સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટ

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. અગાઉ ભારતની ફેડરલ કોર્ટ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા હતી. 28 જાન્યુઆરી 1950ના રોજ પ્રથમ વખત સુપ્રીમ કોર્ટની બેંચ સંસદ ભવનના ‘ચેમ્બર ઓફ પ્રિન્સેસ’ માં મળી હતી. સુપ્રીમ કોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયાધીશ હિરાલાલ જે કાનીયા હતા, જ્યારે પ્રથમ મહિલા ચીફ જાસ્ટી બિવી ફાતિમા હતા.

1958 માં સુપ્રીમ કોર્ટને દિલ્હીના સંસદ ગૃહ સંકુલથી તિલક માર્ગ ખસેડવામાં આવી હતી. સ્થાપના સમયે સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત 8 ન્યાયાધીશો હતા. હાલમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ સહિત 34 ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટ ભારતના બંધારણ હેઠળ ન્યાયની અપીલ માટેની અંતિમ અદાલત છે.

 

Read More

Godhra kand: ગોધરા કાંડ પર સુપ્રીમ કોર્ટમાં 13 ફેબ્રુઆરીએ થશે મોટી સુનાવણી

દેશની સર્વોચ્ચ અદાલત ગુજરાતના ગોજારા ગોધરા ટ્રેન અગ્નિકાંડના કેસમાં 13 ફેબ્રુઆરીએ સુનાવણી કરશે. ગુજરાત સરકારે તેમજ આ કેસના અન્ય દોષીતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં 13 ફેબ્રુઆરીએ મહત્વપૂર્ણ સુનાવણી થશે.

મુસ્લિમ પુરૂષો એક કરતાં વધુ લગ્નની નોંધણી કરી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુસ્લિમ પુરુષોને એકથી વધુ લગ્ન રજીસ્ટર કરવાનો અધિકાર નથી. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

કાયદાની એક ખતરનાક ધારા, જેનાથી ડરે છે દરેક પતિ અને સાસરીયા, ધારાકીય જોગવાઈને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ

બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્ની સાથેના વિવાદને કારણે આત્મહત્યા કરી લીધી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ખૂબ જ ગંભીર ટિપ્પણી કરી હતી. જે બાદ હવે પુરુષોની ઉત્પીડન અને દહેજ કાયદાના દુરુપયોગ સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

Supreme Court : મંદિર કે મસ્જિદ? વર્શિપ એક્ટ પર મહત્વનો નિર્ણય, જુઓ Video

સુપ્રીમ કોર્ટે પૂજા સ્થળો અંગેના વિવાદોમાં મહત્વનો નિર્ણય આપ્યો છે. 18 થી વધુ વિવાદિત કેસો ચાલુ હોવાથી નવી અરજીઓ પર રોક લગાવાઈ છે. કેન્દ્ર સરકારે ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવાનો છે.

હવે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર કેવી રીતે ચાલશે ? વાંચો સુપ્રીમ કોર્ટની આ 5 મોટી ગાઈડલાઈન

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગેરકાયદે બાંધકામોનું શું થશે તેવો સવાલ ઉઠી રહ્યો છે. શું તેમના પર બુલડોઝર નહીં ચાલે? તેથી સુપ્રીમ કોર્ટે આ માટે માર્ગદર્શિકા આપી છે. કોર્ટે કહ્યું છે કે ઘર તોડતા પહેલા 15 દિવસની નોટિસ આપવી પડશે. નોટિસમાં જણાવવાનું રહેશે કે ઘર કેવી રીતે ગેરકાયદેસર છે.

બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ, મનસ્વી રીતે કામ ના કરે સરકાર, સમગ્ર દેશ માટે માર્ગદર્શિકા જાહેર

સુપ્રીમ કોર્ટે, આજે બુધવારે બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે કોઈના ઘરને માત્ર એ આધાર પર તોડી શકાય નહીં કે તે ગુનાહિત કેસમાં દોષિત છે અથવા આરોપી છે. અમારો આદેશ છે કે આવી સ્થિતિમાં અધિકારીઓ કાયદાની અવગણના કરી શકે નહીં અને બુલડોઝર જેવી કાર્યવાહી કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ એક રાજ્ય માટે નથી, પરંતુ સમગ્ર દેશ માટે છે. જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે આ નિર્ણય આપ્યો હતો.

ભારતમાં દારૂ ખરીદવા અને પીવાની સાચી ઉંમર કઈ, 18 કે 21 ? સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો

સુપ્રીમ કોર્ટમાં દારૂ પીવાની સાચી ઉંમરને લઈને એક અરજી દાખલ કરવામાં આવી છે. જેના પર કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, દેશના અલગ-અલગ રાજ્યોમાં દારૂ ખરીદવા અને પીવાની સાચી ઉંમર કેટલી છે અને સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીમાં શું માંગણી કરવામાં આવી છે.

