Ahmedabad : હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત, લોકોના ટોળાએ ચખાડ્યો મેથીપાક, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે વધુ એક નબીરાએ નશામાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. હિમાલયા મોલ પાસે થાર ચાલકે અકસ્માત સર્જયો છે. અકસ્માત બાદ રાહદારી સાથે મારમારી પણ કરી છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં અકસ્માતનો કહેર જોવા મળી રહ્યો છે. ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ડ્રાય સ્ટેટ કહેવાતા ગુજરાતમાં પણ દારુના નશામાં બેફામ કાર ચલાવતા નબીરાઓ અકસ્માત સર્જ્યો છે. ત્યારે વધુ એક નબીરાએ નશામાં આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે.
હિમાલયા મોલ પાસે થાર ચાલકે અકસ્માત સર્જયો છે. અકસ્માત બાદ રાહદારી સાથે મારમારી પણ કરી છે. ઘટના બાદ લોકોના ટોળાએ કાર ચાલકને આડેહાથ લીધો છે. વસ્ત્રાપુર પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. કાર ચાલકની ધરપકડ કરીને 2 ફરિયાદ નોંધી છે.
નશામાં ધૂત કારચાલકે 3 વાહનોને લીધા અડફેટે
ઉલ્લેખનીય છે કે ત્યારે અમદાવાદના હિમાલયા મોલ પાસે થાર ચાલકે 3-4 વાહનોને અડફેટે લીધા હતા. હિમાલયા મોલ પાસે પૂરઝડપે પસાર થઈ રહેલી થારના ચાલકે પહેલા ટુ-વ્હીલર, ત્યારબાદ 3 કારને ટક્કર મારી હતી. તેમ છતાં થારચાલકે કાર રોકી ન હતી. પરંતુ થોડે જ આગળ એક કાર સાથે થાર અથડાતા તે રોકાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ ભેગા થઈ ગયા હતા અને થાર પાસે પહોંચ્યા હતા. આ સમયે થારમાંથી છરા સાથે ઊતરી યુવક લોકોને મારવા દોડ્યો હતો. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ થારચાલકને રસ્તામાં દોડાવી-દોડાવીને લાફા અને લાતોથી ફટકાર્યો હતો. બાદમાં કારચાલક યુવકે હાથમાં પથ્થર લેતા લોકો દૂર જતાં રહ્યા હતા. આ ઘટનાના વીડિયો પણ સામે આવ્યા છે.