Special Trains : રક્ષાબંધનથી દિવાળી સુધી કન્ફર્મ સીટોની થઈ ગઈ છે વ્યવસ્થા, રેલવેએ 8 જોડી ટ્રેનોની વધારી ફ્રિકવન્સી
Festival season train : તહેવારોની મોસમ અને રજાઓમાં ટ્રેનોમાં મુસાફરોની ભીડ નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનથી દિવાળી સુધી લોકો માટે કન્ફર્મ સીટની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવેએ નવેમ્બર સુધી 8 જોડી વિશેષ ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે.


Special Trains : ભારતીય રેલવે દેશના સામાન્ય લોકો માટે મુસાફરીનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે. દરરોજ હજારો ટ્રેનો મુસાફરો માટે ચલાવવામાં આવે છે, જેના દ્વારા કરોડો લોકો મુસાફરી કરે છે. જોકે તહેવારોની સિઝન અને રજાઓમાં ટ્રેનોમાં મુસાફરોની ભીડ ઘણી વધી જાય છે. આવી સ્થિતિમાં રક્ષાબંધનથી દિવાળી સુધી લોકો માટે કન્ફર્મ સીટની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવેએ નવેમ્બર સુધી 8 જોડી વિશેષ ટ્રેનોની ફ્રિકવન્સી વધારવાની જાહેરાત કરી છે.

ટ્રેન નંબર 05054 બાંદ્રા ટર્મિનસ-ગોરખપુર સાપ્તાહિક વિશેષ 31 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 05053 ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ 30 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ વીકલી સ્પેશિયલ 30 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 09208 ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલને 29 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09059 સુરત-બ્રહ્મપુર સાપ્તાહિક વિશેષને 27 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 09060 બ્રહ્મપુર - સુરત સાપ્તાહિક વિશેષને 29 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09007 વલસાડ-ભિવાની સાપ્તાહિક વિશેષને 29 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 09008 ભિવાની-વલસાડ સાપ્તાહિક વિશેષને 30 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 03110 વડોદરા-સિયાલદાહ સાપ્તાહિક વિશેષને 26 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નંબર 03109 સિયાલદાહ-વડોદરા સાપ્તાહિક વિશેષને 24 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09493 અમદાવાદ-પટના સાપ્તાહિક વિશેષને 25 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે. એ જ રીતે ટ્રેન નંબર 09494 પટના-અમદાવાદ સાપ્તાહિકને 27 ઓગસ્ટ, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09425 સાબરમતી - હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક વિશેષને 29 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. એ જ રીતે, ટ્રેન નંબર 09426 હરિદ્વાર - સાબરમતી BG દ્વિ-સાપ્તાહિક વિશેષને 30 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન નંબર 09321 ડૉ. આંબેડકર નગર - શ્રી માતા વૈષ્ણો દેવી કટરા ત્રિ-સાપ્તાહિક વિશેષને 30 નવેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09322 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા - ડૉ. આંબેડકર નગર ત્રિ-સાપ્તાહિક વિશેષને 01 ડિસેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.

ટ્રેન કેવી રીતે બુક થશે? : ટ્રેન નંબર 09207, 09208, 09007, 09493, 09059, 09425, 09321 અને 03110 ની વિસ્તૃત મુસાફરી માટે બુકિંગ 29 જુલાઈ, 2024 થી તમામ સ્ટેશનો પર ખુલશે. PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સ્ટોપેજ અને ફોર્મેશનના સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

































































