AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા RO માંથી નીકળતા પાણીનો સંકેત સમજો અને બિમારીઓથી દૂર રહો

તમારા RO ની નિયમિત સફાઈ ખૂબ જ મહત્વની છે. જો તેમ નહીં કરો તો, તે પાણીજન્ય બીમારીઓ તરફ ધકેલી શકે છે. આજે, અમે સમજાવીશું કે તમારા વોટર પ્યુરિફાયરમાં કઈ સમસ્યાઓ, કયા ભાગમાં ખામી હોઈ શકે છે. આ માહિતી આપવાનો હેતુ તમારા RO ને વધુ સારી રીતે સમજવામાં તમારી મદદ કરવાનો છે.

તમારા RO માંથી નીકળતા પાણીનો સંકેત સમજો અને બિમારીઓથી દૂર રહો
Image Credit source: AI
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2026 | 1:54 PM
Share

વર્તમાન સમયમાં દરેક ઘરમાં વોટર પ્યુરિફાયર એક જરૂરિયાત બની ગયુ છે, પરંતુ RO ઇન્સ્ટોલ કર્યા પછી, આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે, તેને નિયમિત સર્વિસિંગ પણ જરૂરી છે. કેટલાક લોકો નિયમિતપણે તેમના રસોડાના વોટર પ્યુરિફાયરની સર્વિસ કરાવે છે, જ્યારે અન્ય બેદરકાર બની જાય છે, અને આ નાની ભૂલ બીમારી તરફ દોરી શકે છે. આજે, અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું જેથી તમે સમજી શકો કે વોટર પ્યુરિફાયર તરફથી કોઈ સંકેત મળતા હોય તો તે સંકેતનો અર્થ શું છે અને જો તમારા RO માંથી કોઈ સંકેતો આવી રહ્યા હોય તો તમારે તાત્કાલિક શું પગલાં લેવા જોઈએ.

શું તમારા RO માંથી આવતા પાણીનો સ્વાદ બદલાઈ ગયો છે?

જો તમે તમારા RO માંથી આવતા પાણીનો સ્વાદ બદલાઈ ગયો હોય કે પછી તેમાં કોઈ પ્રકારની કાદવની ગંધ આવે છે અથવા વિચિત્ર ગંધ આવતી હોય તો તમારો આર ઓ ચેક કરવાવવો જરૂરી છે. ઘણીવાર RO માંથી આવતા પાણીનો સ્વાદ કડવો અથવા અજૂગતો લાગે છે. આવી સ્થિતિમાં તમારા ROનું ફિલ્ટર ક્ષતિગ્રસ્ત છે. ROમાં ફિલ્ટરનું કામ પાણીમાંથી અશુદ્ધિઓ દૂર કરવાનું છે, જેનાથી તે પીવાલાયક બને છે. જો પાણીનો સ્વાદ અલગ હોય અથવા વિચિત્ર ગંઘ આવતી હોય, તો તાત્કાલિક RO રિપેર કરવાવાળાને બોલાવીને ફિલ્ટર બદલાવી નાખો.

જો પાણીનો પ્રવાહ ધીમો પડી ગયો હોય તો આ સમસ્યા હોઈ શકે

જો RO માંથી નીકળતા પાણીના પ્રવાહની ગતિ ધીમી પડી ગઈ હોય, તો સમજો કે, તેમાં ગંદકી જમા થઈ ગઈ છે, જેનાથી દબાણ ઓછું થઈ રહ્યું છે. જો સર્વિસિંગ પછી પણ સમસ્યા ચાલુ રહે છે, તો તેનો અર્થ એ છે કે RO મેમ્બ્રેન બદલવાની જરૂર છે. મેમ્બ્રેનને સામાન્ય રીતે દર દોઢ થી બે વર્ષે બદલવાની જરૂર પડે છે.

TDS સ્તરમાં વધારો હોય તો આ ભાગમાં ખામી હોઈ શકે

RO માંથી નીકળતા પાણીનું TDS (Total Dissolved Solids) સ્તર 50 થી 150 ની વચ્ચે હોવું જોઈએ. આ TDS મીટર વડે ચકાસી શકાય છે. જો ફિલ્ટર બદલાઈ ગયું હોય પરંતુ TDS સ્તર હજુ પણ ઊંચું હોય, તો આ સમસ્યા મેમ્બ્રેન સાથે સંબંધિત હોઈ શકે છે.

ઓછું ગંદુ પાણી બહાર આવી રહ્યું હોય તો આ સમસ્યા

જો પાણી શુદ્ધિકરણ કરતા સમયે ઓછું ગંદુ પાણી બહાર આવતું હોય, તો તેનો અર્થ એ કે મેમ્બ્રેન અવરોધિત છે. અથવા પ્રવાહ પ્રતિબંધક ( જે પાણીના પ્રવાહને નિયંત્રિત કરે છે) ખામીયુક્ત છે, અને ડ્રેઇન પાઇપમાં અવરોધ હોઈ શકે છે.

Plastic Bottle Water Safety: શું તમે જાણો છો કે તે પ્લાસ્ટિકની બોટલમાં રાખેલા પાણીની પણ એક્સપાયરી હોય છે? જો નહીં, તો ચાલો જાણીએ.

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">