ગાંધીનગરમાંથી હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત Ambalal Patelએ રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે, જેને લઈને ખેડૂતો અને સામાન્ય લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ 14 થી 18 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી શકે છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટા સાથે કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં આ ફેરફારના કારણે તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે. આ સાથે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલ મહિનાની શરૂઆતથી જ મોન્સૂન સંબંધિત એક્ટિવિટી જોવા મળવાની શક્યતા છે, જેના કારણે આગળના સમયમાં હવામાનમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે.