હવે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાની સામે પડ્યુ ફ્રાન્સ, રાષ્ટ્રપતિ મેક્રોને ટ્રમ્પને ચેતવણીના સૂરમાં કહ્યુ હુમલા અંગે વિચારશો પણ નહીં- વાંચો
હવે ડેનમાર્ક બાદ હવે ફ્રાંસે પણ અમેરિકાની સામે પડ્યુ છે અને ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાતનો સખત વિરોધ દર્શાવ્યો છે. ફ્રાંસે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને ચેતવણી આપતા કહ્યુ છે કે ગ્રીનલેન્ડ પર સૈન્ય કાર્યવાહી કરવાનું વિચારશો પણ નહીં. જો આવુ કરશો તો ભયાનક પરિણામ આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર કબજો કરવાની વાતનો ફ્રાંસે વિરોધ કર્યો છે. ફ્રાંસ સરકારે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનને ગ્રીનલેન્ડમાં આ પ્રકારની કોઈ જ હરકત ન કરવાની સ્પષ્ટ ચેતવણી આપા રહ્યુ છે કે ગ્રીનલેન્ડ પર સૈન્ય કાર્યવાહીનો મતલબ જ લિમિટ ક્રોસ કરવાનો છે. તેનાથી મોટો ફેરફાર આવશે અને સંપૂર્ણ રીતે નવી દુનિયા બનશે. ફ્રાંસ દ્વારા આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે ટ્રમ્પ પ્રશાસન ગ્રીનલેન્ડ પર કબજે કરવાની વાત કરી રહ્યુ છે. અમેરિકાએ ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સ સાથેની એક મુલાકાતમાં, ફ્રાન્સના નાણામંત્રી રોલેન્ડ લેસ્ક્યુરે કહ્યું કે તેમણે ગ્રીનલેન્ડ મુદ્દે યુએસ નાણામંત્રી સ્કોટ બેસન્ટ સાથે વાત કરી હતી. તેમણે બેસન્ટને સ્પષ્ટ કહ્યું છે કે ગ્રીનલેન્ડ કબજો કરવાના પ્રયાસનો તેમનો દેશ વિરોધ કરે છે. તે અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના આર્થિક સંબંધોને જોખમમાં મૂકશે.
ગ્રીનલેન્ડ સાથે છેડછાડ યોગ્ય નથી: ફ્રાન્સ
લેસ્ક્યુરે કહ્યું, “ગ્રીનલેન્ડ એક સાર્વભૌમ દેશનો સાર્વભૌમ ભાગ છે જે યુરોપિયન યુનિયન(EU) ની અંદર આવે છે. તેની સાથે છેડછાડ ન કરવી જોઈએ. ગ્રીનલેન્ડ પર અમેરિકી હુમલાથી સંપૂર્ણપણે નવી દુનિયાનું નિર્માણ કરશે. ગ્રીનલેન્ડ પ્રત્યે ટ્રમ્પ વહીવટીતંત્રનો અભિગમ સ્પષ્ટપણે વિરોધાભાસ દર્શાવે છે, તે ક્યારેક સહયોગી તરીકે વ્યવહાર કરે છે તો અને ક્યારેક અણધાર્યા પ્રતિસ્પર્ધી તરીકે વર્તે છે”.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને પણ આ મુદ્દે પર કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પની ધમકીઓને ધ્યાનમાં રાખીને, મેક્રોને જણાવ્યું હતું કે ફ્રાંસ અને યુરોપિયન લોકોની સુરક્ષા અને પ્રાદેશિક સાર્વભૌમત્વના સન્માન સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ફ્રાન્સે, નાટોના સહયોગી દેશો ડેનમાર્ક, જર્મની, સ્વીડન અને નોર્વે સાથે મળીને ગ્રીનલેન્ડમાં સૈનિકો અને સૈન્ય સંપત્તિને તૈનાત કરી છે.
અમેરિકા સાથે તણાવ ચાલુ છે: મેટે
ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિકસેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડને લઈને અમેરિકા સાથે મતભેદો ચાલી રહ્યા છે. તેમણે સમજાવ્યું હતું કે વોશિંગ્ટનમાં તાજેતરની વાટાઘાટો નિષ્ફળ રહી છે. ગ્રીનલેન્ડને પોતાના તાબા હેઠળ લેવાની અમેરિકાની મહત્વાકાંક્ષા ડેનમાર્કના મજબૂત વિરોધ છતાં યથાવત્ છે.
બુધવારે વોશિંગ્ટનમાં મળેલી એક બેઠક બાદ, ફ્રેડરિકસેને ગુરુવારે કહ્યું હતું કે આ મુદ્દા પર કાર્યકારી ગૃપ બનાવવામાં આવશે. તેમણે કહ્યુ કે અમારી વાતચીત ચાલી રહી છે પરંતુ તેનાથી તથ્ય નથી બદલાતુ કે તેમની અસહમતી યથાવત છે. ગ્રીનલેન્ડ પર કબજો કરવાની અમેરિકાની મહત્વાકાંક્ષાને કારણે આ મામલો હાલ વધુ સિરિયસ બની રહ્યો છે.
