ભરૂચ તાલુકાના ટંકારીયા ગામે ગૌવંશના ગેરકયદેસર કતલખાના પર પાલેજ પોલીસે દરોડો પાડી 200 કીલોગ્રામ ગૌવંશ માંસ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પાલેજના મહિલા પોલીસ ઇન્સ્પેકટર શિલ્પા દેસાઈની આગેવાનીમાં રેડની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે.
વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાનાઓએ જીલ્લામાં ગૌ-વંશ તથા કતલ અંગેની રજુઆતો અન્વયે ગૌ- વંશની તસ્કરી તથા કતલની ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા પોલીસને સુચનાઓ આપી હતી.
એમ એમ ગાંગુલી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ ઇન્સપેક્ટર શિલ્પા દેસાઈ પાલેજ પો.સ્ટેની ટીમને લીડ કરી ગૌ-વશ તથા ગેરકાયદેસર કતલની પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા અને કેસો શોધી કાઢવાના પ્રયત્નો દરમિયાન મોટી સફળતા હાંસલ કરી છે.
પાલેજ પોલીસની ટીમ પેટ્રોલીગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે “ ટંકારીયા ગામે બાબરીયા કોલોનીમાં રહેતો અલ્તાફ યુનુસ બાબરીયાના બંધ બંગલાની પાછળનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં જંગલી બાવળોની ઝાળીની ઓથમાં ગૌ- વંશ પશુનું કતલ કરવામાં આવી રહ્યું છે ” પાલેજ પોલીસ દ્વારા તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી બે આરોપીઓને માંસ સાથે ઝડપી પાડી અને સ્થળ પર વેટરનરી ડૉકટરને બોલાવી પ્રાથમિક અભિપ્રાય મેળવતા ગૌ વંશ હોવાનું જણાતા આશરે ૨૦૦ કિલો જેટલું ગૌ વંશનું માસ ઝડપી પાડવામાં આવ્યું હતું.
પોલીસની રેડ દરમિયાન ફરાર એક વોન્ટેડ આરોપીને તપાસ દરમ્યાન પકડી પાડી આરોપીઓ પાસેથી માસ કાપવાના સાધનો કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી ઇન્ડીયન પીનલ કોડ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 તેમજ પશુ ઘાતકીપણા અધિનિયમની સંલગ્ન કલમો ગુનો રજીસ્ટર કરવામા આવેલ છે.આ ગુનાની બાકી મુદ્દાઓસરની વધુ તપાસ પાલેજ પોલીસ ઇન્સપેક્ટર જાતે ચલાવી રહેલ છે.ગુનામાં એક આરોપી ઈમરાન હક્કા ઉંમટા રહેવાસી- ટંકારીયા ગામ સુથાર સ્ટ્રીટ તા.જી.ભરૂચ ફરાર છે જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.