AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : શું સેલિબ્રિટીઓએ પણ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટિકિટ ખરીદવી પડે છે?

ક્રિકેટ મેચ દરમિયાન તમે જોયું હશે કે, અનેક સેલિબ્રિટી મેચ જોવા માટે સ્ટેડિયમમાં બેઠા હોય છે. ત્યારે તમારા મનમાં એક વિચાર આવે કે,શું સેલિબ્રિટીઓને પણ મેચ જોવાની ટિકિટ ખરદવી પડે છે. ચાલો આ વિશે વિસ્તારથી જાણીએ.

T20 World Cup 2026 : શું સેલિબ્રિટીઓએ પણ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટિકિટ ખરીદવી પડે છે?
| Updated on: Mar 06, 2026 | 4:42 PM
Share

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલમાં તમે અનેક સેલિબ્રિટીઓને સ્ટેડિયમમાં મેચ જોતા જોયા હશે. જેમાં અનિલ કપુરથી લઈ, વરુણ ધવન, આલિયા ભટ્ટ, રણબીર કપુર જેવા સ્ટાર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે લોકોના મનમાં એક સવાલ થાય છે કે,શું સેલિબ્રિટીને પણ ટિકિટ ખરીદવી પડે છે.T20 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ ક્રિકેટ ચાહકો માટે રોમાંચક બનવાની છે. સેમિફાઇનલમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

કઈ રીતે મળે છે ટિકિટ?

સેલિબ્રિટિ હંમેશા મોટી મોટી મેચ જોવા માટે પહોંચે છે. મેચ જોવી તેના માટે માત્ર શોખ નથી હોતો પરંતુ ઓર્ગેનાઈઝેશન માટે એક માર્કેટિંગ ટુલ પણ હોય છે. આ કારણે મોટાભાગના સેલિબ્રિટિને મેચ જોવા માટે ટિકિટ ખરીદવી પડતી નથી. તેને ઈન્વાઈટ કરવામાં આવે છે.

ઈન્વાઈટ કોણ કરે છે?

સ્પોન્સર કે ક્રિકેટ બોર્ડ સેલિબ્રિટીને ઈન્વાઈટ કરે છે. ઈન્વાઈટેડ સેલિબ્રિટિ હંમેશા પ્રેસિડન્ટ બોક્સ કે પછી કોર્પોરેટ બોકસમાં બેઠા હોય છે. જ્યાં ખાવા-પીવાથી લઈ પ્રાઈવેસીનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે

જો કોઈ અભિનેતા કોઈ બ્રાન્ડની જાહેરાત કરી રહ્યું છે અને તે બ્રાન્ડ મેચનું સ્પોન્સર કરી રહ્યું છે. તો સેલિબ્રિટિને મેચમાં તેની બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરવું પડે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો. ભારત અને ઈંગ્લેન્ડ ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં રણબીર કપુર, રાહા અને આલિયાએ સ્પોન્સર્ડ ટી -શર્ટ પહેરી હતી.

સેલિબ્રિટિ કેવી રીતે ટિકિટ બુક કરે છે

જો કોઈ સ્ટારને મેચ જોવા જવી છે અને તેને આમંત્રણ મળતું નથી. તો ખુદ ટિકિટ બુક કરતા નથી. તેના મેનેજર સીધા ક્રિકેટ બોર્ડના અધિકારીઓ સાથે વાત કરે છે, સેલિબ્રિટિ ટિકિટ ખરીદતા નથી. બીસીસીઆઈ તેને ઈન્વાઈટ કરે છે, પબ્લિક અટેન્શન માટે તેમજ બ્રાન્ડ સેલિબ્રિટિને મેચમાં ઈન્વાઈટ કરી કરોડો ચાહકોનું ધ્યાન પોતાને તરફ ખેંચે છે. તેમજ પોતાની બ્રાન્ડને પ્રમોટ કરે છે.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">