“ગ્રીનલેન્ડ પર ધમકી આપવાનું બંધ કરે ટ્રમ્પ”- મેટે ફ્રેડરિક્સન
ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સને અગાઉ જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ટિપ્પણી પર આપત્તિ દર્શાવી ચુક્યા છે. મેટેએ કહ્યુ કે ટ્રમ્પને આવુ કહેવાનો કોઈ હક્ક નથી કે ગ્રીનલેન્ડને અમેરિકાનો હિસ્સો બનાવી લઈશુ. આ પ્રકારની ટિપ્પણી એક સહયોગી દેશ અને તેમના લોકો માટે ન માત્ર અસ્વીકાર્ય છે પરંતુ અપમાનજનક પણ છે. ટ્રમ્પે હાલમાં જ ગ્રીનલેન્ડની વ્યુહાત્મક મહત્વને અમેરિકાની સુરક્ષા જરૂરિયાત સાથે જોડીને તેના પર કબજો કરવાની વાત કહી હતી. જેના પર ડેનમાર્કના પીએમએ આકરી પ્રતિક્રિયા આપી છે.
ડેનમાર્કની પીએમ મેટે ફ્રેડરિક્સને ત્યાં સુધી કહ્યુ કે “અમેરિકાના ગ્રીનલેન્ડ પર કબજાની જરૂરિયાત વિશે વાત કરવાનો કોઈ મતલબ નથી. તેમને ડેનિશ કિંગડમના ત્રણ દેશમાંથી કોઈપણ દેશ પર કબજો કરવાનો અધિકાર નથી. એવામાં ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નિયંત્રણ લાવવાની ધમકી આપવાનું બંધ કરવુ જોઈએ”
અમરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ગ્રીનલેન્ડને પોતાના નિયંત્રણ લેવા માટે ત્યાંના લોકોને કેશ દેવાની યોજના બનાવી છે. ટ્રમ્પ પ્રશાસન ગ્રીનલેન્ડના લોકોને એક મોટી રકમ આપશે જેથી ડેનમાર્કથી અલગ થઈને અમેરિકાની સાથે આવવા માટે તેમને મનાવી શકાય. ટ્રમ્પે કહ્યુ હતુ કે વ્યુહાત્મક કારણોથી અમેરિકા ગ્રીનલેન્ડ પર કબજો ઈચ્છે છે. બીજી તરપ ગ્રીનલેન્ડે ટ્રમ્પના નિવેદનો પર આકરો વિરોધ વ્યક્ત કર્યો છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સનો દાવો છે કે યુએસ અધિકારીઓ ગ્રીનલેન્ડના દરેક રહેવાસીને $10,000 થી $1 લાખ ડોલર સુધી આપવાના પ્લાન પર કામ કરી રહ્યા છે. આનાથી યુએસને આશરે $6 અબજ ડૉલર ખર્ચ થઈ શકે છે. જોકે, આ યોજના વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ગ્રીનલેન્ડ પર અમેરિકાનો ડોળો
યુએસએ ગ્રીનલેન્ડ ખરીદવાની ચર્ચા પહેલીવાર કરી નથી. વ્હાઇટ હાઉસે અગાઉ ગ્રીનલેન્ડ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. બીજી બાજુ, ડેનમાર્ક અને ગ્રીનલેન્ડની સરકારોએ વારંવાર કહ્યું છે કે આ ટાપુ વેચાણ માટે નથી. ગ્રીનલેન્ડ હાલમાં ડેનમાર્કનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે (જેના પર ડેનમાર્ક વિદેશ નીતિ અને સૈન્ય કાર્યવાહીનું નિયંત્રણ કરે છે). કુદરતી સંસાધનોથી સમૃદ્ધ આ પ્રદેશમાં આશરે 57,000 લોકોની વસ્તી છે.
ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ ફ્રેડરિક નીલ્સને તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનની ટીકા કરી હતી. નીલ્સને સ્પષ્ટપણે કહ્યું હતું કે આવી વિચારસરણી હવે અર્થહીન છે. યુરોપિયન નેતાઓએ પણ ટ્રમ્પની ઇચ્છા અંગે ચિંતા વ્યક્ત કરી છે. ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન અને ડેનમાર્કે આ બાબતે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.
નાટો તોડવાની ધમકી
ડેનમાર્ક અને યુનાઇટેડ સ્ટેટ્સ બંને નાટોના સભ્યો છે. ડેનિશ વડાપ્રધાને તો ત્યાં સુધી કહ્યું છે કે ગ્રીનલેન્ડ પર યુએસ હુમલો થવાનો અર્થ નાટો બ્લોકનો અંત આવશે. તેમણે કહ્યું હતું કે ગ્રીનલેન્ડના ભવિષ્ય વિશેનો નિર્ણય ફક્ત ગ્રીનલેન્ડ અને ડેનમાર્કનો છે અને અમેરિકન દખલગીરી સહન કરવામાં આવશે નહીં.
ગયા વર્ષે રાષ્ટ્રપતિ બન્યા પછી, ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર કહી ચૂક્યા છે કે ગ્રીનલેન્ડ રશિયા અને ચીન જેવા હરીફ દેશો સામે રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. ટ્રમ્પ કહે છે કે યુનાઇટેડ સ્ટેટ્સને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી ગ્રીનલેન્ડની જરૂર છે. તેમણે સૈન્ય કાર્યવાહીની પણ વાત કરી હતી.
