AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રમ્પના પગતળેથી જમીન સરકી જશે, જો ભારત- ચીન અને રશિયા સાથે મળીને, કરી લેશે આ કામ

ભારતીય રિઝર્વ બેંક BRICS દેશો વચ્ચે ડિજિટલ કરન્સીને જોડવાનો પ્રસ્તાવ મૂકી રહી છે. આનાથી આંતરરાષ્ટ્રીય ચુકવણીઓ સસ્તી અને ઝડપી બનશે, જેનાથી યુએસ ડોલર પર નિર્ભરતા ઓછી થશે. આ પ્રસ્તાવ 2026 ના BRICS સમિટમાં સામેલ કરવામાં આવશે. BRICS સમૂહમાં અનેક દેશો સામેલ છે. ત્યારે આ પગલુ આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં પરિવર્તન લાવી શકે છે.

ટ્રમ્પના પગતળેથી જમીન સરકી જશે, જો ભારત- ચીન અને રશિયા સાથે મળીને, કરી લેશે આ કામ
| Updated on: Jan 19, 2026 | 8:07 PM
Share

ભારતીય રિઝર્વ બેંક (RBI) BRICS દેશો વચ્ચે ડિજિટલ કરન્સીને જોડવા માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર કામ કરી રહી છે. તેનાથી આંતરરાષ્ટ્રીય વેપાર અને પર્યટનના પેમેન્ટ સસ્તા, ઝડપી અને અને યુએસ ડોલર પર નિર્ભરતાને ઘટાડનારા સાબિત થશે . આ માહિતી રોઇટર્સના અહેવાલમાંથી બહાર આવી છે. અહેવાલ મુજબ, આ વિચાર ચૂપચાપ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે.

RBI એ BRICS દેશોને તેમની સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDCs) ને જોડવા કહ્યું છે. રિપોર્ટ મુજબ, આ દરખાસ્ત આ બાબતથી પરિચિત બે લોકોએ જાહેર કરી હતી. RBI એ સરકારને 2026 માં BRICS સમિટના એજન્ડામાં આ પ્રસ્તાવનો સમાવેશ કરવા પણ કહ્યું છે. ભારત આ વર્ષે BRICS સમિટની યજમાની કરશે.

ડૉલરથી દૂર જવાનો સંકેત

રોઇટર્સના મતે, આ લોકોએ પોતાની ઓળખ ગુપ્ત રાખવા જણાવ્યુ કારણ કે તેઓ સાર્વજનિક રીતે બોલવા માટે અધિકૃત ન હતા. જો આ દરખાસ્ત સ્વીકારવામાં આવે છે, તો તે પહેલી વાર હશે જ્યારે BRICS દેશોએ તેમના સભ્યોની ડિજિટલ કરન્સીને લિંક કરવાનું ઔપચારિક રીતે વિચાર્યું હશે. આનાથી આંતરરાષ્ટ્રીય ચુકવણીઓ સરળ બની શકે છે. તે વધતા ભૂ-રાજકીય તણાવ વચ્ચે યુએસ ડોલરથી દૂર જવાનો સંકેત પણ આપી શકે છે.

બ્રિક્સ જૂથમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. તાજેતરના વર્ષોમાં, સંયુક્ત આરબ અમીરાત, ઈરાન અને ઇન્ડોનેશિયા જેવા દેશો પણ જોડાયા છે. જો કે, ડોલર પર નિર્ભરતા ઘટાડવાનો કોઈપણ પ્રયાસ યુનાઇટેડ સ્ટેટ્સને ગુસ્સે કરી શકે છે. યુએસએ પહેલાથી જ એવા પ્રયાસો સામે ચેતવણી આપી છે જે યુએસ ચલણને બાયપાસ કરવાનો પ્રયાસ કરે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ જોડાણને “અમેરિકા વિરોધી” ગણાવ્યું છે અને તેના સભ્યો પર ટેરિફ લાદવાની ધમકી આપી છે.

આ વિચાર 2025 માં રિયો ડી જાનેરોમાં યોજાયેલી બ્રિક્સ સમિટની ઘોષણા પર આધારિત છે. તે ઘોષણામાં સદસ્યોની ચુકવણી પ્રણાલીઓ વચ્ચે ઈન્ટરઓપરેબિલિટી (અરસ-પરસ કામ કરવાની ક્ષમતા) માટે હાકલ કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય વ્યવહારોને વધુ કાર્યક્ષમ બનાવવાનો હતો.

ભારતે પહેલાથી જ રસ દાખવ્યો

RBIએ અગાઉ ભારતના ડિજિટલ રૂપિયા (ઈ-રૂપિયા) ને અન્ય દેશોના સીબીડીસી સાથે જોડવામાં રસ દાખવ્યો છે. ધ્યેય આંતરરાષ્ટ્રીય ચુકવણીઓને ઝડપી બનાવવા અને રૂપિયાની વૈશ્વિક પહોંચ વધારવાનો છે. જો કે, આરબીઆઈનું કહેવું છે કે આ પ્રયાસોનો હેતુ ડોલરને બદલવાનો નથી.

કોઈપણ બ્રિક્સ સભ્ય દેશે હજુ સુધી રિટેલ સીબીડીસી (સામાન્ય લોકો માટે ડિજિટલ મુદ્રા) સંપૂર્ણપણે લોંચ નથી કર્યું. જોકે, પાંચેય મુખ્ય સભ્ય દેશો પાયલોટ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. ભારતની ડિજિટલ મુદ્રા, ‘ઇ-રૂપી’ ડિસેમ્બર 2022 માં લોન્ચ થયા બાદથી લગભગ ભારતની ડિજિટલ કરન્સી આશરે 70 લાખ રિટેલ યુઝર્સને આકર્ષિત કરી ચુકી છે. જ્યારે ચીને ડિજિટલ યુઆનના આંતરરાષ્ટ્રીય ઉપયોગને પ્રોત્સાહન આપવાનું વચન આપ્યું છે.

આરબીઆઈએ ઇ-રૂપીને અપનાવવા માટે ઘણા પગલાં લીધાં છે. તેમણે ઑફલાઇન ચુકવણીની સુવિધા આપી છે. સરકારી સબસિડીના ટ્રાન્સફર માટે પ્રોગ્રામેબિલિટી (ચોક્કસ શરતો પર આધારિત ચુકવણી) રજૂ કરી છે અને ફિનટેક કંપનીઓને ડિજિટલ કરન્સી વોલેટ ઓફર કરવાની મંજૂરી આપી છે.

CBDC શું છે?

CBDC એટલે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. તે દેશની સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરાયેલ ડિજિટલ ચલણ છે. તે ફિઝિકલ કરન્સીનું ડિજિટલ સ્વરૂપ છે. ઇન્ટરકનેક્શનનો અર્થ એ છે કે એક દેશની ડિજિટલ કરન્સીનો ઉપયોગ બીજા દેશની ડિજિટલ ચલણ સાથે સરળતાથી કરી શકાય છે. આ રેમિટન્સ (પૈસા મોકલવાની)ની પ્રક્રિયાને સરળ બનાવે છે.

ડોલર પર નિર્ભરતા ઘટાડવાનો અર્થ એ છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડોલરનો ઉપયોગ ઘટાડવો. હાલમાં, મોટાભાગના આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરમાં થાય છે. જો BRICS દેશો પોતાની ડિજિટલ ચલણનો ઉપયોગ કરે છે, તો તે ડોલરના વર્ચસ્વને પડકાર આપી શકે છે.

આ પ્રસ્તાવ BRICS દેશો માટે એક મોટું પગલું હોઈ શકે છે. તે તેમને વધુ આર્થિક સ્વતંત્રતા આપશે અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં પરિવર્તન લાવી શકે છે. જો કે, અમલીકરણમાં ઘણા પડકારોનો સામનો કરવો પડશે, ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોની પ્રતિક્રિયાને લઈને.

આ પ્રસ્તાવ અમલમાં આવે તો વૈશ્વિક નાણાકીય વ્યવસ્થામાં એક નવો અધ્યાય શરૂ થઈ શકે છે. BRICS દેશો વચ્ચે CBDC ઇન્ટરકનેક્શન થવાથી બેંકો પરની નિર્ભરતા ઘટશે અને ક્રોસ-બોર્ડર ટ્રાન્ઝેક્શન લગભગ રિયલ-ટાઇમમાં શક્ય બનશે. ખાસ કરીને વિકાસશીલ દેશો માટે આ સિસ્ટમ ફાયદાકારક સાબિત થઈ શકે છે, જ્યાં રેમિટન્સ ફી ઊંચી અને પ્રક્રિયા ધીમી હોય છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ વ્યવસ્થા SWIFT જેવી પશ્ચિમી ચુકવણી સિસ્ટમનો વિકલ્પ ઊભો કરી શકે છે. જો BRICS દેશો પોતાનું સ્વતંત્ર ડિજિટલ પેમેન્ટ નેટવર્ક ઉભું કરે, તો તેઓ પર અમેરિકી પ્રતિબંધો કે આર્થિક દબાણનો પ્રભાવ ઓછો પડશે. રશિયા અને ઈરાન જેવા દેશો માટે આ ખાસ મહત્વનું બની શકે છે, જેઓ પહેલેથી જ પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે.

જોકે, આ યોજના સામે ટેકનિકલ અને નીતિગત પડકારો પણ છે. ડેટા સુરક્ષા, સાયબર સિક્યોરિટી, કરન્સી રૂપાંતરણ અને નિયમનકારી સમન્વય જેવા મુદ્દાઓ પર સહમતિ જરૂરી રહેશે. દરેક દેશની સેન્ટ્રલ બેંકની નીતિ અલગ હોવાથી એક સામાન્ય ફ્રેમવર્ક તૈયાર કરવું સરળ નહીં હોય. આ પહેલથી વૈશ્વિક વેપારમાં સ્થાનિક કરન્સીના ઉપયોગને પ્રોત્સાહન મળશે. લાંબા ગાળે આ પગલું BRICS દેશોને આર્થિક રીતે વધુ મજબૂત બનાવશે અને પશ્ચિમી નાણાકીય દબાણ સામે એક સંયુક્ત વિકલ્પ ઊભો કરી શકે છે. છતાં પણ, જો ભારત, ચીન અને રશિયા જેવા મોટા અર્થતંત્રો આ દિશામાં એકજૂટ થાય, તો ડોલર કેન્દ્રિત વૈશ્વિક નાણાકીય માળખું ધીમે ધીમે બદલાવ તરફ આગળ વધી શકે છે.

અમેરિકન પેદાશની દાળ પર ભારતના ટેરિફથી ડઘાઈ ગયા ત્યાંના ખેડૂતો, ટ્રમ્પને પત્ર લખીને કહ્યુ મોદીને સમજાવો ટેરિફ પાછો લે- વાંચો

મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
દાઓસમાં ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે રજૂ કરાશે
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
Breaking News: અમદાવાદની નેશનલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી
g clip-path="url(#clip0_868_265)">