AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મુંબઈ-પુનાથી સુરત, ભરૂચ, વડોદરા થઈને અમદાવાદ આવવા-જવા પશ્ચિમ રેલવે 4 સુપર સ્પેશિયલ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ, અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તથા અમદાવાદ–પુણે વચ્ચે ચાર સુપર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે.

Breaking News : મુંબઈ-પુનાથી સુરત, ભરૂચ, વડોદરા થઈને અમદાવાદ આવવા-જવા પશ્ચિમ રેલવે 4 સુપર સ્પેશિયલ ટ્રેન દોડાવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2026 | 8:31 PM
Share

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા મુસાફરીની માંગને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ, અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તથા અમદાવાદ–પુણે વચ્ચે વિશેષ ભાડે ચાર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નં. 09029 / 09030 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નં. 09029 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ સ્પેશિયલ રવિવાર, 08 માર્ચ 2026ના રોજ 00:05 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરી એ જ દિવસે 08:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 09030 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 03:20 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 11:35 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, એસી 2-ટિયર અને એસી 3-ટિયર ના કોચ હશે.

ટ્રેન નં. 09044/09043 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ એસી સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નં. 09044 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 03:50 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 12:15 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 09043 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 14:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી પ્રસ્થાન કરી એ જ દિવસે 22:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ભરૂચ, સુરત, વાપી, અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર ના કોચ હશે.

ટ્રેન નં. 01154/01153 અમદાવાદ – છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સુપરફાસ્ટ એસી સ્પેશિયલ

ટ્રેન નં. 01154 અમદાવાદ–છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 04:00 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 12:55 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 01153 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ–અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 07 માર્ચ 2026ના રોજ 22:05 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી પ્રસ્થાન કરી બીજા દિવસે 06:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વસઈ રોડ, ઠાણે અને દાદર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટિયર (ઇકોનોમી) કોચ હશે.

ટ્રેન નં. 01418/01417 અમદાવાદ–પુણે સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નં. 01418 અમદાવાદ–પુણે સ્પેશિયલ સોમવાર, 09 માર્ચ 2026ના રોજ 02:00 વાગ્યે અમદાવાદથી પ્રસ્થાન કરી એ જ દિવસે 12:10 વાગ્યે પુણે પહોંચશે. તે જ રીતે ટ્રેન નં. 01417 પુણે–અમદાવાદ સ્પેશિયલ શનિવાર, 07 માર્ચ 2026ના રોજ 17:30 વાગ્યે પુણેમાંથી પ્રસ્થાન કરી બીજા દિવસે 05:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં વડોદરા, સુરત, વસઈ રોડ, કલ્યાણ અને લોનાવલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર ક્લાસ તથા જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નં. 09029, 09030, 09043, 09044, 01154 અને 01418 માટેની બુકિંગ 07.03.2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તથા આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે . ટ્રેનોના સ્ટોપેજ, સમય અને કોચની ગોઠવણીની વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.

Ahmedabad Development : અમદાવાદને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરાવવા ઔડાનો માસ્ટર પ્લાન, જાણો ક્યાં બનશે અન્ડરપાસ, ક્યાં બનશે ઓવરબ્રિજ, ક્યાં થશે 6 લેન ?

અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
મોડી રાતે ગુજરાતમાં મોટા પાયે 37 IPSની બદલી
g clip-path="url(#clip0_868_265)">