મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર દેશના 28 રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર મુંબઈ છે. મહારાષ્ટ્ર રાજ્યની વસ્તી 11 કરોડથી વધુ છે. રાજ્યમાં લોકસભાની કુલ 48 બેઠકો છે, જ્યારે રાજ્યસભાની 19 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભાની સાથે વિધાન પરિષદ પણ અસ્તિત્વમાં છે. રાજ્યમાં વિધાનસભાની 289 બેઠકો છે. જ્યારે વિધાન પરિષદમાં 78 બેઠકો છે. મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા મરાઠી છે. મહારાષ્ટ્રની ગણતરી દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે. મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના 1960માં 1લી મેના રોજ થઈ હતી. એ પહેલા ગુજરાતની સાથે મહારાષ્ટ્ર જોડાયેલ હતું.