રેલવે
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. ભારતીય રેલવે લગભગ 2 કરોડ 31 લાખ મુસાફરો એટલે કે લગભગ સમગ્ર ઓસ્ટ્રેલિયા દેશની વસ્તી જેટલા મુસાફરોની હેરફેર થાય છે અને દરરોજ 33 લાખ ટન માલસામાનનું વહન કરે છે.
ભારતીય રેલવે વિભાગની દેખરેખ રેલવે વિભાગના કેબિનેટ મંત્રી દ્વારા કરવામાં આવે છે અને રેલવે વિભાગનું આયોજન રેલવે બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં ભારતમાં કુલ 67 રેલવે વિભાગો છે જે 18 રેલવે ઝોન હેઠળ કામ કરે છે. રેલવે એન્જિન ઉત્પાદન કેન્દ્ર, રેલ કોચ ઉત્પાદન કેન્દ્ર, રેલવે તાલીમ કેન્દ્ર વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તાલીમ કેન્દ્રો જમાલપુર, વડોદરા, સિંકદરાબાદ, પુણે અને નાસિકમાં આવેલા છે.
ભારતીય રેલવે દ્વારા લાખોની સંખ્યામાં નાગરિકો પ્રવાસ કરે છે. લોકલ ટ્રેનો, એક્સપ્રેસ તેમજ માલગાડીઓ વગેરેનો પણ સમાવેશ થાય છે. રેલવે વિભાગ ટ્રાન્સપોર્ટેશન પણ પુરૂ પાડે છે. આ ઉપરાંત રેલવે વિભાગ વિશ્વ વિરાસત ટ્રેન તેમજ પર્યટન ટ્રેન તેમજ અન્ય ટ્રેનોની પણ સગવડ પુરી પાડે છે. રેલવેની IRCTC એપ પણ છે તેને દ્વારા ઓનલાઈન ટેઈમટેબલ તેમજ ટિકિટ બૂકિંગની સેવા પુરી પાડે છે.