હોળી ધૂળેટી
હોળી અને ઘૂળેટીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. હોળી એ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. હોળીના દિવસો દરમિયાન ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય છે. હોળીને ગુજરાતના અમુક વિસ્તારોમાં હુંતાસણી પણ કહેવામાં આવે છે. હોળીના બીજા દિવસે ધૂળેટી તરીકે ઉજવવામાં આવે છે.
હોળીને વસંતના વધામણા કરનારા રંગોના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે, લોકો એક બીજા ઉપર વિવિધ રંગ છાટીને આનંદ ઉત્સાહ મનાવે છે. હોળી પર્વની સાંજે લોકો પોતાના વિસ્તારમાં લાકડા અને છાણા મુકીને હોલીકા દહન એટલે કે હોળી પ્રગટાવે છે. હોળીના દિવસે લોકો ખજૂર અને ધાણી ખાય છે. આ એક ધાર્મિક રીતરિવાજની સાથે પરંપરા છે.
દંતકથા અનુસાર ભક્ત પ્રહલાદને ભષ્મ કરવા માટે તેના પિતા હિરણ્યકશિપુ તેની બહેન હોલિકાને કહે છે. હોલિકા પોતાના ખોળામાં પ્રહલાદને લઈને ચિતામાં બેસે છે. ચિતામાં બેઠેલ હોલિકા અગ્નિજ્વાળામાં બળીને ભષ્મ થઈ જાય છે અને પ્રહલાદને એક નાની સરખી ખરોચ પણ આવતી નથી. આ દિવસથી હોળીના દિવસે સાંજે હોળી પ્રગટાવવાનું મહત્વ છે.