રાજકોટમાંથી સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સક્રિય રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. જણાવવામાં આવે છે કે તેમણે પોતાની રાજકીય કારકિર્દીમાંથી દૂર થવાનો નિર્ણય લઈ શહેર મોવડી મંડળને પણ આ અંગે જાણ કરી દીધી છે. નોંધનીય છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ અગાઉ કોંગ્રેસ છોડીને આમ આદમી પક્ષમાં જોડાયા હતા, પરંતુ બાદમાં ફરી કોંગ્રેસમાં પરત ફર્યા હતા. તેમના આ નિર્ણયને લઈને સૌરાષ્ટ્રની રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
07 માર્ચના મહત્વના સમાચાર : આવતીકાલે અમદાવાદમાં T20 વર્લ્ડ કપમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો, મેચની ટિકિટ માટે પડાપડી, તો ટિકિટની કાળાબજારી કરતા એકની ધરપકડ
આજે 07 માર્ચના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 07 માર્ચના શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
વલસાડઃ કારચાલકે બાળકોના જીવ જોખમમાં મૂકી કર્યા સ્ટન્ટ
વલસાડઃ કારચાલકે બાળકોના જીવ જોખમમાં મૂકી સ્ટન્ટ કર્યા. વાપી-સેલવાલ રોડ પર કારચાલકે જોખમી ડ્રાઈવિંગ કર્યુ. ચારથી પાંચ બાળકોને જોખમી રીતે કાર પર બેસાડ્યા. બાળકો કારની ઉપર અને દરવાજા પર લટકતા જોવા મળ્યા. જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાપી GIDC પોલીસે વાયરલ વીડિયોના આધારે કારચાલકની શોધ શરૂ કરી છે.
-
ઊંઝા APMCમાં વરિયાળીની સિઝનનો ધમધમાટ
મહેસાણાના ઊંઝામાં APMCમાં વરિયાળીની નવી સીઝનનો ધમધમાટ શરૂ થયો છે. ઊંઝામાં વરિયાળીની નવી સીઝનનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે માર્કેટમાં નવી વરિયાળીની આવક વધવા લાગી છે. પરંતું ખેડૂતો અને વેપારીઓને ભાવમાં ખાસ તેજી જોવા નથી મળી રહી. વિપુલ પ્રમાણમાં પાક અને જૂના સ્ટોકના કારણે બજારમાં હાલ વરિયાળીના પાકને લઈને સ્થિરતાનો માહોલ છે. હાલ માર્કેટ યાર્ડમાં રોજની અંદાજિત ૩ હજારથી 4 હજાર બોરી નવી વરિયાળી આવી રહી છે. ત્યારે વેપારીઓનું માનવું છે કે આગામી 20 દિવસમાં આ આવકનો આંકડો વધીને 15 હજાર બોરી સુધી પહોંચી શકે. હાલમાં હરાજીમાં નવી વરિયાળીના ભાવ રૂ. 2000થી 6000 પ્રતિ મણ બોલાઈ રહ્યા છે, જ્યારે જૂની વરિયાળી 1600થી 2300 રૂપિયા પ્રતિ મણના ભાવે વેચાઈ રહી છે. ત્યારે સામાન્ય માંગ સામે વરિયાળીનો વિપુલ જથ્થો હોવાના લીધે ભાવમાં તેજીના કોઈ એંધાણ જોવા મળી રહ્યા નથી. જો કે આગામી સમયમાં વિદેશી નિકાસમાં વધારો થાય તો જ વરિયાળીના ભાવમાં સુધારો જોવા મળી શકે છે.
-
-
સુરત: પાંડેસરા વિસ્તારમાં ટાંકી સાફ કરવા જતાં ત્રણ કામદારોના મોત
સુરત: પાંડેસરા વિસ્તારમાં ટાંકી સાફ કરવા જતાં ત્રણ કામદારોના મોત થયા છે. પારસ પ્રિન્ટ મીલમાં કામ કરતાં કામદારો મોતને ભેટ્યા. જવાબદાર અધિકારી સામે ગુનો નોંધવાની પરિવારની માગ છે. ગુનો ન નોંધાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો. કામદારો ઈટીપી પ્લાન્ટની અંડર ગ્રાઉન્ડ ટાંકી સાફ કરવાં ઉતર્યા હતા. આ દરમિયાન ચાર કામદારો ગેસ ગૂંગળામણના લીધે બેભાન થયા હતા. 4માંથી 3 કામદારોના મોત થતાં ચકચાર થયા છે. સુરક્ષાના સાધનો વગર કામદારો ગટરમાં ઉતર્યા હોવાનો આરોપ છે. મૃતક કામદારોના પરિવારે કંપની પાસેથી વળતરની કરી માગ. GPCB અને પોલીસની ટીમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ.
