Rajkot : રાજકુમાર જાટના શંકાસ્પદ મોતનો મામલો, 30 વર્ષમાં આવો PM રિપોર્ટ નથી જોયો – ડૉ. હેમાંગ વસાવડા
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી ગત 3 માર્ચના રોજ ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવાનના મૃતદેહ મળ્યો હતો. જેના ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં અનેક મોટા ખુલાસા થયા હતા. રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર હવે કોંગ્રેસના નેતાએ સવાલ ઉઠાવ્યા છે .
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાંથી ગત 3 માર્ચના રોજ ગુમ થયેલા રાજકુમાર જાટ નામના યુવાનના મૃતદેહ મળ્યો હતો. જેના ફોરેન્સિક પીએમ રિપોર્ટમાં અનેક મોટા ખુલાસા થયા હતા. રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર હવે કોંગ્રેસના નેતાએ સવાલ ઉઠાવ્યા છે . કોંગ્રેસના નેતા અને ન્યૂરો સર્જન હેમાંગ વસાવડાએ દાવો કર્યો છે કે વાહનની ટક્કરથી 42 જેટલી ઈજાઓ શક્ય નથી. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે રિપોર્ટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું નથી કે વાહન અકસ્માતને કારણે ઈજાઓ પહોંચી છે. આ ઉલ્લેખનીય છે કે ફોરેન્સિક રિપોર્ટમાં ગંભીર ઈજાઓની વાત બહાર આવી હતી.
પોલીસની કામગીરી શંકાના દાયરામાં !
રાજકોટમાં રાજકુમાર જાટના મોત કેસમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે. મૃતકનો પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગોંડલ પોલીસે અજાણ્યા શખ્સે લાફો ઝીંક્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકના પિતાની અરજીને આધારે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ ગણેશ જાડેજાએ મૃતક અને તેના પિતા સામે પોલીસમાં અરજી કરી છે. ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હોવાની ગણેશ જાડેજાએ પણ અરજી કરી છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.