AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોલિવુડ સિંગર ચિન્મયી શ્રીપદા મુસ્લિમોના રોઝા બાબતે હિંદુઓને સલાહ આપવા બાબતે થઈ જબરી ટ્રોલ- જુઓ Video

બોલિવુડ સિંગર ચિન્મયી શ્રીપદા હાલ તેના જ એક ટ્વીટને કારણે સોશિયલ મીડિયા પર જબરી ટ્રોલ થઈ રહી છે. તેનુ કારણ એ જ છે કે આ મેડમ પતિના લાંબા આયુષ્ય માટે હિંદુ સ્ત્રીઓ જે કરવા ચૌથનું વ્રત કરે છે તેને અંધશ્રદ્ધા ગણાવે છે. બીજી તરફ મુસ્લિમોના રોઝા પ્રત્યે તેમને ભારે અનુકંપા છે અને તેના માટે હિંદુઓને જ્ઞાન આપી રહ્યા છે.

બોલિવુડ સિંગર ચિન્મયી શ્રીપદા મુસ્લિમોના રોઝા બાબતે હિંદુઓને સલાહ આપવા બાબતે થઈ જબરી ટ્રોલ- જુઓ Video
| Updated on: Feb 22, 2026 | 8:57 PM
Share

બોલિવૂડવાળાઓના દંભનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગઈકાલ સુધી તેઓ ફક્ત હિન્દુ તહેવારો પર જ જ્ઞાન આપતા હતા. પરંતુ હવે આ લોકો રમઝાન પર પણ હિન્દુઓને જ્ઞાન વહેંચવા લાગ્યા છે. આ વખતે આ જ્ઞાન બોલિવૂડ સિંગર ચિન્મયી શ્રીપદા દ્વારા આપવામાં આવી રહ્યું છે. રમઝાન પર. આ જ્ઞાન હિન્દુઓને જ અપાઈ રહ્યુ છે.

ચિન્મયી શ્રીપદા ટ્વીટ કરે છે, જો તમારા મિત્રો રમઝાનના રોજા રાખતા હોય, તો જ્યાં સુધી તેઓ રોજા ન તોડે ત્યાં સુધી તેમની હાજરીમાં ન ખાવા-પીવાની કરુણા બતાવીએ. તમે કહેવા શું માંગો છો? મતલબ કે અમે હિન્દુઓ પણ રમઝાનના રોજા રાખીએ? શું હિન્દુઓને કહેવા માટે આટલું જ બાકી રહ્યું હતું? જ્યારે તમે પોતે હિન્દુ છો, પણ હિન્દુઓ કરતાં વધુ દયાભાવ મુસ્લિમો માટે છે. પણ આ એ જ કહેવાતી હિન્દુવાદી નારીવાદી મહિલા છે જે કરવા ચોથ વખતે કહે છે, LOL. દેખીતી રીતે તે પતિ માટે ક્યારેય ઉપવાસ નહોતો, આ તિથિ પર! તે ગણેશ માટે ઉપવાસ હતો, પતિ માટે નહીં. બધા ભારતીય હિન્દુઓમાં ઉપવાસની આ સંસ્કૃતિ નથી. એક સામાજિક જૂથ કરે છે, બસ. અને ગમે તેમ માતા અને પિતા અથવા તમારા દાદા-દાદી અથવા તમારા બાળકોના ભલા માટે પ્રાર્થના કરવા માટે કોઈ ઉપવાસ નથી. પરંતુ માત્ર પતિને જ લાંબા આયુષ્ય માટે ઉપવાસની જરૂર છે. પત્નીના લાંબા આયુષ્ય માટે કોઈ ધાર્મિક વિધિ કે ઉપવાસની કાળજી નથી કારણ કે તે બદલી શકાય તેવી છે, બરાબર?

જુઓ વીડિયો

મતલબ કે રમઝાનમાં આખો દિવસ ખાધા વગર રોજા રાખવા બરાબર છે, પણ હિન્દુ રિવાજો પર સવાલ ઉઠાવો, પિતૃસત્તાનો ઉલ્લેખ કરો. એટલું જ નહીં, દિવાળી વખતે AQI, પ્રદૂષણ પર પણ તેમના ઘણા ટ્વીટ્સ મળી જશે અને હોળી પર પાણી બચાવો અભિયાન. ચિન્મયી શ્રીપદાના આ જ દંભનું પરિણામ છે કે સોશિયલ મીડિયા પર નેટિઝન્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

તેમણે એક પોસ્ટમાં હિન્દુ ધર્મ માટે લખ્યુ છે કે, પતિ માટે ભગવાન રામ કે લક્ષ્મણ કરતાં ખરાબ કોઈ ઉદાહરણ હોઈ શકે નહીં. તો બીજી તરફ, ખ્રિસ્તી ધર્મમાં જીસસની પ્રશંસા કરે છે. અને રમઝાન પર તો હિન્દુઓને પણ ન ખાવાની સૂચના આપે છે. તેમનુ બીજુ એક ટ્વીટ પણ વાયરલ થઈ રહ્યુ છે જેમાં તે લખે છે, તમે બધા આ દેશમાં મુસ્લિમોને હેરાન કરવા માટે પૂરતું કરી રહ્યા છો તેથી હું તમારી સાથે બરાબર તેવો જ વ્યવહાર કરું છું જેવો તમે તેમની સાથે કરો છો. એક મુસ્લિમ – બધા મુસ્લિમો. એક હિન્દુ, બધા હિન્દુ નહીં. એટલે કે, તે હિન્દુઓને સામૂહિક રીતે દોષિત ઠેરવે છે, પરંતુ મુસ્લિમોનો બચાવ કરે છે.

આનાથી એવું લાગે છે કે તેમનો નારીવાદ કે બિનસાંપ્રદાયિકતા પસંદગીયુક્ત છે. હિન્દુઓ થોડા વધુ પડતા સહિષ્ણુ છે, તેથી આવા વામપંથીઓ જ્ઞાન વહેંચવાનું શરૂ કરી દે છે.

સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસની કમાન, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં થશે મોટી નવાજૂની

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">