જો કે હાલ એક કામદાર સારવાર હેઠળ છે. ત્યારે સમગ્ર મામલે મૃતક કામદારના પિતાનું કહેવું છે કે ચારેય કામદાર સુરક્ષાના સાધનો વગર ટાંકી સાફ કરવા માટે ઉતર્યા હતા. પરંતું જે બાદ ગૂંગળામણ થવાથી તેમનું મોત થયું. મૃતક કામદારના મોતથી તેની પત્ની, બાળકો અને સમગ્ર પરિવાર નોંધારો થયો છે. ત્યારે કંપની વળતર આપે તેવી માગ ઉઠી છે. ત્રણ કામદારના મોત પર રાજનીતિ ગરમાઈ છે. બસપાના નેતાએ પરિવારની મુલાકાત લઈ ન્યાયની માગ કરી છે. જ્યાં સુધી જવાબદાર લોકો સામે ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરવાની ચીમકી ઉચ્ચારી છે અને પરિવારને યોગ્ય વળતર મળે તેવી પણ માગ કરી.
-
જુનાગઢ: માંગનાથ રોડની માર્કેટમાં મનપાએ દબાણો દૂર કર્યા
જુનાગઢ શહેરના માંગનાથ રોડ પર આવેલા માર્કેટમાં મનપાની ટીમે પોલીસને સાથે રાખીને દબાણો દૂર કર્યા છે, માર્કેટમાં સતત ખરીદી માટે લોકોની ભીડ હોય છે..એવામાં દુકાનદારો અને ફેરિયાએ રસ્તા પર કરેલા દબાણોના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા થતી હતી. લોકોની ફરિયાદ બાદ મનપાની ટીમે દુકાનોની બહાર કરવામાં આવેલા દબાણો હટાવ્યા છે. રસ્તા પર પ્રદર્શનમાં મુકાયેલા ઉત્પાદનો, બેનર-હોર્ડિગ્સ મનપાની ટીમે હટાવ્યા છે અને વેપારીઓને ફેરિયાને રસ્તા પર દબાણો ન કરવા સમજણ આપી. તાજેતરમાં જ માંગનાથ રોડ પર એક વ્યક્તિને તબિયત લથડી હતી પરંતુ રસ્તા પરના દબાણના કારણે વાહન ન જતા વ્યક્તિને રેકડીમાં નાંખીને એમ્બ્યૂન્સ સુધી લઈ જવાની નોબત આવી હતી.
-
ડાંગમાં એકના ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી કરનાર ઝડપાયો
ડાંગમાં રૂપિયા બમણા કરવાની લાલચ આપી છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો, આરોપીએ 13 મહિનામાં રૂપિયા બમણા કરવાની લાલચ આપીને ત્રણ લોકો સાથે 15 લાખ રૂપિયાથી વધુનો છેતરપિંડી આચરી હતી, ડબલ નાણાં આપવાની લાલચ આપીને આરોપીએ આહવામાં 3 લોકો પાસેથી 18 લાખ 40 હજાર રૂપિયા પડાવ્યા શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે આરોપીએ ત્રણ રોકાણકારોને છૂટક-છૂટક ત્રણ લાખ રૂપિયા પરત પણ આપ્યા હતા. પરંતુ 6 મહિના બાદ આરોપીએ રૂપિયા પરત આપવાનું બંધ કર્યું હતું. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
-
-
સુરતમાં 10 વર્ષથી ફરાર આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો
સુરતમાં છેલ્લા 10 વર્ષથી છેતરપિંડીના ગુનામાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો. આરોપી 2016માં ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો એ દરમિયાન આરોપીએ દુકાનના નામના બે ચેકને વટાવી પોતાના ખાતામાં 7 લાખ 3 હજાર રૂપિયા લઈ લીધા હતા. જે બાદ આરોપીએ ફરાર હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે છેતરપિંડીના આરોપીને ઝડપી સલાબતપુરા પોલીસ મથકને સોંપવા તજવીજ હાથ ધરી છે.
-
જસદણ શહેરના કેરવી ચોકમાં ધોળા દિવસે બાઇક ચોરીની ઘટના
રાજકોટના જસદણ શહેરના કેરવી ચોકમાં ધોળાદિવસે બાઇક ચોરીની ઘટના સામે આવી છે. પાટીદાર શેરીમાં એક શખ્સ પહેલા આસપાસ પડેલા વાહનની રેકી કરે છે અને પછી એક સ્કૂટર પાસે જઈને આરોપી વાહનને ચેક કરે છે. સ્કૂટરમાં હેન્ડલ લોક હોવાથી આરોપી ત્યાંથી જતો રહે છે અને પછી શેરીમાં બીજી બાઇકની ચોરી કરીને આરોપી ફરાર થાય છે. ચોરીની આ સમગ્ર ઘટના સીસીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવીના આધઆરે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે
-
પૂજા સામગ્રી સાથે પરિવારે ભૂલથી બે લાખ રૂપિયા પાણીમાં પધરાવી દીધા
સુરતઃ પુણા વિસ્તારમાંથી સામે આવી એક વિચિત્ર ઘટના સામે આવી છે. પૂજા સામગ્રી સાથે પરિવારે ભૂલથી બે લાખ રૂપિયા પાણીમાં પધરાવી દીધા. લીંબા પરિવારે બે લાખ ભૂલથી કેનાલમાં પધરાવી દીધા. 500 રૂપિયાના ચાર બંડલ પુણા કેનાલમાં પધરાવી દીધા. પાણીમાં રૂપિયા નાખી દીધા હોવાની ખબર પડતા પરિવારે ફાયરને જાણ કરી. ફાયરની ટીમ પાણીમાં ઊતરી ભારે જહેમત બાદ તમામ રકમ શોધી કાઢી. પરિવારને ફાયર વિભાગની બે લાખ રૂપિયા પાણીમાંથી શોધી પરત આપ્યા પૂજા પૂર્ણ થયા બાદ સામગ્રી અને ફૂલો કબાટની તિજોરી પાસે રાખ્યા હતા. પૂજાની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરતા સમયે ભૂલથી બે લાખ પણ ભરી દીધા હતા.
-
રાજકોટઃ કોંગ્રેસે જાહેર કરેલી કમિટી પર જીતુ વાઘાણીનો કટાક્ષ
રાજકોટઃ કોંગ્રેસે જાહેર કરેલી કમિટી પર જીતુ વાઘાણીએ કટાક્ષ કરતા કહ્યુ લોકોને હારવાને રેકોર્ડ છે તેઓ કમિટીની રચના કરે છે. જેઓ રાજ્યની વિધાનસભામાં 7મી વખત હાર્યા છે તેઓ કમિટીના ચેરમેન છે. જે લોકોએ હારવાના રેકોર્ડ બનાવ્યા છે તેઓ ભાજપને હરાવવા નીકળ્યા છે. ગમે તેટલી કમિટી બનાવો તમે ભાજપન હરાવી નહીં શકો.
-
શંકરાચાર્ય વિવાદમાં પુરીના શંકરાચાર્યે આપ્યુ મોટુ નિવેદન
પંચમહાલ જિલ્લાના હાલોલમાં પાંચ ખોબલા ખાતે પુરાતન શિવ મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજીએ અખાડા દ્વારા ઘોષિત કરવામાં આવેલા શંકરાચાર્યના વિવાદ અંગે કહ્યું કે જેના જીવનમાં ધર્મ અને અધ્યાત્મનું જ્ઞાન પ્રતિષ્ઠિત નથી, તે નકલી શંકરાચાર્ય બનીને કરશે પણ શું ? સાથે તેમણે કહ્યુ કે દૂધ પીને વાલે ઔર રક્ત દેને વાલે મજનું અલગ હોતે હૈ પાંચવી કક્ષા કા છાત્ર પ્રશ્ન કરદે ચારો ખાને ચિત્ત હો જાયેંગે.
-
નશીલી દવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ATS દ્વારા પર્દાફાશ
નશીલી દવાના આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ATS દ્વારા પર્દાફાશ કરાયો છે. ઍર કાર્ગો દ્વારા નશીલી દવા મોકલનારની ધરપકડ કરાઈ છે. દવાની નિકાસ કરનારા સુરતના નિકુંજ ગઢિયાની ATS દ્વારા ધરપકડ કરાઈ છે. ATS એ 4 કિલોથી વધુ દવાનો જથ્થો કબજે કર્યો છે. એક કિલો દવાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 4 થી 5 હજાર ડૉલર છે. ખોટી જાહેરાત કરી દવા થાઈલેન્ડ, મલેશિયા સહિતના દેશમાં મોકલવામાં આવતી હતી. ફાર્મસી દવાના સેમ્પલ તરીકે થાઈ અને મલેશિયાના કાર્ટેલને દવા મોકલાતી હતી. ત્યાં નશા માટે આ દવાનો ઉપયોગ કરાયો હતો. ભારતમાં આ દવા પર પ્રતિબંધ નથી પણ નિકાસ માટે પરવાનગી લેવી જરૂરી છે. થાઈલેન્ડમાં આ દવાનું વેેચાણ કે ખરીદી ગેરકાયદેસર છે. ATS એ થાઈલેન્ડમાં 14 કિલો જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ATSએ આરોપીને પકડી આગળની તપાસ શરૂ કરી.
