સુરત
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસાઈને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. વર્ષ 2008માં સુરત 16.5 % જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું.
શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે. ઇ.સ. 1994નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું. બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને તાપી નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ.
આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે.
મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે.