AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મમતા બેનર્જી સામે આ વાતને લઈને દર્શાવી નારાજગી, કહ્યુ “હું તો તેમને નાની બહેન જેવા માનુ છુ,છતાં….”

પશ્ચિમ બંગાળના 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ હાજરી આપી હતી. તેમણે નાના સ્થળ પર કાર્યક્રમને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ફાંસીદેવામાં નિયુક્ત મેદાન ખૂબ નાનું હતું, જેના કારણે ઘણા લોકો કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહીં. ત્યારબાદ તેમણે વિધાનનગરમાં મોટા મેદાનને જોઈ કહ્યું કે આ સ્થળ પર કાર્યક્રમ થતું તો લાખો લોકો ભેગા થઈ શકતા હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મમતા બેનર્જી સામે આ વાતને લઈને દર્શાવી નારાજગી, કહ્યુ હું તો તેમને નાની બહેન જેવા માનુ છુ,છતાં....
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2026 | 8:19 PM
Share

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલનમાં હાજરી આપવા માટે પશ્ચિમ બંગાળ પહોંચ્યા. આ સંમેલન સિલિગુડી મહકુમા પરિષદના ફાંસીદેવામાં આયોજીત હતું. કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિએ પરિષદ માટે નક્કી કરાયેલા સ્થળ પર નારાજગી વ્યક્ત કરી અને ત્યારબાજ આ મુદ્દે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું કે, સંમેલન માટે નક્કી કરાયેલ સ્થળ ખૂબ જ નાનું હતું, જેના કારણે સંથાલ સમુદાયના લોકો મોટી સંખ્યાએ કાર્યક્રમમાં આવી શક્યા ન હતા.ત્યાં પાંચ હજાર લોકો માટે પણ પર્યાપ્ત જગ્યાઓ ન હતી.

નાના સ્થળને જોઈ રાષ્ટ્રપતિએ નારાજગી વ્યક્ત કરી

સંથાલ સંમેલન બાદ રાષ્ટ્રપતિ બીજા કાર્યક્રમમાં હાજરી આપવા વિધાનનગર મેદાનમાં પહોંચ્યા. ત્યાં તેમણે વિધાનનગરનું મેદાન જોઈ કહ્યું કે આ મેદાન કદમાં ખુબ જ મોટું છે અને અહીં લાખો લોકો સમાવવાની ક્ષમતા છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે જો આ વિશાળ મેદાનમાં આંતરરાષ્ટ્રીય સંથાલ સંમેલન યોજાયું હોત,તો અંદાજે પાંચ લાખ લોકો હાજરી આપી શક્યા હોત. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો આટલું મોટું મેદાન હતું તો પછી કોન્ફરન્સ માટે નાનું સ્થળ કેમ પસંદ કરવામાં આવ્યું.

રાષ્ટ્રપતિએ બંગાળના મુખ્યમંત્રીને પોતાની નાની બહેન ગણાવી

રાષ્ટ્રપતિએ પોતાના વક્તવ્ય દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મમતા બેનર્જી તેમની નાની બહેન જેવા છે અને તેઓ તેમને બહેનની જેવુ જ વ્હાલ કરે છે. તેમણે આગળ કહ્યું કે મને નથી લાગતું કે મમતા મારાથી ગુસ્સે હોય, પણ તેમ છતાં મને સમજાતું નથી કે સંથાલ આંતરરાષ્ટ્રીય પરિષદ માટે નાની જગ્યા કેમ આપવામાં આવી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે એવું લાગતું હશે કે નાના મેદાનમાં આવી, કાર્યક્રમમાં હાજરી આપી અને ત્યારબાદ ત્યાંથી પાછા જતા રહે. તેમણે આ ટિપ્પણીઓ તે સમયે કરી જ્યારે તેઓ બીજા કાર્યક્રમમાં લોકોને સંબોધીત કરી રહ્યા હતા.

1 એપ્રિલથી નહીં, આજથી જ યુવા સાથીયોના ખાતામાં આવશે પૈસા, ચૂંટણી પહેલા મમતા બેનર્જી નું એલાન વધુ વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">