-
ગાંધીનગર મનપાની બે મહિલા કર્મચારીઓનો આપઘાત
ગાંધીનગરના નભોઈ કેનાલમાં ઝંપલાવી 2 યુવતીઓએ આપઘાત કરતા ચકચાર મચી ગઈ. બંને યુવતીઓ તાજેતરમાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ પર લાગી હતી. બે યુવતીઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવીને સામુહિક આપઘાત કરી લીધો. યુવતીઓએ કેનાલમાં ઝંપલાવતા પહેલા પરિવારને ફોન કરીને જાણ કરી હતી. અને બાદમાં ફોન સ્વીચઓફ કરી કેનાલમાં ઝંપલાવ્યુ. પરિવારને જાણ થતા પરિવારજનો તાત્કાલિક કેનાલ પર પહોંચ્યા અને પોલીસને જાણ કરી. સમગ્ર ઘટનાને લઈને અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને મૃતદેહની શોધખોળ શરૂ કરી. પોલીસે બંને મૃતદેહનો કબ્જો લઈ પી.એમ અર્થે ખસેડ્યા. મૃતક યુવતીઓની ઓળખ સેજલ પટેલ અને રિપલ રાવત તરીકે થઈ છે. આ બંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા હોવાનું પણ સામે આવ્યું છે. બંને યુવતીઓ અમદાવાદથી અપડાઉન કરતી હતી. જોકે, બંનેએ અંતિમ પગલું કેમ ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. નોકરીનું ભારણ, અંગત સમસ્યા કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
-
અમદાવાદ: ભાજપને હરાવવા કોંગ્રેસે કમર કસી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ પહેલા કોંગ્રેસે કમર કસી છે અને ભાજપને હરાવવા માટે સજ્જ થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ એક્શનમાં જણાઈ રહી છે. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે નવા કમિટી ચેરમેન સાથે બેઠક કરી. બેઠકમાં ભાજપને કેવી રીતે હરાવવી તે અંગે ચર્ચા થઈ છે. આગામી દિવસોમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ કમરતોડ મહેનત કરશે. કમિટી કેવી રીતે કામ કરશએ તે અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ છે. મેનિફેસ્ટો કમિટા જનતા વચ્ચે જઈનને મેનિફેસ્ટો બનાવશે.
-
તાલાલામાં યુવકના શંકાસ્પદ મોત બાદ સમાજમાં ફેલાયો રોષ
ગીર સોમનાથ: તાલાલામાં યુવકના શંકાસ્પદ મોત બાદ રોષ ફેલાયો છે. લગ્નપ્રસંગમાં તાલાલા આવેલા યુવકની હત્યા થતા સમાજમાં રોષ ફેલાયો છે. સમાજના લોકોએ યુવકની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. સમાજના લોકોએ યુવકની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. મૃતક માળિયા તાલુકાના જુથળ ગામનો રહેવાસી હોવાનો ઘટસ્ફોટ થયો છે. મૃતદેહ સ્વીકારવાનો સમાજના લોકોએ ઈનકાર કર્યો છે. આરોપીઓને વહેલીતકે પકડવા યુવકના સમાજના લોકોએ માગ કરી છે. યુવકના શંકાસ્પદ મોત મામલે પૂર્વ ધારાસભ્યનું પણ નિવેદન સામે આવ્યું છે. ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરાશે તેવી ખાતરી આપી છે…
-
વડોદરા: માઝાના પીણાંમાંથી દેડકા જેવું નિકળતા હડકંપ
વડોદરા શહેરમાં માઝાના પીણાંમાંથી દેડકા જેવું કઇક નીકળ્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. માહિતી મુજબ એક બાળકે પીણું અડધું પીધા બાદ અંદર જીવાત દેખાતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. ત્યારબાદ પરિવાર માઝાનું પેકેટ લઈને એસએસજી હોસ્પિટલ પહોંચ્યો હતો. પરિવારના જણાવ્યા મુજબ ડૉક્ટરની હાજરીમાં પેકેટ ખોલતા અંદરથી દેડકા જેવું જીવાત નીકળ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. પીણાંમાં જીવાત નીકળતા બાળકને સાવચેતી તરીકે સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાને પગલે પરિવાર તેમજ હોસ્પિટલના સ્ટાફમાં પણ ચકચાર મચી ગઈ હતી.
