રાજ્યમાં માર્ચની શરૂઆત સાથે જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.ઉનાળાનો મિજાજ જોવા મળી રહ્યો છે.અનેક શહેરોમાં તાપમાનનો પારો સામાન્ય કરતા ઊંચો નોંધાઈ રહ્યો છે.ત્યારે હવામાન વિભાગે કાળઝાળ ગરમીની આગાહી કરી છે. આગામી દિવસોમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે.