મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ભારત માં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી મુજબ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ₹60નો વધારો કરવામાં આવ્યો છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે ભારત માં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો નોંધાયો છે. મળતી માહિતી મુજબ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં ₹60નો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ ગેસ ઉપરાંત કોમર્શિયલ ઉપયોગ માટે આવતા 19 કિલોના LPG સિલિન્ડરના દરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર આ સિલિન્ડરની કિંમતમાં લગભગ ₹115નો વધારો થયો છે. નવા દરો મુજબ હવે દિલ્હી માં 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ લગભગ ₹1883 સુધી પહોંચ્યો છે, જ્યારે મુંબઈમાં તેની કિંમત આશરે ₹1835 થઈ ગઈ છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારત સરકાર પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. મળતી માહિતી અનુસાર શુક્રવારે સરકારે દેશની તમામ LPG રિફાઇનરીઓને ઉત્પાદન વધારવા માટે સૂચના આપી હતી. આ સૂચનામાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની બંને પ્રકારની રિફાઇનરીઓનો સમાવેશ થાય છે, જેથી દેશમાં ગેસની ઉપલબ્ધતા પર કોઈ અસર ન પડે. આ મુદ્દે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે મધ્ય પૂર્વમાં અસ્થિરતા હોવા છતાં ભારતને ઊર્જા પુરવઠાની કોઈ મોટી અછતનો સામનો કરવો પડી રહ્યો નથી. તેમણે કાચા તેલની સપ્લાયમાં સંભવિત અવરોધ અંગે ઉઠી રહેલી ચિંતાઓ પર જવાબ આપતા જણાવ્યું હતું કે દેશમાં જરૂરી ઊર્જા સંસાધનો ઉપલબ્ધ છે.