AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : યુનિક થીમ અને અનોખી પહેલ, શાંતિ બિઝનેસ સ્કૂલનો વાર્ષિક ફેસ્ટ ‘બૌદ્ધિકા 2026’

શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) અમદાવાદે ‘બૌદ્ધિકા 2026’નું સફળતાપૂર્વક આયોજન કર્યું. “નઈ સોચ, નયા જોશ, નઈ દિશા” થીમ પર આધારિત આ વાર્ષિક મેનેજમેન્ટ અને કલ્ચરલ ફેસ્ટમાં 14 સ્પર્ધાઓમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

Ahmedabad : યુનિક થીમ અને અનોખી પહેલ, શાંતિ બિઝનેસ સ્કૂલનો વાર્ષિક ફેસ્ટ 'બૌદ્ધિકા 2026'
| Updated on: Mar 04, 2026 | 9:13 PM
Share

શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS), અમદાવાદ દ્વારા તેના વાર્ષિક મેનેજમેન્ટ અને કલ્ચરલ ફેસ્ટ ‘બૌદ્ધિકા 2026’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ઉજવણી “નઈ સોચ, નયા જોશ, નઈ દિશા” થીમ પર આધારિત હતી, જે નવા વિચારો, ઉર્જા અને પ્રગતિશીલ દિશામાં આગળ વધવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

‘બૌદ્ધિકા 2026’માં કુલ 14 વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમ શાંતિ બિઝનેસ સ્કૂલની સર્વાંગી વિકાસ અને પ્રાયોગિક શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મેનેજમેન્ટ આધારિત પડકારો અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.

મેનેજમેન્ટ કેટેગરી હેઠળ બિઝનેસ ક્વિઝ (વ્યાપાર પહેલી), એડ મેઈડ શો (વિજ્ઞાપન), બિઝનેસ ડિલેમા (વિચાર મંથન) અને કોર્પોરેટ ડ્યુઅલ (તર્ક-વિતર્ક) જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને વ્યૂહાત્મક કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું.

સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં સરગમ (ગાયન), નાચ લે (નૃત્ય), જલવા (ફેશન શો) અને ચિત્રપથ (ડ્રામા/નુક્કડ નાટક) જેવી રજૂઆતો દ્વારા વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભા અને સર્જનાત્મકતા ઝળહળી ઉઠી હતી.

આ ઉપરાંત ખુલા દરબાર (ઓપન માઈક), ઉસ્તાદ-એ-ઝાયકા (માસ્ટર શેફ), વો પુરાને દિન (સ્કૂલ ગેમ્સ), કુરુક્ષેત્ર (BGMI), તલાશ (ટ્રેઝર હન્ટ) અને આઓ ખેલેં (બોક્સ ક્રિકેટ) જેવી વિવિધ સ્પર્ધાઓએ બે દિવસીય મહોત્સવમાં ઉત્સાહ, મનોરંજન અને ટીમવર્કનો રંગ ઉમેર્યો હતો.

આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલના ડાયરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતું કે, “‘નઈ સોચ, નયા જોશ, નઈ દિશા’ માત્ર એક થીમ નથી, પરંતુ એક માનસિકતા છે. SBSમાં અમે વિદ્યાર્થીઓને પરંપરાગત સીમાઓથી બહાર વિચારીને આગળ વધવા, તેમની ક્ષમતાને નવીનતા સાથે જોડવા અને આત્મવિશ્વાસ સાથે ભવિષ્ય ઘડવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. ‘બૌદ્ધિકા’ એવો મંચ છે જ્યાં પ્રતિભાને નિખારવામાં આવે છે અને નેતૃત્વના ગુણો વિકસે છે.”

‘બૌદ્ધિકા 2026’ માત્ર એક મહોત્સવ નહોતો, પરંતુ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક, સર્જનાત્મક અને નેતૃત્વ ક્ષમતાઓને વિકસાવવા માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થયો.

ઈક્વિટી અને કોમોડિટીની જુગલબંધી, TV9 પર પોર્ટફોલિયો મજબૂત કરતી ચર્ચા

Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત! અનેક શહેરોમાં હીટવેવને પગલે યલો એલર્ટ
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
ગૌમાતાના નામે 'મહા-લૂંટ'! ભાજપના નેતાનો પાપનો ઘડો ફૂટ્યો
g clip-path="url(#clip0_868_265)">