એક તરફ મિડલઇસ્ટના દેશોમાં યુદ્ધના બોમ્બ ફૂટી રહ્યા છે, તો બીજી તરફ એશિયાના દેશોમાં મોંઘવારીના બોમ્બ ફૂટી રહ્યા છે. અને આ મોંઘવારીનો બોમ્બની અસર હવે સામાન્ય પ્રજાના ખિસ્સા પર પડી રહી છે. વાત કરીએ પાકિસ્તાનની તો,, પાકિસ્તાની સરકારે અચાનક રાતોરાત પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકસાથે 55 રૂપિયાનો વધારો ઝીકી દીધો છે. એટલે કે હવે પાકિસ્તાનમાં પેટ્રોલનો નવો ભાવ પ્રતિ લીટર રૂપિયા 321.17 રૂપિયા થયો છે.. જ્યારે કે ડીઝલનો નવો ભાવ હવે પ્રતિ લિટર રૂ.355.86 થયો છે.આમ પેટ્રોલ અને ડીઝલમાં એક ઝાટકે 17 ટકાનો વધારો કરાયો છે. મહત્વનું છે કે શુક્રવારે સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાન પાસે 26 દિવસનું ઇંધણ બાકી છે. ઇંધણ બચાવવા માટે ઘરેથી કામ કરવા અને ઓનલાઈન વર્ગો શરૂ કરવાની પણ ચર્ચા થઈ રહી હતી. જોકે ચર્ચા વચ્ચે જ પાકિસ્તાની સરકારના આ પગલાથી પાકિસ્તાનમાં અફરાતફરી મચી ગઇ છે. અને પેટ્રોલ ભરાવવા લોકોએ પંપ પર લાંબી લાઇનો લગાવી હતી. ઉલ્લેખનીય છે કે પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી. પાકિસ્તાન સરકારે આ નિર્ણય પાછળ મિડલઇસ્ટ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વધી રહેલા તણાવનું કારણ આગળ ધર્યું હતું. તો પેટ્રોલની પડાપડી હવે મોતની પડાપડી સાબિત થઇ રહી છે. પાકિસ્તાનના લાહોરથી કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, જેમાં દાવો કરાઇ રહ્યો છેકે વધારાનું પેટ્રોલ ન આપતા યુવક ઉશ્કેરાયો અને કરી મારામારી.પેટ્રોલ માટેના હુમલાની આ ઘટનામાં એક વ્યક્તિના મોતનો પણ દાવો થઇ રહ્યો છે.આમ પેટ્રોલ હવે હત્યાનું કારણ બની રહી છે.