T20 વર્લ્ડ કપ 2024 રિઝલ્ટ
આઈસીસી ટી20 વર્લ્ડકપની શરુઆત 2007થી થઈ હતી અને ત્યારબાદથી આ ટૂર્નામેન્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટનો મહત્વનો ભાગ બની ગઈ છે. વન ડે વર્લ્ડકપની જેમ ટી20 વર્લ્ડકપમાં પણ અનેક ટીમની ટકકર બાદ એક ચેમ્પિયન મળે છે. ટી20 ફોર્મેટમાં સૌથી પહેલા મેચમાં ટાઈ પર પૂર્ણ કરવાનો નિયમ બદલવામાં આવ્યો હતો અને આના માટે ટાઈ-બ્રેકરની શરુઆત થઈ હતી. શરુઆતમાં આના માટે બોલ-આઉટનો નિયમ હતો.ત્યારબાદ તેમાં ફેરફાર કરી સુપર ઓવર કરવામાં આવ્યો હતો. ટી20 વર્લ્ડકપમાં કોઈ પણ મેચના રિઝલ્ટ માટે ઓછામાં ઓછી 5-5 ઓવરની ગેમ રમવી જરુરી છે. જો આવું ન થયું તો મેચને રદ્દ કરવામાં આવે છે અને બંન્ને ટીમને પોઈન્ટ આપવામાં આવે છે. ફાઈનલમાં જો વરસાદ કે અન્ય કોઈ કારણોસર મેચ નક્કી કરેલા સમય પર ન રમાઈ, કે પછી રિઝર્વ ડે પર મેચ ન રમાઈ તો બંન્ને ટીમને વિજેતા જાહેર કરવામાં આવે છે.
પ્રશ્ન- T20 વર્લ્ડકપ 2007માં મેચ ટાઈ થયા બાદ ભારતે પાકિસ્તાનને કેવી રીતે હરાવ્યું?
પ્રશ્ન- શું T20 વર્લ્ડકપમાં મેચ માટે કોઈ રિઝર્વ ડે હોય છે?
પ્રશ્ન- શું આજ સુધી T20 વર્લ્ડકપમાં ક્યારેય કોઈ ફાઈનલ રદ્દ થઈ છે?