પશ્ચિમ રેલવે દ્વારા હાપા-મુંબઈ સેન્ટ્રલ, દુરંતો સ્પેશિયલ ટ્રેન 15 મે સુધી રદ કરવામાં આવી 

કોરોનાની પરિસ્થિતિ અને મુસાફરોની સંખ્યા ઘટતા રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીનગર કેપિટલ-ઈન્દૌર, ભાવનગર - બાંદ્રા અને વેરાવળ - બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોના ફેરા ઘટાડવામાં આવ્યા.

  • Darshal Raval
  • Published On - 20:21 PM, 26 Apr 2021
પશ્ચિમ રેલવે દ્વારા હાપા-મુંબઈ સેન્ટ્રલ, દુરંતો સ્પેશિયલ ટ્રેન 15 મે સુધી રદ કરવામાં આવી 
File Image

કોરોનાની પરિસ્થિતિ અને મુસાફરોની સંખ્યા ઘટતા રેલવે વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલ્વે દ્વારા ગાંધીનગર કેપિટલ-ઈન્દૌર, ભાવનગર – બાંદ્રા અને વેરાવળ – બાંદ્રા સ્પેશિયલ ટ્રેનોના ફેરા ઘટાડવામાં આવ્યા. હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો સ્પેશિયલ ટ્રેન 15 મે, 2021 સુધી રદ કરવામાં આવી છે. ટ્રેન નંબર 09231 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો સ્પેશિયલ જે પ્રતિદિન ચાલે છે, તે તારીખ 27 એપ્રિલથી 14 મે, 2021 સુધી રદ રહેશે. ટ્રેન નંબર 09232 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો સ્પેશિયલ તારીખ 28 એપ્રિલથી 15 મે, 2021 સુધી રદ રહેશે. ટ્રેન નંબર 02972 ભાવનગર- બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 28 એપ્રિલથી 14 મે 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર સોમવાર, બુધવાર અને શુક્રવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) ભાવનગરથી ચાલશે.

 

 

 

ટ્રેન નંબર 02971 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશિયલ તારીખ 01 મેથી 17 મે 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર મંગળવાર, ગુરુવાર અને શનિવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) બાંદ્રા ટર્મિનસથી ચાલશે. ટ્રેન નંબર 09218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ 30 એપ્રિલથી 16 મે 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર બુધવાર, શુક્રવાર અને રવિવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) વેરાવળથી ચાલશે. ટ્રેન નંબર 09217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ તારીખ 29 એપ્રિલથી 15 મે 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર મંગળવાર, ગુરુવાર અને શનિવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) બાંદ્રા ટર્મિનસથી ચાલશે.

 

 

 

ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ- ઈન્દૌર સ્પેશિયલ તારીખ 29 એપ્રિલથી 15 મે, 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર મંગળવાર, ગુરુવાર અને શનિવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) ગાંધીનગર કેપિટલથી ચાલશે. ટ્રેન નંબર 09310 ઈન્દૌર-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ તારીખ 28 એપ્રિલથી 14 મે 2021 સુધી પ્રતિદિન ચાલવાને સ્થાન પર સોમવાર, બુધવાર અને શુક્રવારે (સપ્તાહમાં ત્રણ દિવસ) ઈન્દૌર કેપિટલથી ચાલશે.

 

આ પણ વાંચો: GANDHINAGAR : કોર કમિટીમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય, રાજયના દરેક લોકો સુધી આયુર્વેદીક દવાઓનું કરાશે વિતરણ