.સોસાયટીના રહિશોએ સોહેલ કોઇ કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલો હોવો જોઇએ તેવી આશંકા વ્યક્ત કરી હતી.સોસાયટીના રહિશોએ કહ્યું હતું કે અમે કોઇ ઘર્મંનો વિરોધ કરતા નથી પરંતુ કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી થવી જોઇએ.
શિવસેનાએ પણ આપ્યું આવેદન પત્ર
આ ઘટનાના શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે.આજે શિવસેનાએ ડેપ્યુટી પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું.શિવસેનાના પ્રમુખ જિમ્મી અડવાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી વિધર્મીઓ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી થવી જોઇએ. શિવસેનાએ પોલીસ કમિશન ઓફિસ ખાતે જય શિવાજી અને જય ભવાનીના નારા સાથે આ યુવક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
આ પણ વાંચો : Girsomnath: ગ્રીષ્મા હત્યા કેસ જેવી જ ઘટના વેરાવળમાં બની, યુવતીના ઘરમાં ઘૂસી ગળું કાપવાનો પ્રયાસ
આ પણ વાંચો : Mehsana: ખેરાલુ વિસ્તારમાં કોંગ્રેસમાં ગાબડુ, 14 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા