T20 વર્લ્ડ કપ ટીમ
T20 વર્લ્ડકપ 2024ની શરુઆત 2 જૂનથી શરુ થઈ રહી છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ન્યુયોર્કમાં રમાશે. આ વખતે ટી20 વર્લ્ડકપમાં પહેલી વખત કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે. ટી20 વર્લ્ડકપનું પહેલી વખત અમેરિકામાં આયોજન કરવામાં આવી રહ્યું છે. અમેરિકાની ક્રિકેટ ટીમ પહેલી વખત આ ટૂર્નામેન્ટ રમશે. અમેરિકા સિવાય, ભારત, કેનેડા, આયરલેન્ડ,પાકિસ્તાન આ ટૂર્નામેન્ટમાં રમશે. ઓસ્ટ્રેલિયા , ઈંગ્લેન્ડ, નામીબિયા,ઓમાન,સ્કોટલેન્ડની ટીમ પણ ભાગ લઈ રહી છે. અફઘાનિસ્તાન, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, યુગાંડા, વેસ્ટઈન્ડિઝ પણ ટી20 વર્લ્ડકપ 2024નો ભાગ છે. બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ, સાઉથ આફ્રિકા અને શ્રીલંકા પણ આ ટૂર્નામેન્ટનો ભાગ છે.
પ્રશ્ન- ટી20 વર્લ્ડકપમાં પહેલી વખત કઈ ટીમ ભાગ લઈ રહી છે?
જવાબ :- ટી20 વર્લ્ડકપમાં અમેરિકા અને યુગાંડાની ટીમ પહેલી વખત ભાગ લઈ રહી છે.
પ્રશ્ન- ટી20 વર્લ્ડકપ 2024માં અમેરિકાના ક્યાં 3 શહેરમાં ટૂર્નામેન્ટ રમાશે?
જવાબ :- ટી20 વર્લ્ડકપ 2024ની મેચ અમેરિકાના ફ્લોરિડા, ન્યુયોર્ક અને ટેક્સાસમાં રમાશે.
પ્રશ્ન- અમેરિકા સિવાય ક્યાં દેશમાં ટી20 વર્લ્ડકપ 2024ની મેચ રમાશે?
જવાબ :- ટી20 વર્લ્ડકપ 2024ની મેચ અમેરિકા સિવાય વેસ્ટઈન્ડિઝમાં રમાશે.
પ્રશ્ન- સૌથી વધુ ટી20 વર્લ્ડકપ કઈ ટીમે જીત્યો છે?