19 વર્ષની ટીવી અભિનેત્રી પર લટ્ટુ થયો 46 વર્ષનો અભિનેતા ! જોડી જોઈ ફેન્સનું દિમાગ ચકરાયું
ટીવીનો આ એક્ટર ફરી સિરિયલ્સમાં કમબેક કરવાની તૈયાર છે, પરંતુ આ દરમિયાન તેને 19 વર્ષની સુંદરી સાથે રોમાન્સ કરવા બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

ઘણા કલાકારોએ લાંબા બ્રેક બાદ ટીવી ઈન્ડસ્ટ્રીમાં સફળ એન્ટ્રી કરે છે. ત્યારે તેવા જ એક અભિનેતાએ જે ટીવી સિરિયલથી બોલિવુડમા પોતાનો રંગ જમાવી ચૂક્યા છે અને લાંબા સમયથી ટીવીની કોઈ સિરિયલમાં નથી તે એક્ટર બીજુ કોઈ નહીં પણ શરદ કેલકર છે.

શરદ કેલકર એક હિટ ટીવી એક્ટર છે, જે છેલ્લા કેટલાક વર્ષોથી ફિલ્મોમાં પોતાની પ્રતિભા બતાવી રહ્યા છે. તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું. પણ હવે શરદ કેલકર ટીવી પર કમબેક કરી રહ્યા છે અને આ દરમિયાન તેમનું નામ 19 વર્ષની એક સુંદરી સાથે જોડાયું છે એટલે કે શરદ 19 વર્ષની આ અભિનેત્રી જોડે સિરિયલમાં રોમાન્સ કરતો જોવા મળશે, આ સાંભળીને ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત છે.

ખરેખર, 46 વર્ષીય શરદ કેલકર ટીવીની દુનિયામાં કમબેક કરવા માટે તૈયાર છે. તે સિરિયલ તુમ સે તુમ તકમાં જોવા મળશે, જેનો પ્રોમો જોઈને ફેન્સ ચોંકી ગયા છે.

આ સીરિયલમાં શરદ કેલકર સાથે અભિનેત્રી નિહારિકા ચોકસે સાથે જોવા મળશે. બંનેનો લૂક સામે આવ્યો છે અને ચાહકોને તે પસંદ આવ્યો છે, પરંતુ વાર્તામાં બંનેનો રોમાંસ કોઈ પચાવી શક્યું નથી.

આ સિરિયલમાં 19 વર્ષની નિહારિકા ચોકસી આ શોમાં 46 શરદ કેલકર સાથે રોમાન્સ કરવા જઈ રહી છે. શોનો નવો પ્રોમો સામે આવ્યો છે, જે મુજબ શરદ અને નિહારિકાની જોડી બનવા જઈ રહી છે.

પ્રોમોમાં બંનેની ઉંમર પણ જાહેર કરવામાં આવી છે. પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે નિહારિકા 19 વર્ષની છે અને શરદ 46 વર્ષનો થઈ ગયો છે. સાથે જ સવાલ પણ ઉઠ્યો છે કે આ બંનેની જોડી કેવી રીતે બની શકે છે

વાર્તામાં બતાવવામાં આવશે કે 19 વર્ષની નિહારિકાની માતા તેની પુત્રીના લગ્ન સારું કમાનાર વ્યક્તિ સાથે કરવા માંગે છે અને શરદની માતા 46 વર્ષની ઉંમરે પણ શરદને લગ્ન કરી લેવા માટે મનાવતી જોવા મળે છે
ટીવી સિરિયલની સ્ટોરીને કાલ્પનિક રીતે વણવામાં આવે છે. ત્યારે ટીવીની ઘણી સ્ટોરી ખુબ પોપ્યુલર છે જેમ કે અનુપમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ. લોકો તે અંગે માહિતી જાણવા માંગે છે ત્યારે તે જાણવા અહીં ક્લિક કરો






































































