AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Gaming: ઓનલાઈન ગેમિંગનો યુવાનો પર વધતો પ્રભાવ, માત્ર મનોરંજન કે ચિંતાનો વિષય?

આજના ડિજિટલ યુગમાં યુવાનોમાં ઓનલાઈન ગેમિંગનો વધતો ઉપયોગ મનોરંજનનું મહત્વપૂર્ણ સાધન બન્યો છે, પરંતુ તેની વધતી લત તેમના અભ્યાસ, ઊંઘ, શારીરિક સ્વાસ્થ્ય અને દૈનિક જીવન પર શું અસર કરે છે, તે અંગે નિષ્ણાતોની શું સલાહ છે ચાલો જાણીએ.

Online Gaming: ઓનલાઈન ગેમિંગનો યુવાનો પર વધતો પ્રભાવ, માત્ર મનોરંજન કે ચિંતાનો વિષય?
ઓનલાઈન ગેમિંગનો યુવાનો પર વધતો પ્રભાવ: મનોરંજન કે ચિંતાનો વિષય?Image Credit source: social media
| Updated on: Mar 07, 2026 | 1:55 PM
Share

ટેક્નોલોજી અને સ્માર્ટફોનના વધતા ઉપયોગ સાથે યુવાનોમાં ઓનલાઇન ગેમિંગનો ટ્રેન્ડ ઝડપથી વધતો જોવા મળે છે. ઇન્ટરનેટની સરળ ઉપલબ્ધતા અને મોબાઈલ ગેમ્સની લોકપ્રિયતાના કારણે ઘણા યુવાનો પોતાના ખાલી સમયમાં ઓનલાઇન ગેમ રમવાનું પસંદ કરે છે.

મનોરંજન અને સમય પસાર કરવાની એક સરળ રીત તરીકે ગેમિંગ લોકપ્રિય બન્યું છે. પરંતુ તેના વધતા ઉપયોગ એ કેટલીક ચિંતાઓ પણ ઊભી કરી છે.

ગેમિંગ ના માનસિક અને શારીરિક પ્રભાવ

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ લાંબા સમય સુધી ઓનલાઇન ગેમ રમવાથી યુવાનોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. સતત સ્ક્રીન સામે સમય પસાર કરવાથી આંખોમાં થાક, ઊંઘમાં ઘટાડો અને શારીરિક થાક જેવી સમસ્યાઓ જોવા મળે છે.

માનસિક રીતે પણ ગેમિંગનો અતિરેક યુવાનોમાં ચીડિયાપણું, ધ્યાનમાં ઘટાડો અને અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા જેવી પરિસ્થિતિઓ ઊભી કરી શકે છે. કેટલાક કિસ્સાઓ માં યુવાનો ગેમમાં એટલા વધુ મગ્ન થઈ જાય છે કે તેઓ રોજીંદી જવાબદારીઓ થી પણ દૂર થઈ જાય છે.

લોકપ્રિય ગેમ્સ અને યુવાનોનું આકર્ષણ

આજકાલ અનેક મોબાઈલ અને ઓનલાઇન ગેમ્સ યુવાનો ને આકર્ષિત કરે છે. ગેમ્સમાં મળતા લેવેલ્સ, રિવોર્ડ્સ અને સ્પર્ધાત્મક માહોલ યુવાનોને વારંવાર ગેમ રમવા પ્રેરિત કરે છે. મિત્રો સાથે ઓનલાઇન ગેમ રમવાની સુવિધા પણ આ ટ્રેન્ડને વધુ મજબૂત બનાવે છે.

શિક્ષણવિદોના મતે ગેમિંગનો મર્યાદિત ઉપયોગ મનોરંજન અને માનસિક તાજગી માટે લાભદાયી બની શકે છે, પરંતુ તેનો અતિરેક વિધ્યાર્થીઓના અભ્યાસ અને દૈનિક જીવન પર નકારાત્મક અસર કરી શકે છે.

નિષ્ણાંતોની સલાહ

માનસિક સ્વાથ્ય નિષ્ણાંતોના જણાવ્યા મુજબ યુવાનો માટે ગેમિંગ અને અન્ય પ્રવૃતિઓ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જરૂરી છે. માતા-પિતા અને શિક્ષકોને પણ બાળકોના સ્ક્રીન ટાઇમ પર ધ્યાન રાખવું જોઈએ અને તેમને રમતગમત, વાંચન તથા અન્ય સર્જનાત્મક પ્રવૃતિઓમાં જોડાવા પ્રોત્સાહિત કરવું જોઈએ.

એક રીતે જોવામાં આવે તો ઓનલાઇન ગેમિંગ આધુનિક યુગનું લોકપ્રિય મનોરંજન બની ગયું છે, પરંતુ તેનો અતિરેક ઉપયોગ યુવાનોના સ્વાસ્થ્ય માટે અને અભ્યાસ માટે પડકારરૂપ બની શકે છે. યોગ્ય માર્ગદર્શન અને સંયમથી જ તેનો ઉપયોગ યુવાનો માટે લાભદાયક બની શકે છે.

યુવાનોમાં વધતું સોશિયલ મીડિયા એડિક્શન, સમય સાથે વધી ચિંતા, કારણ જાણવા માટે અહીં ક્લિક કરો

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">