-
જામનગરઃ મધ્ય પૂર્વમાં યુદ્ધ તણાવને લઈને જામનગર મરીન ટાસ્ક ફોર્સ તૈનાત
જામનગરઃ મધ્ય પૂર્વમાં યુદ્ધ તણાવને લઈને જામનગર મરીન ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવી છે. હથિયારધારી કમાન્ડોની ટીમએ કોસ્ટલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું. કચ્છના અખાતમાં પણ બોટ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આતંકી કે દેશદ્રોહી પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે અગમચેતી રુપે પગલા લેવાયા.
-
દુબઈમાં ફરીથી ઈરાનીયન ડ્રોનનો હુમલો
દુબઈમાં ફરી એકવાર ઈરાનીયન ડ્રોનના હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલાને કારણે દુબઈના એરપોર્ટને તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમીરાત એરલાઈન્સ દ્વારા દુબઈમાં આવતી અને જતી ફ્લાઈટો પણ બંધ કરવામાં આવી છે. નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી દુબઈ એરપોર્ટ પર ફ્લાઈટોની અવરજવર ફરી શરૂ થઈ હતી, પરંતુ તાજેતરના હુમલા પછી ફરીથી કામગીરી પર અસર પડી છે. આ ઘટનાને કારણે મુસાફરોમાં ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
અમદાવાદઃ T 20 વર્લ્ડકપ ફાઈનલની ટિકિટ ભારે ડિમાન્ડમાં
અમદાવાદમાં ટી વીસ વિશ્વકપની અંતિમ મેચને લઈને ટિકિટોની ભારે માંગ જોવા મળી રહી છે. ટિકિટ મેળવવા માટે ઘણા દર્શકો એક દિવસ પહેલાં જ મેદાનની બહાર પહોંચી ગયા હતા. ઑનલાઇન ટિકિટ ન મળતા લોકો ઑફલાઇન ટિકિટ માટે પણ મેદાન પર પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ ટિકિટ ન મળતા ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા. કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી દર્શકો અમદાવાદ પહોંચ્યા છે, જ્યારે શહેરના લોકો પણ ઑફલાઇન ટિકિટ માટે મેદાન પર ઉમટ્યા હતા. લગભગ એક લાખ ત્રીસ હજાર ટિકિટો ઉપલબ્ધ હોવા છતાં ઘણા લોકોને ટિકિટ ન મળતા પ્રશ્નો ઊભા થયા છે. કેટલાક લોકો દ્વારા ટિકિટોની કાળાબજારી થતી હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે.
-
કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સક્રિય રાજકારણમાંથી નિવૃતિ જાહેર કરીઃ સુત્રો
-
યુદ્ધ વચ્ચે ઈરાનમાં ફરી જોરદાર ભૂકંપ, 4.1ની તીવ્રતાનો આંચકો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. ઈરાનના અબ્બાસ બંદર વિસ્તારમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. એક સપ્તાહમાં બીજીવાર ભૂકંપના આંચકા આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોમાં એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પરમાણુ પરીક્ષણના કારણે આ ભૂકંપ આવ્યો હોઈ શકે. જોકે અધિકારીઓ દ્વારા આ અંગે હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
-
દુબઈ પ્રવાસે ગયેલા ગાંધીનગરના સિનિયર સિટીઝન ક્લબના 30 સભ્યો માદરે વતન સુરક્ષિત પરત ફર્યા
દુબઈ પ્રવાસે ગયેલા ગાંધીનગરના સિનિયર સિટીઝન ક્લબના 30 સભ્યો માદરે વતન સુરક્ષિત પરત ફર્યા છે. પ્રવાસીઓએ જણાવ્યું કે તેઓ દુબઈમાં પ્રવાસ માટે ગયા હતા અને ત્યાં વિવિધ સ્થળોની મુલાકાત લઈને ખૂબ આનંદ માણ્યો હતો. દરમિયાન ફ્લાઈટ રદ થતા તેમને થોડો સમય વધુ દુબઈમાં રોકાવું પડ્યું, જેમાં તેમણે શહેરના અન્ય સ્થળો પણ જોયા હતા. પ્રવાસીઓના જણાવ્યા મુજબ યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે પણ દુબઈમાં સ્થિતિ સામાન્ય રહી હતી. તમામ પ્રવાસીઓ પોતાના ખર્ચે વતન પરત ફર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું. ગાંધીનગર પહોંચ્યા બાદ તમામ 30 પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
-
મહીસાગર: સાયબર ઠગ ટોળકીનો પર્દાફાશ
મહીસાગરમાં સાયબર ઠગ ટોળકીનો પર્દાફાશ થયો છે. ઑનલાઈન છેતરપિંડીના કેસમાં બે આરોપીઓ અમદાવાદથી ઝડપાયા છે. આ આરોપીઓએ અરૂણાચલ પ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં છેતરપિંડી કરી હતી. પોપટસિંહ અને ગૌરાંગ સોનીને ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ સામે અમદાવાદ અને દાહોદમાં 2024 અને 2025ના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. મહીસાગરના એસઓજીએ આરોપીઓને વીરપુર પોલીસને સોંપ્યા છે.
-
મોરબીઃ ચાલુ સ્કૂલે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો શિક્ષક
મોરબીના આંદરણા પ્રાથમિક શાળાના એક શિક્ષક શાળામાં દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો છે. ગામના જાગૃત નાગરિકે શિક્ષકની આ હકીકત પર્દાફાશ કરી હતી. તપાસ દરમિયાન ક્લાસરૂમમાંથી દારૂની બોટલ પણ ઝડપાઇ હતી. શિક્ષક રાજુ પરમાર વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધાયો છે.
-
ગાંધીનગર મહાનગરપાલિકાની બે મહિલા કર્મચારીઓનો આપઘાત
ગાંધીનગર મહાનગરપાલિકાની બે મહિલા કર્મચારીઓએ આપઘાત કરીને શહેરમાં ચકચાર મચાવી છે. જાણકારી મુજબ સેજલ પટેલ અને રિપલ રાવત નામની યુવતીઓએ પરિવારજનોને ફોન કર્યા બાદ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી. બન્ને યુવતીઓની આત્મહત્યા પાછળનો કારણ અસ્પષ્ટ છે. આ યુવતીઓ થોડા સમય પહેલા કાયમી ભરતીમાં જોડાઈ હતી, અને નોકરી શરૂ થવાને થોડા દિવસ પછી જ આ દુર્ભાગ્યક ઘટના બની.
-
ગીર સોમનાથઃ કોડીનારના ઘાટવાડ ગામે બે ખેડૂતોના મોત
ગીર સોમનાથઃ કોડીનારના ઘાટવાડ ગામે બે ખેડૂતોના મોત થયા છે. 11 KV ઈલેક્ટ્રીક લાઈનનો વાયર પડતા દાઝ્યા હતા. બાઈક પર ત્રણ લોકો જઈ રહ્યા હતા, ત્રણમાંથી બે ખેડૂતોના મોત થયા છે. સમગ્ર ઘટના કેવી રીતે બની તે તપાસનો વિષય બન્યો છે.
-
સુરત: કળિયુગી પુત્રની હેવાનીયત, કતારગામ ડભોલીમાં પુત્રએ માતાને માર્યો માર
સુરત શહેરના કતારગામ ડભોલી વિસ્તારમાં કળિયુગી પુત્રની હેવાનીયત સામે આવી છે. પુત્રે પોતાના ઘરના માળખાથી કંટાળી માતાને માર્યો હતો અને મિત્રોની હાજરીમાં અપશબ્દો કહીને તેને માર માર્યો. સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ ગઈ છે, જે હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
-
સુરતઃ આત્મીય સંસ્કારધામમાં 2 વિદ્યાર્થીનીનો આપઘાત
સુરત શહેરમાં આવેલા આત્મીય સંસ્કારધામમાંથી બે વિદ્યાર્થીનીઓના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સણિયા કણદે રોડ પર આવેલા સંસ્કારધામના બાથરૂમમાંથી 18 વર્ષની રોશની અને 20 વર્ષની જ્યોત્સનાના મૃતદેહ મળી આવ્યા હતા. માહિતી મુજબ બંને વિદ્યાર્થીનીઓ સવારે કોલેજ જવા માટે નીકળી હતી પરંતુ ત્યારબાદ ઘરે પરત ફરી ન હતી. પરિવારજનો દ્વારા વારંવાર ફોન કરવામાં છતાં ફોન ન ઉપાડતા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સંસ્કારધામના બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસમાં બંને વિદ્યાર્થીનીઓએ આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે. ઉપરાંત બંને વિદ્યાર્થીનીઓ બાથરૂમ તરફ જતા હતા તેવા દૃશ્યો સીસીટીવીમાં પણ સામે આવ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
-
દાહોદ: રળિયાતી રોડ પર અકસ્માતમાં 2 યુવકોના મોત
દાહોદ: રળિયાતી રોડ પર અકસ્માતમાં 2 યુવકોના મોત થયા છે. પૂરપાટ ઝડપે આવતી બાઈક સાઈન બોર્ડ સાથે અથડાઈ. મધ્ય પ્રદેશથી દાહોદ આવતી વખતે અકસ્માત સર્જાયો. પોલીસે મૃતદેહને PM અર્થે ખસેડ્યા.
