Surat : સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, હાઇરાઇઝ બિલ્ડિંગમાં ચપટીમાં ચઢી જતો, CCTVમાં કેદ થયા દ્રશ્યો
ગુજરાતમાં અવારનવાર ચોરી અને લૂંટની ઘટના સામે આવતી હોય છે. આવી જ ચોરીની ઘટના સુરતમાં સામે આવી છે. રીઢો સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં આવી ગયા છે. બિલ્ડીંગ પાછળની પાઈપ પકડી ચોરી કરવાની ટેવ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં અવારનવાર ચોરી અને લૂંટની ઘટના સામે આવતી હોય છે. આવી જ ચોરીની ઘટના સુરતમાં સામે આવી છે. રીઢો સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં આવી ગયા છે. આ ચોર સ્પાઇડરમેનની જેમ ગણતરીની મિનિટમાં જ ઊંચી ઊંચી રહેણાંક બિલ્ડિંગ પર ચઢી જતો હતો અને ઘરોમાં ઘુસીને ચોરી કરતો હતો.
આ ચોરને બિલ્ડીંગ પાછળની પાઈપ પકડી ચોરી કરવાની ટેવ હોવાનું સામે આવ્યું છે. હાઈરાઈઝ બિલ્ડીંગમાં 4 માળ સુધી ચઢી ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે. સુરત પોલીસે રાંદેર વિસ્તારમાં રીવરફ્રન્ટ પરથી આ આરોપીને ઝડપ્યો હતો. 8 થી વધુ ચોરીના ગુનાઓમાં આરોપી ઘણા સમયથી ફરાર હતો. 12 માર્ચ અઠવાલાઈન્સની 3 ઓફિસમાં ચોરી કરી હતી. ચોરીને અંજામ આપતા દ્ર્શ્યો CCTVમાં કેદ થયા છે.
8થી વધુ ચોરીના ગુનાનો ઉકેલાયો ભેદ
ઉલ્લેખનીય છે કે આરોપી વિમલસિંગ હાઇરાઈઝ બીલ્ડીંગના 4 માળ સુધી ઘરમાં ચોરી કરવા સ્પાઇડરમેનની માફક ઉપર ચઢી જતો હતો. જેના માટે બિલ્ડીંગની દિવાલ પાછળ લગાવવામાં આવેલી પાઈપનો ઉપયોગ કરતો હતો. અઠવાલાઈન્સ વિસ્તારની ઓફિસોમાં ચોરી આચરી હતી. જ્યાં 60 હજાર રોકડા અને 4 સ્માર્ટફોન સહિત કુલ 1 લાખ 64 હજારની ચોરી કરી હતી. CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપી વિમલસિંગ રાજપુતને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.