સરકાર સામે લડત લડવા કોર કમિટી રચવા માગતા, શિક્ષિત યુવા બેરોજગાર સમિતીના અગ્રણીઓની પોલીસે કરી અટકાયત

શિક્ષિત યુવા બેરોજગાર માટે લડત લડનાર અગ્રણીઓની ગાંઘીનગર પોલીસે અટકાયત કરી છે. આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતીના કેટલાક અગ્રણીઓ, કોર કમિટીની રચના કરવા અને આવનારા દિવસોમાં સરકાર સાથે વાતચીત માટેના મુ્દ્દાઓ નક્કી કરવા એકઠા થવાના હતા. લડત સમિતીના અગ્રણીઓ એકઠા થાય તે પહેલા જ ગાંધીનગર પોલીસે અટકાયત કરી લીધી. ગાંધીનગરમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતીના કેટલાક અગ્રણીઓની […]

સરકાર સામે લડત લડવા કોર કમિટી રચવા માગતા, શિક્ષિત યુવા બેરોજગાર સમિતીના અગ્રણીઓની પોલીસે કરી અટકાયત
| Updated on: Jul 19, 2020 | 8:44 AM

શિક્ષિત યુવા બેરોજગાર માટે લડત લડનાર અગ્રણીઓની ગાંઘીનગર પોલીસે અટકાયત કરી છે. આજે શિક્ષિત યુવા બેરોજગાર સમિતીના કેટલાક અગ્રણીઓ, કોર કમિટીની રચના કરવા અને આવનારા દિવસોમાં સરકાર સાથે વાતચીત માટેના મુ્દ્દાઓ નક્કી કરવા એકઠા થવાના હતા. લડત સમિતીના અગ્રણીઓ એકઠા થાય તે પહેલા જ ગાંધીનગર પોલીસે અટકાયત કરી લીધી. ગાંધીનગરમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતીના કેટલાક અગ્રણીઓની આજે ગાંધીનગરમાં ચિંતન શિબીરના નામે બેઠક બોલાવી હતી. જેમાં કોર કમિટીની રચના કરવા ઉપરાંત આવનારા દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમોની વિચારણા તેમજ સરકાર સાથે કયા મુદ્દાએ વાતચીત કરવી તે નક્કી કરવાનું હતુ.