Breaking News : પૂર્વ મંત્રી અને આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન, જાણો શું હતું કારણ, જુઓ Video
આણંદ જિલ્લાના ઉમરેઠના બે ટર્મના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થયું છે. આણંદમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને આણંદમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ આણંદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ગોવિંદ પરમાર સતત બે ટર્મથી ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા હતા.
ગોવિંદ પરમારે સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી ઉમરેઠ બેઠક પરથી ધારાસભ્ય તરીકે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપે તેમના પર ફરી વિશ્વાસ મૂક્યો હતો. આ વિશ્વાસને સાર્થક કરતા ગોવિંદ પરમારે ઉમરેઠ બેઠક પરથી 95,639 મતોની સરસાઈથી ભવ્ય જીત નોંધાવી હતી.
સામાન્ય પરિવારમાં જન્મેલા ગોવિંદ પરમાર જમીન સાથે જોડાયેલા નેતા તરીકે જાણીતા હતા. તેમણે ધોરણ 7 સુધી અભ્યાસ કર્યા બાદ લોકસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. વર્ષ 1943માં જન્મેલા ગોવિંદ પરમાર લોકસેવા અને જનસમસ્યાઓના નિરાકરણ માટે સતત કાર્યરત રહ્યા હતા.
તેમના નિધનના સમાચાર મળતા જ આણંદ, ઉમરેઠ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના કાર્યકરો અને તેમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘણા રાજકીય નેતાઓ અને કાર્યકરોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમની સેવાઓને યાદ કરી છે.
અમદાવાદને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરાવવા ઔડાનો માસ્ટર પ્લાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
