Ahmedabad : વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત, જુઓ Video
અમદાવાદના વટવામાં બુલેટ પ્રોજેકટમાં ક્રેન તૂટવાની ઘટના બની હતી. ઘટનાના 29 કલાક બાદ રેલવે વ્યવહાર પૂર્વવત કરાયો છે. 25 કલાક બાદ દુર્ઘટનાગ્રસ્ત મહાકાય સ્ટ્રક્ચર દૂર થયું છે. વહેલી સવારે 4 કલાકે રેસ્ટોરેશન કામગીરી પૂર્ણ થઈ છે.
અમદાવાદના વટવામાં બુલેટ પ્રોજેકટમાં ક્રેન તૂટવાની ઘટના બની હતી. ઘટનાના 29 કલાક બાદ રેલવે વ્યવહાર પૂર્વવત કરાયો છે. 25 કલાક બાદ દુર્ઘટનાગ્રસ્ત મહાકાય સ્ટ્રક્ચર દૂર થયું છે. વહેલી સવારે 4 કલાકે રેસ્ટોરેશન કામગીરી પૂર્ણ થઈ છે. પશ્ચિમ રેલવેના મેનેજર, મુખ્ય ઈજનેર સ્થળ પર હાજર રહ્યાં છે. CPRO સહિતના અધિકારીઓ દ્વારા આખી રાત કામગીરી હાથ ધરવામાં આવી હતી.
29 કલાક બાદ રેલવે વ્યવહાર પૂર્વવત
નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 300 કામદારોની મદદથી ધરાશાયી ક્રેનને ઉતારી લેવામાં આવી છે. 750 ટનની એક ક્રેન અને 500 ટનની બીજી તેમજ 130 ટનની એક ક્રેનની મદદથી તૂટેલી ક્રેનને ઉતારવામાં આવી છે. 25 કલાક બાદ આ કામગીરી પૂર્ણ થઇ હતી.
એક ક્રેનને ઉતારવા 4 ક્રેન મંગાવાઇ
ઉલ્લેખનીય છે 23 માર્ચની રાતે 11 કલાકની આસપાસ વટવાના રોપડ ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન તૂટી હતી. આ વિશાળકાય ક્રેન 600 ટનની હતી. વાયડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી સેગમેન્ટ લોન્ચિંગ ગેન્ટ્રી એટલે કે વિશાળ ક્રેન કોન્ક્રીટ ગર્ડરની કામગીરી પૂરી કરી પરત આવતી હતી. ત્યારે અચાનક જ ખસી જતા નીચે તૂટી પડી હતી. પિલ્લર બ્લોક ફિટ કરતા સમયે દુર્ઘટના બનતા અમદાવાદ-મુંબઇ રૂટના બંને તરફના રેલવે વ્યવહારને અસર થઇ હતી.
ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું. જે બાદ NHSRCL દ્વારા ક્રેનને ઉતારીને રીપેર કરવાની કામગીરી થઇ હતી. જેના કારણે, 38 ટ્રેન સંપૂર્ણ અને 7 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી. જેથી અનેક મુસાફરોને હાલાકી પડી હતી. જોકે ફાયર વિભાગ અને સમગ્ર રેલવે વિભાગના કર્મચારીએ 29 કલાકની જહેમત બાદ ટ્રેન પૂર્વવત કરાવી. હવે, રેલવે વ્યવહાર પૂર્વવત થતા મુસાફરોને વધુ હાલાકી ભોગવવી નહીં પડે.