AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, 2 હજારની ટિકિટ 11 હજારમાં વેચતો યુવક ઝડપાયો

T20 વર્લ્ડ કપ ભારત Vs ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચની ટિકિટને કાળાબજારી સામે આવી છે. મળતી માહિતી મુજબ બ્લેકમાં ટિકિટ વેચાઈ રહી હતી જે અંગે જાણ થતા તે ઈસમની ધરપકડ કરવામાં આવી છે. અહીં એક યુવક ઓનલાઇન ટિકિટ ખરીદીને સ્ટેડિયમ બહાર વધારે રુપિયા લઈ વેચાણ કરતો હતો.

T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, 2 હજારની ટિકિટ 11 હજારમાં વેચતો યુવક ઝડપાયો
t20 world cup final 2026
| Updated on: Mar 07, 2026 | 2:07 PM
Share

આવતીકાલે 8 માર્ચને રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડની T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાવાની છે. જેને લઈને દેશભરમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશના અલગ અલગ રાજ્યમાંથી લોકો મેચ જોવા માટે અમદાવાદ પહોંચી રહ્યા છે. ત્યારે હવે આ મેચ જોવાની લોકોની આતુરતા વચ્ચે સ્ટેડિયમની બહાર બ્લેકમાં ટિકિટ વેચાતી હોવાનું સામે આવી રહ્યું છે.

ફાઈનલ મેચની ટિકિટને લઈને કાળાબજારી

T20 વર્લ્ડ કપ ભારત Vs ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચની ટિકિટને કાળાબજારી સામે આવી છે. મળતી માહિતી મુજબ બ્લેકમાં ટિકિટ વેચાઈ રહી હતી જે અંગે જાણ થતા તે ઈસમની ધરપકડ કરવામાં આવી છે. અહીં એક યુવક ઓનલાઇન ટિકિટ ખરીદીને સ્ટેડિયમ બહાર વધારે રુપિયા લઈ વેચાણ કરતો હતો.

અમદાવાદમાં આવતીકાલે રમાવા જઈ રહેલી મેચને લઈને ઘણા સમાચાર સામે આવી રહ્યા છે કે લોકો સ્ટેડિયમની બહાર ટિકિલ લેવા માટે પડાપડી કરી તો બીજી તરફ સ્ટેડિયમની બહાર આજથી જ જમાવડો કરીને બેઠા છે. ત્યારે લોકોના મેચ પ્રત્યેના ઉત્સાહને લઈને બ્લેકમાં હોય કે ગમે તે રીતે પણ તે મેચ જોવા માટે કોઈ પણ કિંમતે ટિકિટ લેવા માટે તૈયાર થઈ જતા હોય છે. ત્યારે આ જ વાતનો ફાયદો ઉઠાવીને અહીં ટિકિટની કાળાબજારી થઈ રહી હતી.

2 હજારની ટિકિટ 11 હજારમાં વેચી રહ્યો હતો

મળતી માહિતી મુજબ એક યુવકે ઓનલાઈન 2 હજારની ટિકિટ ખરીદી હતી જે સ્ટેડિયમની બહાર તે જ ટિકિટને 11 હજારમાં વેચતો જણાયો હતો. LCB ઝોન-2 પોલીસે તે યુવકની ધરપકડ કરીને હાલ તપાસ હાથ ધરી છે.

ગુપ્ત વોચ રાખતા LCBના હાથે ઝડપાયો યુવક

સમગ્ર મામલાને લઈને LCB પોલીસને બાતમી મળી હતી. જે બાદ ટીમે ગુપ્ત વોચ રાખીને પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન એક યુવક સ્ટેડિયમ પાસે ઓનલાઈન બુક કરેલી તેની ટિકિટને અત્યંત ઉંચા ભાવે વેચી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પગલા લીધા અને તે યુવકને રંગેહાથે ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

Breaking News : કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની, લોકોમાં ભારે કૂતુહલ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">