AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: PNB ના ગ્રાહકો માટે મોટા સમાચાર… હવે ATM માંથી રોજના માત્ર આટલા જ રૂપિયા ઉપાડી શકાશે

પંજાબ નેશનલ બેંક (PNB) ના કરોડો ગ્રાહકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. બેંકે તેના ડેબિટ કાર્ડ પરથી ATM દ્વારા રોકડ ઉપાડવાની દૈનિક મર્યાદામાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

Breaking News: PNB ના ગ્રાહકો માટે મોટા સમાચાર... હવે ATM માંથી રોજના માત્ર આટલા જ રૂપિયા ઉપાડી શકાશે
| Updated on: Mar 07, 2026 | 2:55 PM
Share

પંજાબ નેશનલ બેંકે (PNB) પોતાના ડેબિટ કાર્ડ પર ATM માંથી રોકડ ઉપાડવાની મર્યાદા (Limit) ઘટાડવાનો નિર્ણય લીધો છે. બેંકના જણાવ્યા અનુસાર, નવા નિયમો 1 એપ્રિલ 2026 થી લાગુ થશે. આ ફેરફારની અસર માત્ર કેટલાક ખાસ ડેબિટ કાર્ડ વેરિઅન્ટ પર જ પડશે, જ્યારે બાકીના કાર્ડ્સની મર્યાદા પહેલા જેવી જ રહેશે.

મર્યાદા ઘટાડી દેવામાં આવી

બેંકે જણાવ્યું છે કે, આ નિર્ણય ગ્રાહકોની સુરક્ષા વધારવા, જોખમ ઘટાડવા અને ડિજિટલ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે. આ હેઠળ કેટલાક કાર્ડ્સ પર દરરોજ રોકડ ઉપાડવાની મર્યાદા 50 ટકા સુધી ઘટાડી દેવામાં આવી છે.

PNB એ ઘણા ડેબિટ કાર્ડ્સ પર ATM માંથી દૈનિક રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને 50,000 રૂપિયા કરી દીધી છે, જેમાં નીચે દર્શાવેલ કાર્ડ્સનો સમાવેશ થાય છે:

  1. રુપે NCMC પ્લેટિનમ ડોમેસ્ટિક ડેબિટ કાર્ડ
  2. રુપે NCMC પ્લેટિનમ ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ
  3. રુપે વુમન પાવર પ્લેટિનમ ડેબિટ કાર્ડ
  4. રુપે PNB પલાશ ડેબિટ કાર્ડ (રિસાયકલ કરેલ PVC ડેબિટ કાર્ડ)
  5. રુપે બિઝનેસ પ્લેટિનમ NCMC ડેબિટ કાર્ડ
  6. માસ્ટરકાર્ડ પ્લેટિનમ ડેબિટ કાર્ડ
  7. વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડ
  8. PNB માસ્ટરકાર્ડ પ્લેટિનમ રાઇઝ

અગાઉ મર્યાદા કેટલા રૂપિયાની હતી?

કેટલાક પ્રીમિયમ ડેબિટ કાર્ડ્સ પર પણ રોકડ ઉપાડની મર્યાદા ઘટાડવામાં આવી છે. રુપે સિલેક્ટ ડેબિટ કાર્ડ, PNB રુપે સિલેક્ટ નિઓ ડેબિટ કાર્ડ, PNB રુપે સિલેક્ટ એક્સેલ ડેબિટ કાર્ડ, વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ, માસ્ટરકાર્ડ બિઝનેસ ડેબિટ કાર્ડ પર હવે દરરોજ મહત્તમ 75,000 રૂપિયા જ ઉપાડી શકાશે. અગાઉ આ કાર્ડ્સ પર મર્યાદા 1.5 લાખ રૂપિયા હતી.

PNB એ સ્પષ્ટ કર્યું છે કે, જે ડેબિટ કાર્ડ્સના નામ આ યાદીમાં નથી, તેમના ATM માંથી રોકડ ઉપાડવાની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટૂંકમાં, બાકીના કાર્ડ્સ પર પહેલાની જેમ જ લિમિટ લાગુ રહેશે.

ઉપાડની લિમિટ રિસેટ કરી શકાય છે

PNB ના ગ્રાહકો ઈચ્છે તો નક્કી કરેલી મર્યાદાની અંદર ATM કેશ ઉપાડની લિમિટ જાતે પણ સેટ અથવા રિસેટ કરી શકે છે. આ માટે ઇન્ટરનેટ બેંકિંગ, PNBOne મોબાઈલ એપ, IVR સેવા અથવા વોટ્સએપ બેંકિંગનો ઉપયોગ કરી શકાય છે.

બેંકે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ATM માંથી રોકડ ઉપાડની મર્યાદામાં ફેરફારની અસર POS (પોઈન્ટ ઓફ સેલ), ઈ-કોમર્સ અથવા કોન્ટેક્ટલેસ પેમેન્ટની મર્યાદા પર પડશે નહીં. આ માધ્યમો દ્વારા થતા વ્યવહારોની મર્યાદા પહેલા જેવી જ રહેશે.

ગ્રાહકો ઇન્ટરનેટ બેંકિંગમાં લોગિન કરીને ‘Value Added Services’ સેક્શનમાં જઈને ‘Debit Card Personalisation’ વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યારબાદ કાર્ડની વિગતો દાખલ કરીને નવી મર્યાદા સેટ કરી શકાય છે. OTP વેરિફિકેશન પછી નવી મર્યાદા લાગુ થઈ જશે.

Breaking News Iran Israel War : યુદ્ધના માહોલ વચ્ચે ભારતમાં LPG ગેસના ભાવમાં વધારો, દેશભરના લાખો પરિવારો પર અસર

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">