AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lahore 1947માં હવે આમિર ખાન સાથે ધૂમ મચાવશે સની દેઓલ, ભારત-પાકિસ્તાન પર હશે સ્ટોરી

આમિર ખાન (Aamir Khan) અને સની દેઓલની (Sunny Deol) ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. બંને ફિલ્મ લાહોર 1947માં સાથે કામ કરશે. ઘણા સમયથી આ ફિલ્મની ચર્ચા ચાલી રહી હતી, જેની હવે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. રાજકુમાર સંતોષી આ ફિલ્મને ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ ફિલ્મમાં સની દેઓલ સાથે આમિર ખાન સ્ક્રીન શેર કરશે. પરંતુ હજુ સુધી આના વિશે કંઈ કહેવામાં આવ્યું નથી.

Lahore 1947માં હવે આમિર ખાન સાથે ધૂમ મચાવશે સની દેઓલ, ભારત-પાકિસ્તાન પર હશે સ્ટોરી
Aamir Khan - Sunny DeolImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2023 | 7:54 PM
Share

છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે બોલિવુડ એક્ટર આમિર ખાન (Aamir Khan) અને સની દેઓલ (Sunny Deol) એક ફિલ્મમાં સાથે કામ કરશે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મને ફેમસ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી ડાયરેક્ટ કરવાના છે. હવે આખરે આ ફિલ્મની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ ગયું છે. ‘આમીર ખાન પ્રોડક્શન’ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મનું ટાઈટલ ‘લાહોર 1947’ રાખવામાં આવ્યું છે.

પ્રોડક્શન દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં લખ્યું હતું કે “હું અને આમિર ખાન પ્રોડક્શનની આખી ટીમ સની દેઓલ સાથેની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરવા માટે ઉત્સાહિત અને ખુશ છીએ, જેના ડાયરેક્શન રાજકુમાર સંતોષી છે અને ફિલ્મનું ટાઈટલ લાહોર 1947 છે. વધુમાં કહેવામાં આવ્યું હતું કે, “ટેલેન્ટેડ એક્ટર સની દેઓલ અને મારા ફેવરેટ ડાયરેક્ટર રાજકુમાર સંતોષી સાથે કોલોબ્રેટ કરવાનો આનંદ છે.”

તમને જણાવી દઈએ કે ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે આ ફિલ્મમાં સની દેઓલ સાથે આમિર ખાન સ્ક્રીન શેર કરશે. પરંતુ હજુ સુધી આના વિશે કંઈ કહેવામાં આવ્યું નથી. જે પોસ્ટ સામે આવી છે તેના પરથી એવું લાગે છે કે આમિર જ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છે.

(PC: aamirkhanproductions instagram)

શું હોઈ શકે લાહોર 1947ની સ્ટોરી?

હવે આ ફિલ્મની સ્ટોરી શું હશે, તેના વિશે પ્રોડક્શન હાઉસ દ્વારા હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. પરંતુ ફિલ્મના ટાઈટલ પરથી લાગે છે કે ફિલ્મની વાર્તા ક્યાંકને ક્યાંક ભારત અને પાકિસ્તાન સાથે જોડાયેલી હશે.

આ પણ વાંચો: Paris Fashion Week 2023: ‘પેરિસ ફેશન વીક’માં શ્વેતા બચ્ચને ઐશ્વર્યા રાયથી રાખ્યું અંતર, ગુસ્સે થયા લોકો, જાણો શું કહ્યું

જો આપણે બંને એક્ટરની અગાઉ રિલીઝ થયેલી ફિલ્મો વિશે વાત કરીએ તો, આમિર છેલ્લે વર્ષ 2022 માં રિલીઝ થયેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. સની દેઓલ હાલમાં જ ગદર 2માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે 524 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરીને ધૂમ મચાવી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">