જ્યારે ઈન્દિરા ગાંધીના કારણે જસ્ટિસ સંજીવ ખન્નાના કાકા નહોતા બની શક્યા CJI, જાણો શું હતી સમગ્ર ઘટના

એક સમયે સંજીવ ખન્નાના કાકા જસ્ટિસ એચઆર ખન્ના પોતે મુખ્ય ન્યાયાધીશ બનવાના હતા, પરંતુ તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે તેમની જગ્યાએ જસ્ટિસ એમ.એચ બેગને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનાવ્યા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવી તો શું ઘટના બની કે, સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના બદલે અન્ય કોઈને મુખ્ય ન્યાયાધીશ (CJI) બનાવવામાં આવ્યા હતા.

સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, SCએ કહ્યું – જમીનનો કબજો સરકાર પાસે રહેશે, જુઓ વીડિયો

ગીર સોમનાથ બુલડોઝર એક્શનઃ ગુજરાતના ગીર સોમનાથમાં સોમનાથ ખાતે બુલડોઝર એક્શન કેસમાં મુસ્લિમ પક્ષને કોઈ રાહત મળી નથી. આ કેસમાં સર્વોચ્ચ અદાલતે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ સરકારી જમીન છે. આગામી આદેશ સુધી જમીનનો કબજો સરકાર પાસે રહેશે.

સુપ્રીમ કોર્ટ વિપક્ષની ભૂમિકા નથી ભજવતું, CJI ચંદ્રચુડે કેમ આવું કહ્યું?

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે લોક અદાલત હોવાનો અર્થ એ નથી કે, અમે સંસદમાં વિપક્ષની ભૂમિકા ભજવીએ. આજે પણ સુપ્રીમ કોર્ટની ભૂમિકાને લઈને લોકોની વિચારસરણીમાં મોટો તફાવત છે. જ્યારે આપણે લોકોની તરફેણમાં ચુકાદો આપીએ છીએ ત્યારે લોકો સુપ્રીમ કોર્ટને એક અદ્ભુત સંસ્થા કહે છે, જ્યારે ચુકાદો તેમની વિરુદ્ધ આવે છે ત્યારે લોકો તેને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

Supreme Court : ભારતમાં કાયદો હવે ‘આંધળો’ નથી રહ્યો…ન્યાયની દેવીની આંખો પરથી હટાવી પટ્ટી, તલવારની જગ્યા લીધી સંવિધાને

Lady Justice Egyptian Goddess Themis : થોડાં સમય પહેલા દેશમાં બ્રિટિશ કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે ન્યાયતંત્રે પણ અંગ્રેજોના જમાનાને પાછળ છોડીને નવો દેખાવ અપનાવવાનું શરૂ કર્યું છે. સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં ન્યાયની દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આમાં આંખની પટ્ટી હટાવી દેવામાં આવી છે. હાથમાં તલવારની જગ્યાએ બંધારણ આવ્યું છે.

સોમનાથમાં બુલડોઝર કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટેનું સખ્ત વલણ, આદેશની અવમાનના થઈ હશે તો અધિકારીને પણ જેલમાં મોકલી દઈશુ

સોમનાથમાં તાજેતરમાં મંદિર આસપાસ મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી જેમા 320 કરોડની 102 એકર જમીન પરથી દબાણો હટાવી ખુલ્લી કરવામાં આવી છે. આ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સખ્ત વલણ દર્શાવતા જણાવ્યુ છે કે જો બુલડોઝર કાર્યવાહીના આદેશની અવમાનના થઈ હશે તો અધિકારીને પણ જેલમાં મોકલી દઈશુ. આ મામલે સુપ્રીમ કોર્ટે ગીરસોમનાથના જિલ્લા કલેક્ટર પાસે જવાબ માગ્યો છે.

તિરુપતિ પ્રસાદ વિવાદમાં હવે બનશે પાંચ સભ્યોની SIT, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

સુપ્રીમ કોર્ટે આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિર લાડુ વિવાદ કેસમાં નવી SITની રચના કરી છે. હવે નવી તપાસ ટીમમાં સીબીઆઈના બે અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ આ મામલાને લઈને ખૂબ જ સંવેદનશીલ છે.

Bilkis Bano Case: બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, રિવ્યુ પિટિશન ફગાવી

બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે 11 દોષિતોની મુક્તિ રદ કરવાના કેસમાં ગુજરાત સરકારે કરેલ સમીક્ષા અરજીને ફગાવી દીધી છે. ગુજરાત સરકારે મુક્ત કરેલા બિલકિસ બાનુ કેસના આરોપીઓની મુક્તિને સુપ્રીમ કોર્ટે, ગત 8 જાન્યુઆરીએ રદ કરી હતી.

ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી અથવા ડાઉનલોડ કરવી એ POCSO હેઠળ ગુનો છે, SC એ મદ્રાસ HCના નિર્ણયને રદ કર્યો

ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અથવા જોવી એ POCSO એક્ટ હેઠળ ગુનો છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશને પલટી નાખ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે ગુનો નથી.

g clip-path="url(#clip0_868_265)">