ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ એ ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક છે. તેનુ પાટનગર લખનૌ છે. ઉત્તર પ્રદેશમાં આશરે 20 કરોડની વસ્તીવાળા 75 જિલ્લાઓ છે. ઉત્તર પ્રદેશ લગભગ 2 લાખ 41 હજાર ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
રાજ્યમાંથી લોકસભાની કુલ 80 બેઠકો છે. જ્યારે રાજ્યમાંથી 31 રાજ્યસભા સભ્યો ચૂંટાય છે. રાજ્યના વિધાનસભા સભ્યોની સંખ્યા 404 છે. તેમાંથી 403 ચૂંટાયા છે, જ્યારે ધારાસભ્યો નામાંકિત છે. ઉત્તર પ્રદેશની સત્તાવાર ભાષા હિન્દી છે.
રાજ્ય પક્ષી સ્ટોર્ક છે. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે, આનંદી બેન પટેલ રાજ્યપાલ તરીકે છે. વિશ્વની સાત અજાયબીઓમાંનો એક તાજમહેલ ઉત્તર પ્રદેશમાં છે. તે આગ્રામાં આવેલ છે.
Aadhaar Card : હવે આ કામ માટે નહીં વાપરી શકો આધાર કાર્ડ, નવા નિયમમાં અટકી શકે તમારું કામ
દેશના એક રાજ્યમાં આધાર કાર્ડ જન્મના પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આધાર ઓળખ કાર્ડ છે, જન્મ તારીખનો સત્તાવાર પુરાવો નહીં.
- Sagar Solanki
- Updated on: Dec 2, 2025
- 5:52 pm
SIR ની કામગીરીમાં લવ મેરેજ બની રહ્યા છે મોટી સમસ્યા, પ્રેમલગ્નમાં ઘર છોડીને ભાગેલી મહિલાઓને ક્યાંથી લાવે પિતાના દસ્તાવેજ?
યુપીમાં SIR ની પ્રક્રિયા સતત શરૂ છે અને લોકોને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વિચારો જે લોકો ઘરેથી ભાગીને અન્ય જગ્યાએ સ્થાયી થયા છે, તેમનો SIR કેવી રીતે થશે? પ્રેમ સંબંધમાં ઘરેથી ભાગેલી મહિલાઓની સામે આ સમસ્યા પેદા થઈ છે.
- Mina Pandya
- Updated on: Nov 30, 2025
- 9:27 pm
હવે બાળકોને AI ટીચર ભણાવશે! 17 વર્ષના છોકરાનો કમાલ, સાડી પહેરેલી શિક્ષિકાને જોઈને લોકો દંગ થઈ ગયા
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રહેતા 17 વર્ષીય આદિત્યએ એક અનોખો AI આધારિત શિક્ષક રોબોટ તૈયાર કર્યો છે. આદિત્યના જણાવ્યા મુજબ, રોબોટના વિકાસ માટે તેણે LLM પર આધારિત વિશેષ ચિપસેટનો ઉપયોગ કર્યો છે. તે કહે છે કે અનેક ટેક કંપનીઓ પણ આવા જ પ્રકારના ચિપસેટથી રોબોટ્સ વિકસાવતી હોવાથી તેને આ ટેક્નોલોજી પસંદ આવી. હવે ચાલો, આ રોબોટનું પ્રદર્શન દર્શાવતો વિડિયો જોઈએ.
- Ashvin Patel
- Updated on: Nov 29, 2025
- 9:41 pm
વીમાના 50 લાખ રૂપિયા માટે મિત્રને નકલી મૃત જાહેર કરી, અસલ અંતિમસંસ્કાર કરવા ગયા અને પકડાયા – જુઓ વિડિયો
યુપીના હાપુડના બ્રિજઘાટ સ્મશાનગૃહમાં વીમા કૌભાંડનો ભંડાફોડ થયો છે. ચાર યુવાન એક ડમી મૃતદેહને લઈ અંતિમ સંસ્કાર કરવા પહોંચ્યા હતા. સ્મશાનના એક કર્મચારીને શંકા થતાં પોલીસ બોલાવી તપાસ કરી, જેના પરિણામે બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.
- Sachin Agrawal
- Updated on: Nov 29, 2025
- 3:06 pm
જેલમાં કેદ મુસ્કાને બાળકીને જન્મ આપતા સૌરભનો પરિવાર કરાવશે DNA ટેસ્ટ, તેની જવાબદારી કોણ સંભાળશે, શું છે કાયદો?
મુસ્કાન, જેણે તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી અને પછી તેને ડ્રમમાં ભરી દીધો, તેણે જેલમાં એક બાળકીને જન્મ આપ્યો. શું તે બાળકને પોતાની સાથે રાખશે? ચાલો જાણીએ કે આ કેસમાં કાનૂની કાયદાઓ શું કહે છે,
- Sachin Agrawal
- Updated on: Nov 26, 2025
- 1:55 pm
રામ મંદિરના દરવાજા આ લાકડામાંથી બનેલા છે, જાણો તેની વિશેષતા અને કોતરણી વિશે
રામ મંદિર ભવ્યતા અને કલાત્મકતાથી બનાવવામાં આવ્યું છે. મંદિરની દિવાલો પર દેવી-દેવતાઓની આકૃતિઓ કોતરેલી છે. રામ મંદિરમાં કુલ 46 દરવાજા છે, જેમાંથી ઘણા સોનાની પરતથી મઢેલા છે.
- Meera Kansagara
- Updated on: Nov 25, 2025
- 2:51 pm
સદીઓની વેદનાનો આજે આવ્યો અંત, અયોધ્યા રામમંદિરેથી બોલ્યા પીએમ મોદી- ધર્મ ધ્વજાના પુનઃસ્થાપનનો સંકલ્પ પૂર્ણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધ્વજા ફરકાવી હતી. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે સનાતનીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. સદીઓથી ચાલી આવતી વેદનાનો અંત આવ્યો છે. સદીઓથી ધર્મ ધ્વજાને પુનઃસ્થાપન કરવાનો સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Nov 25, 2025
- 1:55 pm
ભારતની ધડકન છે આ નદી, જાણો લાઈફલાઈન ઓફ ઈન્ડીયા કોને કહેવાય છે
ભારતમાંથી 400 થી વધુ નદીઓ વહે છે. હિન્દુ ધર્મમાં, ઘણી નદીઓને દેવી તરીકે પૂજવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કઈ નદીને ભારતની જીવનરેખા માનવામાં આવે છે?
- Disha Thakar
- Updated on: Nov 25, 2025
- 1:04 pm
Breaking News: અયોધ્યા રામમય બની, રામ મંદિર પર PM મોદીએ ધર્મ ધ્વજા લહેરાવી, 3 કિમી દૂરથી થશે ધજાના દર્શન
અભિજિત મુહૂર્ત શરૂ થઈ ગયું છે. ધર્મધ્વજને શિખર પર ચઢાવવામાં આવી રહ્યો છે. વૈદિક વિધિઓ શરૂ થઈ ગઈ છે, અને મંત્રોનો જાપ શરૂ થઈ ગયો છે. PM મોદીએ ધર્મધ્વજ લહેરાવી દીધો છે.
- Meera Kansagara
- Updated on: Nov 25, 2025
- 12:14 pm
કરોડો હિંદુઓની આસ્થાના ધામ સમા રામમંદિરમાં 25 નવેમ્બરે થશે ધ્વજારોહણ, 30 મિનિટના શુભ મુહૂર્તમાં આટોપી લેવાશે તમામ વિધિ
બાંધકામ એજન્સી દ્વારા ત્રણ સેટમાં મોકલવામાં આવેલા ધ્વજ રેશમ-કોટેડ પેરાશૂટ ફેબ્રિકના દોરામાંથી બનાવવામાં આવ્યા છે. વાલ્મીકિ રામાયણ પર આધારિત, આ ધ્વજમાં રામ રાજ્યનું પ્રતીક "કોવિદાર" વૃક્ષ અને સૂર્ય વંશનું પ્રતીક સૂર્ય દેવને દર્શાવવામાં આવ્યા છે. સમન્વયના પ્રતીક 'ઓમકાર' નું પ્રતીક પણ દર્શાવવામાં આવ્યું છે.
- Mina Pandya
- Updated on: Nov 21, 2025
- 6:19 pm
24 વર્ષની ઉંમર 12 લક્ઝરી કારના માલિક ડિજિટલ સ્ટારનો આવો છે પરિવાર
બિગ બોસ 19 રિયાલિટી શો દિવસેને દિવસે રસપ્રદ બની રહ્યો છે, અને આ વખતે મૃદુલ તિવારી પણ ઘરમાં એન્ટ્રી કરી છે. ચાલો જાણીએ કોણ છે મૃદુલ તિવારી તેમજ તેની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ.
- Nirupa Duva
- Updated on: Nov 13, 2025
- 6:50 am
12 વર્ષની રાહનો અંત! બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે ફોર્મ્યુલા F-1 રેસની તૈયારીઓ શરૂ
2013ની F-1 રેસ જ્યાં યોજાઈ હતી, ત્યાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટમાં સ્પીડનો રોમાંચ પાછો ફરવાની અપેક્ષા છે. ફોર્મ્યુલા 1 રેસનું આયોજન કરતી એક કંપનીએ યમુના ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓનો સંપર્ક કર્યો છે.
- Smit Chauhan
- Updated on: Nov 11, 2025
- 10:10 pm
Delhi Blast: મહિલા આતંકીના ભાઈના ઘરે ત્રાટકી ATS, તપાસમાં અનેક પુરાવાઓ મળ્યા
યુપી એટીએસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમ સવારે ડૉ. પરવેઝ અન્સારીના ઘરે પહોંચી હતી. સુરક્ષા ઘેરાબંધી કર્યા પછી, ટીમે ઘણા કલાકો સુધી ઘરની અંદર તપાસ કરી. સ્થાનિક પોલીસ પણ હાજર હતી. દરોડા દરમિયાન ડૉ. પરવેઝ ઘરે હાજર નહોતા.
- Sachin Agrawal
- Updated on: Nov 11, 2025
- 6:37 pm
IPL સ્ટારે છોકરી પર બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો, આંતરરાષ્ટ્રીય નંબરો પરથી મળી ધમકીઓ
દિલ્હી કેપિટલ્સના યુવા ઓલરાઉન્ડર વિપ્રજ નિગમે ઉત્તર પ્રદેશના બારાબંકી નગર કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં એક છોકરી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. વિપ્રજનો દાવો છે કે તેને બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી ધમકીઓ મળી રહી છે.
- Smit Chauhan
- Updated on: Nov 10, 2025
- 7:48 pm
જ્યાં હાથ નાખો ત્યાં રૂપિયા, 4 મશીન સાથે રૂપિયા ગણવામાં પોલીસને 22 કલાક લાગ્યા, પોલીસના ઈતિહાસની સોથી મોટી રેડ- વાંચો
યુપીના પ્રતાપગઢમાં માણિકપુર પોલીસ ચોકી વિસ્તારમાં પોલીસે જેલમાંથી ડ્રગનો ધંધો કરનારા ડ્રગ માફિયાને ત્યા દરોડા કર્યા હતા. આ દરમિયાન પોલીસે તેના ઘરેથી 2.01 કરોડની કેશ જપ્ત કરી છે. ઘરના દરેક ખૂણે પૈસા છુપાવેલા મળા આવ્યા છે. પોલીસને પૈસા ગણતા ગણતા પરસેવો છૂટી ગયો. એટલી રોકડ હતી કે ગણવા માટે 4 મશીન મગાવવા પડ્યા.
- Mina Pandya
- Updated on: Nov 9, 2025
- 10:06 pm