AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું આ ‘IPO’ ના જાદુ પછી ‘બર્બાદી’ ના સંકેત છે? લિસ્ટિંગના ગણતરીના દિવસોમાં જ કંપનીને ₹1,500 કરોડની નોટિસ મળી

ઈ-કોમર્સ દિગ્ગજ કંપની પર હાલ સંકટના વાદળો ઘેરાયા છે. શુક્રવારે બજાર બંધ થયા બાદ આ કંપનીએ એવી જાહેરાત કરી છે કે, જેનાથી રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

| Updated on: Mar 10, 2026 | 4:16 PM
Share
ઈ-કોમર્સ કંપનીએ શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ જાણકારી આપી છે કે, કંપનીને આવકવેરા વિભાગ (Income Tax Department) તરફથી 1,500 કરોડ રૂપિયાની નોટિસ મળી છે.

1 / 6
એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેને આકારણી વર્ષ (Assessment Year) 2023-24 માટે આશરે 1,500 કરોડ રૂપિયાનો ટેક્સ ડિમાન્ડ ઓર્ડર મળ્યો છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે, તે આવકવેરા વિભાગના આ ઓર્ડરને પડકારશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ડિમાન્ડ ઇનકમ ટેક્સ એક્ટની કલમ 143(3) હેઠળ જારી કરાયેલા એસેસમેન્ટ ઓર્ડર અને કલમ 156 હેઠળ ડિમાન્ડ નોટિસ દ્વારા માંગવામાં આવી છે. કુલ ડિમાન્ડ 1,499.73 કરોડ રૂપિયા છે, જેમાં લાગુ પડતું વ્યાજ પણ છે.

2 / 6
શું આ ‘IPO’ ના જાદુ પછી ‘બર્બાદી’ ના સંકેત છે? લિસ્ટિંગના ગણતરીના દિવસોમાં જ કંપનીને ₹1,500 કરોડની નોટિસ મળી

3 / 6
આ સિવાય કંપની એ જણાવ્યું કે, આ નવી નોટિસ અગાઉના વર્ષ (2022-23) માટે જારી કરાયેલા સમાન ડિમાન્ડ ઓર્ડર પછી આવી છે, જેની જાણકારી કંપનીએ તેના પ્રોસ્પેક્ટસમાં પણ આપી હતી. આ મામલો હાલ કર્ણાટક હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, જેણે 17 એપ્રિલ 2025 ના રોજ આ ડિમાન્ડ નોટિસ પર વચગાળાનો સ્ટે (રોક) આપ્યો છે.

4 / 6
ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની નેટ લોસ (ચોખ્ખું નુકસાન) વાર્ષિક ધોરણે લગભગ 12 ગણી વધીને 491 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગયા વર્ષે સમાન સમયગાળામાં 37.4 કરોડ રૂપિયા હતી. આ સિવાય કંપનીની આવકમાં 32 ટકાનો વધારો થયો છે અને તે 3,517.6 કરોડ રૂપિયા રહી છે. કંપનીના ખર્ચમાં આવક કરતા વધુ ઝડપથી વધારો થયો છે, જેના કારણે ઓર્ડર્સ અને યુઝર્સમાં સતત તેજી હોવા છતાં નુકસાન વધ્યું છે. મીશોએ જણાવ્યું હતું કે, તેના ઓર્ડર વાર્ષિક ધોરણે 36 ટકા વધીને 6.9 કરોડ થયા છે, જ્યારે વાર્ષિક ટ્રાન્ઝેક્ટિંગ યુઝર્સ 34 ટકા વધીને 2.51 કરોડ થઈ ગયા છે.

5 / 6
10 માર્ચે, સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે, ભારતીય સૂચકાંક નિફ્ટી 24,200 ની ઉપર ખુલ્યો છે. સેન્સેક્સ650 પોઈન્ટ વધીને 78,152.64 પર અને નિફ્ટી 166.95 પોઈન્ટ અથવા 0.69 ટકા વધીને 24,195.00 પર ટ્રેડ થઈ રહ્યો હતો. લગભગ 1,913 શેરોમાં ઉછાળો આવ્યો, 413 ઘટ્યા અને 118 યથાવત રહ્યા છે.  ઈન્ડિગો અને એશિયન પેઇન્ટ્સના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે ONGCના ભાવ ઘટ્યા છે.  (ફોટો ક્રેડિટ- સોશિય મીડિયા)

6 / 6

આ પણ વાંચો: જાણો 20 વર્ષનું ગણિત અને રોકાણની એવી ‘માસ્ટર સ્ટ્રેટેજી’ જે તમને અપાવશે ₹2 કરોડથી વધુનું વળતર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">