AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 એપ્રિલથી નહીં, આજથી જ યુવા સાથીયોના ખાતામાં આવશે પૈસા, ચૂંટણી પહેલા મમતા બેનર્જી નું એલાન

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની ઘોષણા પહેલા મમતા બેનર્જીએ મોટું એલાન કર્યું. મમતા બેનર્જીએ આજેથી બે યોજનાઓને શરૂ કરી દીધી છે. મમતા બેનર્જીએ કહ્યું કે કેન્દ્ર સરકાર બંગાળને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. કારણ કે અમારું રાજ્ય સ્કીમ આપવામાં નંબર 1 છે.

1 એપ્રિલથી નહીં, આજથી જ યુવા સાથીયોના ખાતામાં આવશે પૈસા, ચૂંટણી પહેલા મમતા બેનર્જી નું એલાન
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2026 | 4:51 PM
Share

ચૂંટણી પહેલા મમતાની મોટી જાહેરાત

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની ઘોષણા પહેલા મમતા બેનર્જીએ મોટું એલાન કર્યું. મમતા બેનર્જીએ આજેથી બે યોજનાઓને શરૂ કરી દીધી છે. હકીકતમાં, મમતા બેનર્જીએ તેમના રાજ્યના બજેટમાં આ બે યોજનાઓની જાણકારી આપતા કહ્યું હતું કે તેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે. પણ મમતા બેનર્જીએ આ બંને યોજનાઓને 7 માર્ચ એટલે આજથી જ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ સમય દરમિયાન મુખ્યમંત્રી બેનર્જીએ કહ્યું કે અમે બજેટમાં બે યોજનાઓની ઘોષણા કરી છે. તેમનું કેહવું છે કે કેન્દ્ર સરકાર બંગાળને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. કારણ કે અમારું રાજ્ય સ્કીમ આપવામાં નંબર 1 છે. પરંતુ કેન્દ્ર આવું કરવા નથી માંગતી. સરકાર તેમને હેરાન કરવા માટે શક્ય એટલું બધુ કરી રહી છે. એજન્સીઓનો પણ સહારો લઈ રહી છે.

મમતા બેનર્જી નો વિરોધ સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો

આ તમામ ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વિરોધ શનિવારે સતત બીજા દિવસે પણ ચાલુ રહ્યો. મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમા સ્પેશિયલ ઇંટેસિવ રિવિઝન (SIR)માં વોટર લિસ્ટમાંથી નામ હટાવાના વિરોધમાં , 6 માર્ચે બપોરે 2 વાગ્યાથી કોલકાતા એસ્પ્લેનેડ મેટ્રો ચેનલ પાસે વિરોધ શરૂ કર્યો. તેઓ આખીરાત વિરોધ સ્થળ પર જ રહ્યા. શનિવારે વિરોધ પ્રદર્શનમાં સમર્થકોને સંબોધિત કરતી વખતે, સીએમ મમતાએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે SIRની વોટર લિસ્ટમાંથી વૉટર્સના નામ હટાવીને તેઓ બંગાળને વહેચવાનો ઇરાદો કરી રહ્યા છે. આ વચ્ચે તેઓએ તેમની બે યોજનાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો. સીએમ મમતાએ કહ્યું કે અમે બજેટમાં બે યોજનાઓની ઘોષણા કરી હતી. એક ‘બંગાલર યુવા સાથી’ અને બીજી ‘ભૂમિહીન ખેત મજદૂર’. બંને યોજનાઓ એપ્રિલમાં શરૂ થવાની હતી, પરંતુ અમે આજે જ તેમને શરૂ કરવાનું નક્કી કર્યું.

LPGના ભાવને લઈને સરકારનો વિરોધ

આ સમય દરમિયાન મમતા બેનર્જીએ LPGના ભાવને લઈને સરકારનો વિરોધ કર્યો. તેઓએ કહ્યું કે હવે તમારે 21 દિવસ પહેલા ગેસ બૂક કરવો પડશે, જો તમારા ઘરમાં LPG ખતમ થઈ જાય તો 21 દિવશ શું કરવાનું? તમે શું ખાશો? તમે ઘરે જમવાનું મગાવશો? કેરોસીનના ક્વોટા પણ ઘટાડવામાં આવ્યો છે. તમે દરરોજ વસ્તુઓનો ભાવ વધારી રહ્યા છો. શું તમે આના માટે વોટ રદ કરવા માંગો છો? બંગાળને તોડવા માટે? બીજા કદાચ તમારાથી ડરતા હોય, પરંતુ અમે નહિ. અમે તમારું સાચું રૂપ બહાર લાવીશું.

જેના 2 કે તેથી વધારે બાળકો હશે તેના ખાતામાં આવશે 25 હજાર ! કયા રાજ્યની સરકારે કર્યું આ એલાન? વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">