-
અમદાવાદ: ઈમરજન્સી સાયરનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું
અમદાવાદ શહેરમાં ઈમરજન્સી સ્થિતિ દરમિયાન નાગરિકોને એલર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતા સાયરનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નવા સાયરન ખરીદવા પહેલાં નાગરિક સંરક્ષણ તંત્ર દ્વારા તેની કામગીરી તપાસવા માટે આ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સવારે આઠથી દસ વાગ્યા દરમિયાન સમયાંતરે સાયરન વગાડીને પરીક્ષણ કરાયું હતું. લાલદરવાજા ખાતે આવેલી હોમગાર્ડ કચેરી પર આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં સાયરનનો અવાજ સંભળાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરીક્ષણ સફળ રહેશે તો આગળ નવા સાયરનોની ખરીદી કરવામાં આવશે. આ પ્રકારના સાયરનનો ઉપયોગ આપત્તિ અથવા ઈમરજન્સી જેવી પરિસ્થિતિમાં લોકોને ચેતવણી આપવા માટે કરવામાં આવે છે.
-
કચ્છ: ભુજના આકાશમાં રહસ્યમયી લાઈટ દેખાઈ
કચ્છ: ભુજના આકાશમાં રહસ્યમયી લાઈટ દેખાઈ. અચાનક આકાશી લાઈટ દેખાતા લોકોમાં કૂતુહલ સર્જાયુ. લોકોએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. થોડા સમય માટે લાઈટો ગાયબ દેખાઈ થઈ.
-
અમદાવાદ: T20 વર્લ્ડ કપને પગલે VVIPનો ધસારો,લક્ઝરી હોટલોના 6 હજાર મોંઘાદાટ રૂમ બુક થયા
અમદાવાદમાં યોજાનારી ICC Men’s T20 World Cupની ફાઈનલ મેચને લઈને શહેરમાં VVIP મહેમાનોનો ધસારો જોવા મળી રહ્યો છે. શહેરની લક્ઝરી હોટલોના આશરે 6 હજાર જેટલા મોંઘાદાટ રૂમ પહેલેથી જ બુક થઈ ગયા છે, જ્યારે અમદાવાદ આવતી 23 જેટલી ફ્લાઈટ પણ વધારાના ભાડા સાથે સંપૂર્ણ ફૂલ થઈ ગઈ છે. વિમાનના ભાડા પણ વધીને લગભગ 55 હજાર રૂપિયા સુધી પહોંચી ગયા છે. આવતીકાલે અનેક VVIP મહેમાનો અમદાવાદ પહોંચવાના છે, જેમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને લક્ષ્મી મિત્તલ સહિત આશરે 80 જેટલા પ્રાઈવેટ જેટ શહેરમાં આવવાના હોવાનું જણાવાયું છે. ફાઈનલ મેચના સમાપન સમારંભમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં Falguni Pathak, Ricky Martin અને Sukhbir પર્ફોર્મન્સ આપવાના છે. ફાઈનલ મેચને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા બંદોબસ્ત પણ વધુ કડક કરવામાં આવ્યો છે.
-
વડોદરાઃ આજવા રોડ પાસે આવેલી રોયલ સ્કૂલની વિદ્યાર્થીની સાથે છેડતી
વડોદરા શહેરના આજવા રોડ નજીક આવેલી Royal Schoolમાં અભ્યાસ કરતી આઠમા ધોરણની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ શાળામાં જ અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીના વાલીએ વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકત કરી હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થીનીએ આ બાબતે પોતાના વાલીઓ તેમજ સ્કૂલના શિક્ષકોને જાણ કરી હતી. ઘટના બહાર આવતા ગુસ્સે ભરાયેલા લોકોએ છેડતી કરનાર વ્યક્તિને સ્કૂલની બહાર પકડીને માર માર્યો હતો. વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીનીનો પીછો કરી રહ્યો હતો, જેને કારણે વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.
-
આણંદ : ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ : ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થયુ છે. હૃદય રોગનો હુમલો આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આણંદમાં સારવાર દરમિયાન અવસાન થયું. આણંદ જિલ્લા સહિત ગુજરાત ભાજપના કાર્યકરોમાં શોકની લહેર ફેલાઇ છે. ગોવિંદ પરમાર છેલ્લી બે ટર્મથી ધારાસભ્ય હતા.
