AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘તેમને મજા લેવા દો’… રોહિત શર્માએ સિરીઝ શરૂ થાય તે પહેલા જ બાંગ્લાદેશને ‘ધોઈ નાખ્યું’

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે અને આ શહેરમાં કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં બાંગ્લાદેશ પર નિશાન સાધ્યું. જાણો રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું.

'તેમને મજા લેવા દો'... રોહિત શર્માએ સિરીઝ શરૂ થાય તે પહેલા જ બાંગ્લાદેશને ‘ધોઈ નાખ્યું’
Rohit Sharma & Gautam Gambhir (Photo-PTI)
| Updated on: Sep 17, 2024 | 3:48 PM
Share

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી બે ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. આ સિરીઝ પહેલા પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઈશારા દ્વારા બાંગ્લાદેશ પર નિશાન સાધ્યું છે. હાલમાં જ બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ નિવેદન આપ્યું હતું કે તેની પાસે ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને હરાવવાની શક્તિ છે, હવે રોહિતે તેનો જવાબ આપ્યો છે. રોહિત શર્માએ ચેન્નાઈમાં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે દરેક ભારતને હરાવવા માંગે છે અને સિરીઝ પહેલા આવી વાતો કરે છે.

રોહિત શર્માએ કહી મોટી વાત

રોહિત શર્માએ કહ્યું, ‘તમામ ટીમોને ટીમ ઈન્ડિયાને હરાવવામાં આનંદ આવે છે. તેમને મજા કરવા દો. જ્યારે ઈંગ્લેન્ડ આવ્યો ત્યારે તેમણે પણ પ્રેસ કોન્ફરન્સમાં ઘણું કહ્યું. પરંતુ આપણું ધ્યાન તેમના પર નથી. અમે સારું ક્રિકેટ રમવાનો પ્રયાસ કરીએ છીએ. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 4-1થી હરાવ્યું હતું અને હવે રોહિત શર્મા બાંગ્લાદેશ સામે પણ મોટી જીત મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.’

ભારત ક્યારેય બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ હાર્યું નથી

રોહિત શર્માએ સ્પષ્ટ કહ્યું કે તે બાંગ્લાદેશ સામેની શ્રેણીને ઓસ્ટ્રેલિયા ટેસ્ટ શ્રેણીના રિહર્સલ તરીકે જોઈ રહ્યો નથી. રોહિતે કહ્યું કે તેના માટે દરેક શ્રેણી, દરેક મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આંકડા પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયા ક્યારેય બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ હારી નથી. ભારતે બાંગ્લાદેશને 13માંથી 11 ટેસ્ટમાં હરાવ્યું છે. જો કે, બાંગ્લાદેશનું મનોબળ ઉંચુ છે કારણ કે તેણે પાકિસ્તાનને તેના હોમગ્રાઉન્ડમાં હરાવ્યું છે. બાંગ્લાદેશે તાજેતરમાં જ પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું.

આ પણ વાંચો: IND vs BAN: રોહિત શર્માએ જણાવ્યું કે તેણે કેએલ રાહુલને ટીમમાં જગ્યા કેમ આપી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">