-
સતત આઠમા દિવસે ઇઝરાયલ-અમેરિકાના ઇરાન પર હુમલા
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધને હવે આઠમો દિવસ લાગી ગયો છે, જેમાં Israel અને United States દ્વારા Iran પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. આ હુમલાઓના કારણે ઇરાનમાં ભારે નુકસાન થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અત્યાર સુધીમાં કુલ 1332 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે, જ્યારે 4 હજારથી વધુ ઘરો તબાહ થઈ ગયા છે. હુમલાઓ દરમિયાન ઇરાનના 300થી વધુ મિસાઇલ લોન્ચરોનો પણ ખાતમો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઇરાનના સાઇપા ઔદ્યોગિક વિસ્તારમાં ભારે પ્રહાર થયા છે, જ્યારે શિરાજ વિસ્તારમાં ઇઝરાયલ દ્વારા એરસ્ટ્રાઇક કરીને ત્યાં આવેલા આર્મી બેઝને નિશાન બનાવાયું હતું. આ સતત હુમલાઓને કારણે સમગ્ર મિડલ ઇસ્ટમાં તણાવ અને ભયનો માહોલ સર્જાયો છે.
-
ભારત અને પશ્ચિમ એશિયા ક્ષેત્ર વચ્ચે હવાઈ મુસાફરી પ્રભાવિત
નાગરિક ઉડ્ડયન મંત્રાલય પશ્ચિમ એશિયામાં બદલાતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે, જે ભારત અને પશ્ચિમ એશિયા ક્ષેત્ર વચ્ચે હવાઈ મુસાફરીને અસર કરી રહ્યું છે. મુસાફરોની સલામતી અને સરળ ફ્લાઇટ કામગીરી સુનિશ્ચિત કરવા માટે એરલાઇન્સ વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને જરૂરી ઓપરેશનલ ગોઠવણો કરી રહી છે. 5 માર્ચ, 2026 ના રોજ પેસેન્જર ટ્રાફિક ડેટા અનુસાર, ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત કુલ 40 ફ્લાઇટ્સ પશ્ચિમ એશિયા ક્ષેત્રમાંથી ભારતમાં આવી હતી, જેમાં 7,205 મુસાફરો હતા. આનાથી કુલ મુસાફરોનું આગમન 14,992 થયું છે. ભારતીય એરલાઇન્સ 6 માર્ચે 51 ફ્લાઇટ્સ ચલાવવાની યોજના ધરાવે છે, જે ઓપરેશનલ શક્યતા અને પ્રવર્તમાન પરિસ્થિતિઓને આધીન છે: નાગરિક ઉડ્ડયન મંત્રાલય
The Ministry of Civil Aviation is closely monitoring the evolving situation in the West Asia affecting air travel between India and the West Asia region. Airlines are undertaking necessary operational adjustments in view of the prevailing conditions to ensure passenger safety and… pic.twitter.com/BgGN4Okejk
— ANI (@ANI) March 6, 2026
-
કતરમાં હવાઈ પરિવહન આંશિક રીતે ફરી શરૂ કરવાની જાહેરાત
કતાર નાગરિક ઉડ્ડયન સત્તામંડળે ટ્વીટ કર્યું, “કતાર નાગરિક ઉડ્ડયન સત્તામંડળ (QCAA), કતાર સશસ્ત્ર દળો અને રાજ્યના સંબંધિત અધિકારીઓ સાથે સંપૂર્ણ સંકલનમાં, મર્યાદિત કાર્યકારી ક્ષમતા સાથે નિયુક્ત કટોકટી માર્ગો દ્વારા કતાર રાજ્યમાં હવાઈ પરિવહન આંશિક રીતે ફરી શરૂ કરવાની જાહેરાત કરે છે. આ તબક્કામાં પ્રદેશની વર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, આવશ્યક હવાઈ સેવાઓનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, હવાઈ કાર્ગો ફ્લાઇટ્સના સંચાલન ઉપરાંત, મર્યાદિત સંખ્યામાં સુનિશ્ચિત મુસાફરોને બહાર કાઢવાની ફ્લાઇટ્સનું સંચાલન શામેલ છે.”
Published On - Mar 07,2026 7:30 AM
Follow Us
Watermelon: ઉનાળાનું ફળ તરબૂચ છે હેલ્ધી, જાણો તેમાં રહેલા વિટામિનની માહિતી
કઈ આદતો Body Pain વધારી શકે છે?
Weight Loss: વજન ઘટાડવા માટે નાસ્તામાં ચણા ખાવા કે મખાના?
કયું જ્યુસ પાચન સુધારવામાં મદદ કરી શકે છે?
આ ફળો હંમેશા છાલ સાથે ખાઓ, વિટામીનનો ભંડાર છે
રોગપ્રતિકારક શક્તિ નબળી પડે ત્યારે કયા લક્ષણો દેખાય છે?